શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (10:30 IST)

આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત

anganwadi
આંગણવાડીમાં 10,000ની મોટી ભરતી, કાર્યકર-તેડાગરની જગ્યા માટે આવી રીતે કરી શકાશે અરજી
 
આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે અને આ અંગે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત આજે 8 નવેમ્બર રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે જે 30 નવેમ્બર સુધી કરી શકાશે.
 
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) આંગણવાડીમાં 10,000 કરતા વધુ ભરતી આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. એક WCD (Woman and Child Development Department) અને બીજો ICDS (Integrated Child Development Services) છે. 
 
ICDS શાખા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓ પર ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.
 
કુલ જગ્યાઓ 
આંગણવાડી કાર્યકર- 3421
આંગણવાડી તેડાગર- 7079