મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શુક્રવાર, 31 જુલાઈ 2015 (18:13 IST)

ઓગસ્ટ માસિક રાશિફળ 2015 - જાણો કેવો રહેશે તમારે માટે ઓગસ્ટ મહિનો

મેષ રાશિ માટે ઓગસ્ટ 2015 

મહિનાની શરૂઆતમાં રાશિ સ્વામીના અસ્તગત હોવાને કારણે યોગ્ય ફળોની પ્રાપ્તિ ન મળી શકે. તમને સંઘર્ષની સ્થિતિ પરેશાન કરી શકે છે. મહિનાની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન રહી શકે જે કારણે શરૂઆતના સમયે થોડી ઉઠા-પટકવાળો રહી શકે છે. ક્રોધને નિયંત્રણમાં મુકો  અને કોઈપણ રીતે તમારી વાણીમાં કઠોરતા ન આવવા દો. 
 
આર્થિક સ્તર પર પણ તમે ખર્ચથી પરેશાન રહી શકો છો. કોઈ સભ્ય પર ધનના અચાનક વ્યય થતો દેખાય છે. તમારી આસપાસ થઈ રહેલ ફેરફાર તમને બેચેન કરી શકે છે. સુખમાં કમી આવી શકે છે. ઉતાવળથી કોઈપણ નિર્ણય પર ન પહોંચશો. બાળકો તરફથી થોડી રાહત મળી શકે. 
 
ઉપાય - જળમાં કંકુ નાખીને સૂર્યને અર્ધ્ય આપો. 
 
વૃષભ રાશિ માટે ઓગસ્ટ 2015 
 
મહિનાના શરૂઆતનો સમય દરમિયાન કેટલીક નવી વસ્તુઓની ખરીદીનુ મન બનશે. તમારી ખરીદારીનો સમય મહિનાના મધ્ય પછી વધુ રહેશે. આ સમયે કંઈક ને કંઈક વસ્તુઓની પ્રાપ્તિ માટે તમે પ્રયાસરત જ રહેવાના છો. ઘર પર ધાર્મિક કાર્યકલાપોની તક બનશે. તમારા કામમાં વિસ્તાર થશે. કેટલાક કામ સફળ ન થાય તો એ કારણે તમે પરેશાન પણ રહેશો. નિરાશ ન થાય અને મહેનતમાં કમી ન કરો. 
 
જીવન સાથી તરફથી કંઈક મદદ મળશે પણ એકબીજાના વિચારોમાં સામંજસ્યતાનો અભાવ પણ રહેશે. ધનાર્જનની સ્થિતિ માટે મહેનત વધુ થશે. પણ પ્રાપ્ત પણ થશે. પૈતૃક લાભ પ્રાપ્ત થતો દેખાય રહ્યો છે. સાથે જ અચાનક પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ પણ વધી શકે છે. 
 
ઉપાય - શ્રી સુક્તનો પાઠ નિયમિત રૂપે કરો અને વિષ્ણુ ભગવાનની સામે દીપદાન કરો. 

મિથુન રાશિ માટે ઓગસ્ટ 2015 
 
ઓગસ્ટ મહિના દરમિયાન કેટલીક નવી અને રોમાંચક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ધનના ક્ષેત્રમાં ખર્ચ બનશે અને કેટલીક મોટી રકમ વ્યય થતી દેખાય રહી છે. આર્થિક મામલે તમે ધ્યાનથી કામ કરો. આવક પ્રાપ્તિના અવસરો ઓછા જ રહેશે. જેમા તમે કંઈક બચત કરી શકશો. 
 
કેટલાક ઉધાર વગેરે ચુકવવામાં મોડુ થઈ શકે છે. પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા કાયમ રહેતી દેખાય છે. તમને કામકાજના કારણે ભાગદોડ વધુ રહેશે. પણ નફો ઓછો મળશે. ભાઈ બહેનોની સાથે પ્રેમ પૂર્વક વ્યવ્હાર કરો અને તેમના વિચાર અને વ્યવ્હારને સમજવાનો પ્રયત્ન કરો. 
 
ઉપાય - બુધવારના દિવસે અપામર્ગની જડ ધારણ કરો અને ૐ બું બૂધાય: નમ: મંત્રનો નિયમિત રૂપે જાપ કરો.  
 
કર્ક રાશિ માટે ઓગસ્ટ 2015 
 
આર્થિક સ્થિતિ માટે સમય વધુ અનુકૂળ નથી કહી શકતો. નીચસ્થ મંગળનો બુધ અને સૂર્યની સાથે હોવુ તમને યોગ્ય પરિણામ અપાવવામાં મોડુ બતાવી રહ્યુ છે. પરિશ્રમ વધુ રહેશે અને નફો ઓછો જ મળી શકશે. કામમાં પણ તમારી મહેનત વધુ તો હશે પણ તેનુ યોગ્ય ફળ મળવામાં સમય લાગશે.  મહિનાના શરૂઆતના સમય દરમિયાન થોડા બેચેન અને અસંતુષ્ટ રહેવાના છો. 
 
વ્યવ્હારમાં પણ ફેરફાર જોવા મળશે. તમે ક્રોધ અને ઉતાવળને કારણે કેટલાક વ્યર્થ વિવાદોમાં ફંસાય શકો છો. તેથી ખુદને શાંત રાખીને કાર્ય કરો. વાણીમાં સૌમ્યતા કાયમ રાખો.  જો તમારા વિચારો સાથે બીજા લોકો સયમત ન પણ હોય તો પણ તમે ધીરજ ન ગુમાવશો. 
 
ઉપાય - રોજ ચંદનનુ તિલક લગાવો અને શિવલિંગ પર દૂધથી અભિષેક કરો. 

 સિંહ રાશિ માટે ઓગસ્ટ 2015 
તમારી દુવિદ્યા આ વાતને લઈને વધુ રહી શકે છે કે તમે કોઈ દિશાની તરફ  ખુદને લઈને ચાલો. વૈચારિક ગતિરોધ જલ્દી સમાપ્ત થશે. તમારી અંદર નેતૃત્વની ક્ષમતા જાગશે. વૈચારિક જાગૃતતાને કારણે તમને ઘણા નવા વિચાર જોવા મળશે.  આ સમયે તમારી યોગ્યતા સાથે બધા સહેમત પણ થશે. 
 
શરૂઆતના સમયમાં તમે કેટલાક વધુ વિચારવાન અને ચિંતક રહેશે. ખુદને હેતુ ધનનો વ્યય લાગ્યો રહેવાનો છે.  કેટલીક વસ્તુઓની સાથે સાથે ધાર્મિક કાર્યોમાં પણ તમે તમારા સામર્થ્ય મુજબ થોડુ ધન ખર્ચ કરવાના છો. આ મહિનામાં સંતાન સંબંધી કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. 
 
ઉપાય - નવગ્રહ મંદિરના દર્શન કરો અને ગરીબ તેમજ અસમર્થ લોકોને દાન કરો. 
 
કન્યા રાશિ માટે ઓગસ્ટ 2015 

આ મહિના દરમિયાન તમારી આવક અન ખર્ચનુ સ્તર લગભગ સમાન રૂપથી કાયમ રહેતુ દેખાય રહ્યુ છે. લગ્નેશના દ્વાદશેશમાં થવાને કારણે વ્યસ્તતા વધુ રહેશે. આરામના અવસર પણ ઓછા જ મળી શકશ્ તમે ખુદને માટે કે પછી બીજા માટે ભાગદોડમાં લાગ્યા રહેશો. મહિનાના અંતમાં ધન પ્રાપ્તિના યોગ દેખાય રહ્યા છે. 
 
તમારી સમક્ષ જે પણ લોકો છે તેઓ આ સમયે તમારા પક્ષમાં સહમત ન રહી શક્યા. ઘરની નાની-મોટી જરૂરિયાતોને લઈને તમે વધુ  વિચારમાં ગુંચવાશો નહી. જરૂર મુજબ ક્રમને આગળ વધારતા જ કામ કરો. સારા કામ એક જ સમયે સમાપ્ત કરવાનુ ન વિચારશો. 
 
ઉપાય - આ સમયે તમારે બુધ મંત્રનો જાપ કરવો જોઈએ અને ગાયને લીલી ધાસ ખવડાવવી જોઈએ. 

તુલા રાશિ માટે ઓગસ્ટ 2015 
 
તુલા રાશિવાળાઓ માટે લાભના અવસરો બનશે. તમે તમારા જૂના કર્જને ચુકવી શકશો. આર્થિક ક્ષેત્રમાં મહિનાના શરૂઆતમાં તમને થોડી રાહત મળતી દેખાય રહી છે. પણ વક્રી લગ્નેશના પ્રભાવથી તમને યોગ્ય સમય પર લાભ નહી મળી શકે. તમારી ખોટી ભાગદોડને કારણે પરેશાની થશે. ધાર્મિક કાર્યોમાં તમારુ થોડુ ધન લાગી શકે છે. 
 
કામમાં ગુંચવણો વધશે. તમે તમારા નિર્ણય ઉતાવળમાં અને ગુસ્સામાં લઈ શકો છો. તમારો મોટાભાગનો સમય કામ કાજમાં ચાલ્યો જશે. જેમા તમારે ખુદને માટે સમય નહી મળી શકે. કામમાં ભૂલો થવાની તક પણ દેખાય રહી છે. તમારે થોડુ સાચવીને નિર્ણય લેવાનુ વિચારવુ જોઈએ. 
 
ઉપાય - ૐ ભૂર્ભુવ: સ્વ શન્નોદેવીરભિ ટયે વિધ્નહે નીલાંજનાય ધીમહિ તન્નો શનિ: પ્રચોદયાત શનિ મંત્રનો જાપ કરો. 
 
વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2015 
 
ભાગ્યનો સાથ મળશે અને કેટલાક કાર્યોમાં તમને આશામુજબ સફળતા પણ મળી શકે છે. પણ રાશિ સ્વામીના કમજોર હોવાથી અચાનક કામોમાં અવરોધ પણ ઉભો થતો દેખાય રહ્યો છે. અચાનકથી કોઈ નિકટસ્થ સંબંધીને અમારી મદદ જોઈતી હશે. તમે પૈસાનુ ક્યાક રોકાણ કરવાનુ વિચારી રહ્યા હશો . કોઈ શેયર માર્કિટ વગેરેમાં ધન લગાવવાથી હાલ બચો. 
 
વિશ્વાસ કરવા પર તમને દગો મળી શકે છે.  તેથી તમારા કાર્ય જાતે જ કરવા યોગ્ય રહેશે. લોન વગેરે માટે આવેદન કર્યુ છે તો હાલ થોડો સમય લાગી શકે છે.  મહિનાના બીજા ભાગમાં ધન ખર્ચ થશે અને તમે કશુ પ્રાપ્ત પણ કરી શકશો. 
 
ઉપાય - નિયમિત રૂપે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો 

ધનુ રાશિ માટે ઓગસ્ટ 2015 રાશિફળ 
 
ખર્ચ વધુ થવાનો છે. બચત પર પણ અસર પડતી દેખાય રહી છે. તમારી પાસે આ સમય તમારા ધનને રોકાણ કરવાનો જે પણ વિચાર છે તે મહિનાના મધ્ય પછી ટાળવો પડી શકે છે. પરિવરમાં કોઈને અચાનકથી ધનની જરૂર પડી શકે છે અને બાળકોને લઈને પણ તમારુ ધન ખર્ચ થશે. 
 
અચાનક કેટલાક કામ થશે. ભાગ્યના સહયોગથી તમે તમારી પરેશાનીઓમાં મોટા ભાગ સુધી રાહત મેળવવામાં સક્ષમ હશે. કેટલાક નવા સંસાધનના મોકા મળી શકશે.  સામાજીક રૂપે તમારી ગતિવિધિયોમાં વધારો થશે અને તમે બહારના કામકાજમાં પણ ભાગ લઈ શકશો. 
 
ઉપાય - ધન રાશિના જાતકોએ સૂર્યને અર્ધ્ય પ્રદાન કરવુ અને મંદિરના નિત્ય દર્શન કરો. 
 
મકર રાશિ માટે ઓગસ્ટ 2015 
 
મહિનાનો પ્રથમ ભાગ બીજા ભાગની તુલનામાં કંઈક અનુકૂળ કહી શકાય છે.  તમે ખુદને વધુ અધિર ન થવા દો. પરિસ્થિતિયો તમારા મનને બેચેન કરી શકે છે. આવામાં તમે માનસિક રૂપે બેચેન રહેશો. તમારી અધિકાંશ સમસ્યા દાંપત્ય જીવનમાં થનારા ઉતાર-ચઢાવ અને તમારા સ્વાસ્થ્યને લઈને રહેશે. 
 
ધનની તંગીને કારણે મન મુજબ ખર્ચ ન કરી શકો. આવામાં તમારા કેટલાક કામ પણ રોકાય શકે છે. પણ કેટલીક મદદને કારણે તમે નિર્વાહ યોગ્ય આવકની પ્રાપ્તિ કરી શકશો. બાળકો માટે થોડો સામાન ખરીદશો અને ઘર માટે જરૂરી વસ્તુઓની ખરીદી થશે. 
 
ઉપાય - સફળતા અને સ્થિરતા માટે શનિવારના દિવસે શનિ મંદિર જઈને દર્શન કરો. 

કુંભ રાશિ માટે ઓગસ્ટ 2015 
 
પ્રારંભિક સમય તમારા લાભ વૃદ્ધિને લઈને સચેત રહો. મહેનતનુ ફળ તમને મોડાથી મળશે. શત્રુઓને કારણે તમને ધનહાનિ થઈ શકે છે. વ્યવ્હારમાં કટુતા, મિત્રો પર અતિ વધુ વિશ્વાસ કરતા બચવાનો પ્રયત્ન કરો. આવક પ્રભાવિત થઈ શકે ક હ્હે. વ્યવસાયિક કાર્યો માટે ઋણ પ્રાપ્ત કરશો. 
 
આ સમયે મહેનતમાં કમીના યોગ બનેલા છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે વિદેશી સંપર્ક કામ આવી શકે છે. આ તમારા લાભમાં વૃદ્ધિનું કારણ બની શકે છે.  સંચયને બનાવી રાખવા માટે તમારે ખર્ચ પર નિયંત્રણ મુકવુ જોઈએ. 
 
ઉપાય - વિકલાંગોની મદદ કરો અને તેલનું દાન કરો. 
 
મીન રાશિમાટે ઓગસ્ટ 2015 
 
મીન રાશિવાળાઓ માટે આ સમય સતર્ક રહીને કામ કરવાનો છે. કાર્યોમાં અવરોધ અને બાધા આવવાની શક્યતાઓ વધુ છે. તમે મહિનાના મધ્ય સુધી કોઈ મહત્વપુર્ણ કાર્ય ન કરો. બાળકોને લઈને ચિંતા રહી શકે છે. મનમાં ભટકાવની સ્થિતિ રહેશે.  પ્રેમ સંબંધો માટે સમય પ્રતિકૂળ છે.  જીવનસાથી સાથે સંબંધ સામાન્ય રહેશે. સંબંધીઓ સાથે મેલ-મેળાપ થશે. મધ્ય મહિના પછીથી તમારા સાસરિયા પક્ષના લોકો તમારા વ્યક્તિગત જીવનમાં દખલ કરવાનો પ્રયત્ન કરશે. તમે સમજદારીથી કામ લો અને શાંત રહો. 
 
ઉપાય - દેવ સ્થાન પર ધાર્મિક કાર્યોમાં ભાગ લો અને નારાયણ જાપ કરો.