શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: શનિવાર, 14 માર્ચ 2015 (17:33 IST)

આ શુભ મુહુર્તમાં શરૂ કરશો કામ તો ચોક્કસ સફળતા મળશે

જ્યોતિષશાસ્ત્રમાં શુભ મુહુર્ત પર વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. કાર્યના શુભારંભ માટે અનેક પ્રકારના મુહુર્ત જોવામાં આવે છે. કોઈ સારા સમયની પસંદગી કરીને કરવામાં આવેલ કાર્ય જ મુહુર્ત કહેવાય છે. મુહુર્ત પંચાગના પાંચ અંગો વગર અધૂરુ છે.   પંચાગ મતલબ પંચ અંગ જેવા કે તિથિ, વાર, યોગ, નક્ષત્ર, કરણ થી મળીને જ શુભ યોગનુ નિર્માણ થાય છે. જેને આપણે મુહુર્ત કહીએ છીએ. આનુ એક સાથે હોવુ યોગ કહેવાય છે. 
 
ચંદ્રમા અને મુહુર્ત 
 
શુભ કાર્યનો પ્રારંભ કરતા પહેલા(ચંદ્રમા)નો વિચાર કરવો જોઈએ. જાતકને પોતાની રાશિ ખબર હોવી જોઈએ. યાદ રહે ગોચરનો ચંદ્રમા જાતકની જન્મરાશિ સાથે ચોથા આઠમા અને બારમા (4, 8, 12) ન હોવી જોઈએ. જો આવુ હોય છે તો અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન શુભ કાર્ય પણ ત્યાગવા યોગ્ય છે. 
 
અમૃત યોગ 
 
રવિવાર-હસ્ત, સોમવાર-મૃગશિરા, મંગળવાર-અશ્વિની, બુધવાર-અનુરાધા, ગુરૂવાર-પુષ્ય, શુક્રવાર-રેવતી, શનિવાર-રોહિણી જો આ વારોના નક્ષત્ર પણ સમાન હોય તો અમૃત યોગ કહેવાય છે. જેવા કે રવિવારે હસ્ત નક્ષત્ર હોય તો શુભ કહેવાય છે. આ યોગ શુભ હોય છે. 
 
પુષ્ય યોગ 
 
રવિ પુષ્ય યોગ : રવિવારે પુષ્ય નક્ષત્ર સંયોગ રવિ પુષ્ય યોગનુ નિર્માણ કરે ચેહ જે કે સારો યોગ માનવામાં આવે છે. 
ગુરૂ પુષ્ય યોગ : ગુરૂવારે પુષ્ય નક્ષત્ર ગુરૂ પુષ્ય યોગનુ નિર્માણ કરે છે જે વ્યાપારિક દ્રષ્ટિકોણથી શુભ રહે છે. 
 
ચોઘડિયા મુહુર્ત 
 
આ બધા યોગ કોઈ વિશેષ સંયોગને કારણે બને છે. કોઈ કાર્યનો શુભારંભ કરવો જરૂરી છે. પણ શુભ યોગ નથી બની રહ્યો. આ સ્થિતિમાં ચોઘડિયા કામમાં લેવામાં આવે છે. જે 1:30 કલાકનો હોય છે અને આ દરમિયાન રાહુકાળનો ત્યાગ કરવો જોઈએ. લાભ, અમૃત, શુભ, ચંચલ આ ચોઘડિયા શુભ માનવામાં આવે છે.  
 
અભિજીત મુહુર્ત 
 
વિદ્વાનો મુજબ સ્થાનિક સમય મુજબ બપોરે 11 વાગીને 45 મિનિટથી 12 વાગીને 15મિનિટના વચ્ચે આ મુહુર્ત હોય છે. આ મુહુર્તમાં કરવામાં આવેલ કાર્ય શુભ હોય છે. પણ બુધવારે અભિજીત મુહુર્તમાં કોઈપણ શુભ કાર્ય પ્રારંભ ન કરવુ જોઈએ.