શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

જ્યોતિષશાસ્ત્ર : વર્ષગાંઠની શુભેચ્છા રાત્રે 12વાગ્યે આપવી શુભ નથી

તમારા મિત્ર અને બહેનપણીઓની વર્ષગાંઠ છે. તમે એ બદલ તેમને શુભેચ્છા પાઠવો છો, આ શુભેચ્છા આપતી વખતે થોડો વિચાર કરો અને રાતે 12 વાગે શુભેચ્છા આપવાનુ ટાળો. રાત્રે 12 વાગે શુભેચ્છા આપવી યોગ્ય નથી. આ શુભેચ્છા તેમને ફળદાયી નીવડતી નથી. તેને કારણે તમે આપેલી શુભેચ્છા નિર્રથક સાબિત થાય છે. હવે તમે કહેશો કે શુભેચ્છા ક્યારે આપવી... તો જરૂર વાંચો.. 

તમારા જીવનમાં જન્મદિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. તેથી આ દિવસે તમે ખૂબ ખુશ રહો છો. વર્ષગાંઠ ઉજવો છો. કેટલાક લોકો પોતાની વર્ષગાંઠ ગરીબ કુટુંબ કે ગરીબ બાળકો સાથે ઉજવે છે તો કેટલાક લોકો વર્ષગાંઠના દિવસે ખાદ્ય પદાર્થ કે ભેટ સોગાદો વહેંચે છે. કેટલાક લોકો સમાજસેવાનુ કામ કરે છે. રક્તદાન કરે છે. તેથી વર્ષગાંઠની શુભેચ્છા આપનારી વ્યક્તિની ભાવનાત્મક રૂપે આપણી સાથે જોડાયેલી હોય છે.

આજકાલ તો સગાસંબંધી હોય કે મિત્રો દરેકને આપણે વર્ષગાંઠની શુભેચ્છા આપીએ છીએ. પણ જલ્દી શુભેચ્છા આપવાના ચક્કરમાં રાત્રે 12 વાગ્યે શુભેચ્છા આપવાની રીત વઘતી જાય છે, વિશેષ કરીને યુવાઓમાં આ વધુ જોવા મળે છે.

ભારતીય શાસ્ત્ર અને ધર્મ સમજશો તો ધ્યાનમાં આવશે કે આ રીત ખૂબ જ ખોટી અને અયોગ્ય છે. રાત્રે 12 વાગે વાતાવરણમાં રજ અને તમના ગુણો પ્રબળ હોય છે. આ સમયે નકારાત્મક શક્તિ વધુ પ્રભાવશાળી હોય છે. તેને કારણે રાત્રે 12 વાગે આપેલી શુભેચ્છા લાભદાયક નથી હોતી.

હિન્દુ સંસ્કૃતિમુજબ દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સવારનો સમય જ ઋષિ મુનીઓના સાધનાનો હોય છે. આ વખતે વાતાવરણ સાત્વિક વધુ હોય છે. સૂર્યોદય સમયે આપેલી શુભેચ્છા વધુ ફળદાયક હોય છે. તેથી વર્ષગાંઠની શુભેચ્છા રાત્રે 12 વાગતા ન આપતા સવારે આપવી યોગ્ય કહેવાય છે.