1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જ્યોતિષ 2013 : સ્વપ્નમાં સુંદર સ્ત્રી આવવી શુભ કહેવાય ?

P.R
સ્વપ્નમાં આપણે જે જોઈએ, તેને વાસ્તવ જીવનમાં ચોક્ક્સ સંબંધ હોય છે. આપણા આયુષ્યમાં યશ મળશે, કે પછી આપણા બધા નિર્ણયોનુ શુ પરિણામ આવશે, આ બધી સૂચનાઓ આપણને સ્વપનમાં દેખાય જાય છે. એ સ્વપ્ન જ્યોતિષમાં આપણે સ્વપ્નમાંથી ભવિષ્યનો અંદાજ લગાવી શકીએ છીએ.

અનેકવાર સ્વપ્નમાં સુંદર સ્ત્રી દેખાય છે. તેનો અર્થ સમજવો મુશ્કેલ હોય છે. અનેક લોકો એવુ માને છે કે મનની વાસના કે કામેચ્છાનું તે એક સ્વરૂપ છે. પણ આ જ એક સત્ય નથી. લૈગિક ઈચ્છા સાથે જ આ સુંદર સ્ત્રીનો સંબંધ હોય છે એવુ નથી. આ સ્ત્રી ભવિષ્યમાં થનારી સારી ઘટનાઓની પણ સૂચક છે. કોઈ કામ અટકી ગયેલુ હોય તો તે જલ્દે પુર્ણ થવાનો સંકેત આ સુંદર સ્ત્રી આપે છે. એવી જ રીતે બીમારીમાં જ્યારે તમે સતત ખરાબ સ્વપન જોઈને નિરાશ થઈ જાવ છો ત્યારે સુ6દર સ્ત્રી સ્વપ્નમાં આવે તો મનની નકારાત્મક ભાવનાઓ દૂર થઈને જીવવાની આશા વધે છે. બીમારીમાંથી બહાર આવવામાં આને કારણે મદદ મળે છે.

આ સ્ત્રી આપણે પ્રત્યક્ષ જોયેલી હોય છે એવુ નથી. એ સ્ત્રી અચાનક ઉદ્દભવે છે. તેનુ રૂપ એ મનની રમત હોય છે. માત્ર તેના દેખાવવાથી આપણને ચોક્ક્સ ફાયદો થાય છે. જો આવી સ્ત્રી વહેલી સવારે સ્વપ્નમાં આવે તો મનની ઈચ્છા જલ્દી પુર્ણ થાય છે એવુ કહેવાય છે.