શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2016 (18:29 IST)

જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ યોગ, મનની દરેક ઈચ્છા પૂરી કરશે ખાસ પ્રયોગ

જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ યોગ, મનની દરેક ઈચ્છા પૂરી કરશે ખાસ પ્રયોગ આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને બૃહસ્પતિવારનો શુભ યોગ બની રહ્યો છે. આ બંને દિવસ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. 
 
ગુરૂવારના રોજ વ્રત અને પૂજન કરવાથી ધન, પુત્ર અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ભગવદગીતામાં કહેવામાં આવ્યુ છે કે આ નિરાકાર બ્રહ્મ શ્રીકૃષ્ણની વ્યક્તિગત તેજ છે. કૃષ્ણ ભગવાનના રૂપમાં દરેક વસ્તુના કારણ છે. બ્રહ્મસંહિતામાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે કૃષ્ણ શ્રીભગવાન છે અને બધા કારણોના કારણ છે. અહી સુધી કે લાખો અવતાર તેમના વિવિધ વિસ્તાર જ છે. આ રીતે બધા જીવ પણ કૃષ્ણના અંશ છે. 
 
જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ યોગ, મનની દરેક ઈચ્છા પૂરી કરશે ખાસ પ્રયોગ 
 
1. ધન લાભ માટે - શ્રી બાલ ગોપાલને આખા કાળા મરચા અને તુલસી પત્ર યુક્ત સાબુદાણાની ખીરનો ભોગ લગાવો. 
2. અર્થલાભ માટે - શંખમાં સાકર યુક્ત જળ ભરીને કૃષ્ણ લલ્લા પર અભિષેક કરો. 
3. પારિવારિક શાંતિ માટે - હળદર અડદ અને તુલસી પત્ર હાથમાં લઈને આ મંત્ર 108 વાર જાપ કરો. "ક્લીં કૃષ્ણાય સર્વ 
 
ક્લેશનાયાશાય નમ:" ત્યારબાદ તુલસીપત્ર અને હળદર શ્રી કૃષ્ણના ચિત્ર પર ચઢાવો. 
4. વૈભવ પ્રાપ્તિ માટે - રાધા કૃષ્ણના ચિત્ર પર પીળા વસ્ત્રમાં કેળા અને ચણાની દાળ બાંધીને ચઢાવો. 
5. અતૂટ ધન પ્રાપ્તિ માટે - કૃષ્ણ જન્મના સમયે રાત્રે બરાબર 12 વાગ્યે શ્રી ભગવાનને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. 
6. આર્થિક ઉન્નતિ માટે - રાત્રે શ્રીકૃષ્ણનું વિધિપૂર્વક પૂજન કરી 5/- રૂપિયાના સિક્કા હાથમાં લઈને "શ્રી નાથાય નમોસ્તુતે" મંત્રનો 
 
યથાસંભવ જાપ કરી સિક્કો શ્રીકૃષ્ણ પર અર્પિત કરો અને સવારે એ 5/- રૂપિયાનો સિક્કો પ્રસાદના રૂપમાં તમારી તિજોરીમાં મુકો. 
 
તેનાથી અભૂતપૂર્વ આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થશે. 
7. સુખે દાંમ્પત્ય માટે - સાંજના સમયે તુલસી માતા પર ચંદનની ધુપ અને શુદ્ધ ઘી નો દીવો પ્રજવલ્લિત કરો. "ૐ લક્ષ્મી 
 
નારાયણાય નમોસ્તુતે:" મંત્ર ઉચ્ચારણ કરતા તુલસી માતાની 11 પરિક્રમા કરો. 
8. પદોન્નતિ માટે - વિરાટ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણના ચિત્ર પર ચોખાની ખીર અને શુદ્ધ ઘી થી બનેલ પુરીનો ભોગ લગાવો 
 
ત્યારબાદ ખીર પૂરી પ્રસાદ સ્વરૂપ સાત કન્યાઓને ખવડાવો. 
9. વિપત્તિ નાશ માટે - જન્માષ્ટમીથી શરૂઆત કરી સતત 43 દિવસ 1 નારિયળ અને 11 બદામ કોઈ ધર્મસ્થળ પર ચઢાવો. 
10. કર્જથી મુક્તિ માટે - જન્માષ્ટમીથી સતત 8 દિવસ અર્થાત પૂર્ણિમા સુધી સાકરની ચાસણીમાં કાળા તલ મિક્સ કરીને સ્ટીલના 
 
કળશથી પીપળના વૃક્ષ પર અર્પિત કરો. 
11. દુર્ભાગ્ય નાશ હેતુ - જન્માષ્ટમીથી સતત 8 દિવસ અર્થાત પૂર્ણમાસી સુધી સંધ્યાના સમયે પીપળના નીચે સરસવના તેલનુ 
 
ચોમુખી દીવો પ્રગટાવો. 
12. શત્રુ અવરોધ નિવારણ માટે - જન્માષ્ટમી પર સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા પીપળના પાન અષ્ટગંધની શાહી અને બદામની 
 
કલમથી "સર્વ શત્રુનાશાય" લખીને જમીનમાં દાટી દો.