શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2015 (15:44 IST)

આ રીતે જાણો મહિલાઓનો સ્વભાવ અને ભવિષ્ય

મહિલાઓ એક એવી પહેલી છે જેને સમજવી થોડી મુશ્કેલ છે. અનેક વિદ્વાનોએ પણ સ્ત્રી સ્વભાવને સમજવામાં પોતાની અસમર્થતા બતાવી છે પણ જ્યોતિષશાસ્ત્રની શાખા સમુદ્ર શાસ્ત્રના માધ્યમથી સ્ત્રીના સ્વભાવ અને ભવિષ્યને વિશે ઘણુ બધુ જાણી શકાય છે.  આ લેખના માધ્યમથી જન્મવાર મુજબ કોઈ પણ મહિલાના દિલમાં છિપાયેલા રહસ્યોને જાણી શકાય છે. 
 
સોમવારે જન્મેલી સ્ત્રીઓ સુંદર હોય છે. સુખી અને સમૃદ્ધ જીવન વ્યતિત કરે છે. તેમનો સ્વભાવ સાત્વિક હોય છે. 
 
મંગળવારે જન્મેલી મહિલાઓ નિર્દય અને નિષ્ઠુર સ્વભાવની હોય છે.  જોવામાં ભલે આકર્ષક વ્યક્તિત્વ અને ફિગરવાળી હોય પણ જન્મથી જ શક્તિસંપન્ન હોય છે. કેટલીક મહિલાઓ કલહપ્રિય અને વાદ-વિવાદ કરનારી પણ હોય છે. 
 
બુધવારે જન્મેલી સ્ત્રીઓ પર દેવી સરસ્વતીનો આશીર્વાદ હોય છે.  તે 16 કલાઓથી સંપન્ન હોય છે અને શિક્ષાના ક્ષેત્રમાં વિશેષ 
મુકામ મેળવે છે. 
 
 ગુરૂવારે જન્મેલી સ્ત્રીઓ શાંત, સહનશીલ અને સદ્દગુણોની ખાન હોય છે. સુખી અને વૈભવશાળી જીવન વ્યતીત કરે છે. 
 
શુક્રવારે જન્મેલી મહિલાઓ ચુલબુલી, મસ્તી મજાક કરનારી સૌભાગ્યશાળી અને તન તેમજ મનથી સુંદર હોય છે. ઘર-પરિવાર અને સમાજમાં તેમનુ વિશેષ વર્ચસ્વ હોય છે. 
 
શનિવારે જન્મેલી મહિલાઓ આકર્ષક અને લાંબી કદ કાઠીવાળી તેમજ રંગ રૂપમાં શ્યામ હોય છે. ક્યારેય ક્યારેક તેઓ કાનભંભેરણી પણ કરે છે.
 
રવિવારે જન્મેલી સ્ત્રીઓ ધાર્મિક પ્રવૃત્તિની હોય છે. સમય સમય પર પરોપકાર અને ભિક્ષાદાન કરતી રહે છે. પણ બદમિજાજ, 
હાજરજવાબી અને ચાલાકી તેમની અંદર જન્મથી હોય છે.