આટલા જ્યોતિષીય ઉપાયો અપનાવો અને જીવનમાં ખુશીઓ લાવો
-
રસોડામાં બેસીને ભોજન કરવાથી ઘર અને પરિવારની બરકત વધે છે.-
શનિવારના દિવસે નદીના વહેતાં જળમાં નારિયેળ અથવા અખરોટ પ્રવાહિત કરવાથી લાભ થાય છે.-
જ્યારે કાર્ય સફળ થઈ રહ્યું ન હોય યા કામ કરવા છતાં અડચણો આવતી હોય ત્યારે પોતાના ઘરમાં ચાંદીના પાંચ વાસણ માટીમાં દબાવી દેવાથી આવતાં વિઘ્નો બંધ થાય છે. -
જો ઘરમાં વાસ્તુદોષ લાગતો હોય તો એક ચાંદીનો તાર પોતાના મુખ્ય દ્વારની નીચે દાટી દેવો અને મુખ્ય દ્વાર તરફ મોં રાખેલ પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો. -
જો રોજગારમાં વિઘ્ન - અંતરાયો વધુ આવી રહ્યા હોય ત્યારે ૧૦ પ્રજ્ઞાાચક્ષુઓને ભોજન કરાવવું જોઈએ અને માતા - પિતાની સેવા કરવી જોઈએ. આમ કરવાથી સઘળાં વિઘ્નો અને અંતરાયો શાંત થઈ જાય છે.-
જો લોખંડનો સામાન કે મશીન ખરીદવાથી હાનિ થતી હોય તો જ્યારે પણ લોખંડનો સમાન ખરીદવામાં આવે તે સમયે તેની સાથે બાળકોનાં કેટલાંક રમકડાં પણ ખરીદી લાવવાં. આમ કરવાથી સ્થિતિ લાભદાયક થઈ શકે છે. -
જો કંઈક અનિષ્ટની સંભાવના લાગી રહી હોય ત્યારે શ્રી દુર્ગા સપ્તશવીનો ૨૧ વખત પાઠ કરવો - કરાવવો જોઈએ. -
જો ઘરની મહિલાઓ પૈકી મા, બહેન, કાકી, ભાભી વગેરે પર નિરંતર કોઈને કોઈ સંકટ આવી રહ્યું હોય ત્યારે ૪૦૦ ગ્રામ નારિયેળનું તેલ, ૪૦૦ ગ્રામ અખરોટ અને ૪૦૦ ગ્રામ છોતરાવાળી બદામ મંદિર યા ધર્મસ્થાનામાં દાન કરવાથી લાભ થાય. આવું દાન શનિવારના દિવસે જ કરવું.
પરિવારમાં ઉન્નતિ માટે આગળ વાંચો
-
સો સગાંસંબંધીઓ પૈકી ભત્રીજો, ભાણેજ, મામા વગેરેને કષ્ટ થઈ રહ્યો હોય ત્યારે રવિવારે કે મંગળવારે વાંદરાંને ગોળમાંથી બનાવેલી વસ્તુઓ ખવરાવવી. કીડી - મંકોડાને ઘઉં અથવા બાજરીનો લોટ, ખાંડ મેળવી આપવાથી લાભ થાય. -
નોકરી અથવા વ્યાપારમાં અંતરાયો આવી રહ્યા હોય ત્યારે કૂતરાંને ભોજન કરાવવાથી લાભપ્રદ રહે છે. -
જ્યારે આર્થિક સ્થિતિ અને બાળકો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો હોય ત્યારે તાંબાના ચોરસ ટુકડાઓ જમીનમાં દાટી દેવા. આ ક્રિયા રવિવારે કરવાથી લાભ પ્રાપ્ત થશે.-
શુદ્ધ સોનુ અને કેસર એક સાથે ઘરમાં રાખવાથી પરિવારની ઉન્નતિ થાય છે. -
નેત્રરોગની શાંતિ માટે કદાપિ સાદું જળ પીવું નહીં. તેમાં થોડું મીઠું અગર ખાંડ મેળવીને પીવાથી નેત્રરોગ શાંત થાય છે. -
યાત્રાના શુભપ્રદ ફળને માટે યાત્રા કરતાં પહેલાં સારું ભોજન કરવું અને કેટલંુક ભોજન યાત્રામાં પોતાની સાથે લઈ જવું.-
જો માતાને સતત કષ્ટ થઈ રહ્યું હોય તો ૧૨૧ પેંડા લઈ તે બાળકોમાં વહેંચી દેવા અગર નદીના જળમાં પ્રવાહિત કરી દેવા.-
જો રાતે ખરાબ સ્વપ્નો આવતાં હોય અને તેનાથી ઊંઘમાં ખલેલ પડતી હોય તો રાતે પાણીથી ભરેલું વાસણ પોતાના પલંગની નીચે રાખવું અને સવારે પાણીને કૂવામાં નાખી દેવું. -
જો ખૂબ જ તાવ અને ઉધરસ આવતાં હોય તો ૨૫ કિલો જવ પોતાના ઓશીકા નીચે આવે તેવી રીતે પલંગ નીચે મૂકવા. સવારે આ જવ ગાયને ખવરાવી દેવા કે નદીમાં પ્રવાહિત કરી દેવા.