શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:44 IST)

શુ આપ જાણો છો ગોરા ગોરા ગોપાલ ભૂરા(બ્લ્યુ) રંગના કેમ ?

ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ સાવલા છે. આ નામનો અર્થ છે કાળા રંગના. જયારે ભગવાન શ્રીકૃષ્ણ જન્મથી સાંવલા એટલેકે કાળા નહોતા. પુરાણોમાં વર્ણિત કથા મુજબ ગોપાલ બાળપણમાં ગોરા હતા. પણ એમના જીવનમાં કેટલીક એવી ઘટના થઇ જેથી એમનો વર્ણ ભૂરો થઈ ગયો. 
 
પુરાણોની કથા મુજબ એક વાર કાલિયા નામક નાગ પોતાના પરિવાર સાથે યમુનામાં આવીને રહેવા લાગ્યો.  આથી ગોકુલવાસીઓના પ્રાણ સંકટમાં પડી ગયા. ગોકુલવાસીઓ ગામ છોડીને બીજી જગ્યાએ જવાની યોજના બનાવવા લાગ્યા.
 
આવી સ્થિતિમાં ગોકુળવાસીની રક્ષા માટે ગોકુળવાસી કૃષ્ણ પોતાનો જીવ જોખમમાં નાખી કાલિયા નાગના શરીરમાં દાખલ થયા.  કાલિયા નાગને ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધમાં હરાવ્યો, પરંતુ એના મુખમાંથી નીકળતા ઝેરની અસરથી કૃષ્ણના શરીરનો રંગ ભૂરો પડી ગયો. ત્યાર પછીથી ભગવાન શ્રીકૃષ્ણ સાંવરિયા નામ અપાયુ. 
 
દર્શન અને તર્ક કહે છે કે ભગવાનનો ભૂરો રંગ તેમની વ્યાપકતા અને વિશાળતા ને દર્શાવવા માટે છે. જેમ વિશાળ સમુદ્ર અને અનંત ગગન ભૂરા રંગના દેખાય છે તેમ જ આદિ અનંત ભગવાન પણ ભૂરા વર્ણના દેખાય છે.