બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (13:38 IST)

Janmashtami 2023 Puja: બાળ ગોપાલની પૂજામાં રાખવી આ જરૂરી વાતોની કાળજી, માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન

janmashtami Puja Vidhi Niyam:   7 સેપ્ટેમ્બર શુક્રવારે જન્માષ્ટમી ઉજવાઈ રહી છે. જન્માષ્ટમીના પડવાથી આ દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ થઈ ગયો છે. આમ પણ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મીનો સંબંધ ખૂબ ખાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ, વિષ્ણુજીનો જ અવતાર છે અને તે માતા 
 
લક્ષ્મીના પતિ છે. તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સાથે -સાથે ભગવાન  વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવાથી ખૂબ ધન-સમૃદ્ધિ મળે છે તેની સાથે 
 
કેટલાક બીજા નિયમોનો પણ પાલન કરવો. 
 
જન્માષ્ટમી પર લક્ષ્મીજીને કરવો પ્રસન્ન 
- જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલની સાથે-સાથે શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવી. ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવા માટે જન્માષ્ટમી શુક્રવારની સાંજે તમારા 
 
ઘરના મુખ્યદ્વારને કમળના ફૂલોથી શણગારવું. આવુ કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે. 
 
- જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્નીને સફેદ મિઠાઈનો ભોગ લગાડો. છોકરીઓ-બાળકોને પંચામૃત અને સફેદ મિઠાઈ વહેંચવી. 
 
- જન્માષ્ટમીના ભોગમાં તુલસીના પાન જરૂર નાખવા. આવુ કરવાથી શ્રીકૃષ્નજી અને માતા લક્ષ્મી બન્ને પ્રસન્ન હોય છે. તુલસીજી માતા લક્ષ્મીનો જ રૂપ છે. જે ઘરમાં 
 
તુલસીજીની પૂજા હોય છે ત્યાં માતા લક્ષ્મી હમેશા નિવાસ કરે છે. 
 
- બાળ ગોપાલની પૂજા પછી તેમને હીંડોળા જરૂર હલાવો. આવુ કરવાથી ઘરમાં હમેશા સુખ-શાંતિ રહે છે. માતા લક્ષ્મી હમેશા કૃપા કરે છે. 
 
જન્માષ્ટમીના દિવસે વ્રતમાં માત્ર ફળાહાર ગ્રહણ કરવો. પણ આ દિવસે કાકડી નહી કાપવી. કાનુદાના જન્મ પછી જ કાકડી કાપવી કારણ કે બાળકની નાળ જાનુડાના જન્મના સમય કાપીએ છે. તેથી તેનાથી પહેલા કાકડી કાપવી સારુ નથી માનતા. 
 
- જન્માષ્ટમી વ્રત રાખનારને આ દિવસે બ્રહ્મચર્યનો પાલન કરવો. 
 
- જન્માષ્ટમીના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવી. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.