Widgets Magazine

કુંડળીમાં ગ્રહોની ખરાબ દશાથી બચવા લાલ કિતાબના ટોટકા અપનાવો

સોમવાર, 23 જાન્યુઆરી 2017 (17:25 IST)

Widgets Magazine
kundali

ગ્રહો માનવજીવનને બહુ અસર કરે છે. આ ઉપાયો કરતા પહેલા જન્મકુંડળીનો અભ્યાસ ધ્યાનથી કરી લો. ત્યારબાદ  તેના સંબંધિત ઉપાયો કરો. 
 
1. જો જન્મકુંડળીમાં ચન્દ્ર અને રાહુ સાથે હોય તો સૂજીની ખીર બનાવી એમા મધ નાખી છોકરીઓને ખવડાવવો પછી તમે પણ ખાવ.
 
2. શુક્ર અને શનિ કુંડળીમાં સાથે હોય તો દેવીના ચરણોમાં નારિયેળ ભેટ કરો. 
 
3.  ગુરૂ અને સુર્ય કુંડળીમાં કયાં પણ સાથે બેઠા હોય તો પીપળમાં જળ ચઢાવો . 
 
4. જો કુંડળીમાં શનિને કારણ અશુભતા હોય તો આ અશુભતા સંતાન પર હોય તો કન્યાઓને ભોજન કરાવો .
 
5. જો મંગળના કારણે દુર્ઘટના, કોર્ટના કેસ, સંતાન પ્રાપ્તિને લઇને મુશ્કેલી કે સંતાન ના લગ્નમાં વિલંબ થાય તો મીઠી પુરી બનાવી ગાયને ખવડાવો એના પછી ભિખારીને વહેંચી દો . જવને દૂધમાં પલાળી વાટી લો પછી એમાં ખાંડ નાખી 
 
ગોળીઓ બનાવી સવારે નદી કે તળાવમાં માછલીઓને ખવડાવો .
 
6.  શુક્ર ગ્રહના કારણ લગ્ન જીવન કષ્ટમય હોય, કલેશનુ વાતાવરણ હોય તો ભૈરવની ઉપાસના કરો. કૃષ્ણપક્ષના પહેલા દિવસથી રાત્રે ભૈરવના 108 જાપ કરી સૂઈ જાવ. શુક્ર ગ્રહ યોગ્ય જગ્યાએ આવી જશે.
 
7. શનિની  અશુભતા દૂર કરવા માટે ગાયની સેવા કરો. ગાયને નિત્ય સ્નાન કરાવો, જુવાર મિક્સ કરી ચારો ખવડાવો વડીલો તરફથી આશીર્વાદ મેળવો.
 
8. રાહુ ગ્રહ માટે સરસિયાનું તેલ અને કાળા તલનુ દાન કરો . કેતુ માટે અડદની દાળ કોઇ બ્રહ્મચારી માણસને દાન કરો  અને ચન્દ્રની પૂજા કરો.
 
9. શનિની સહાયતા મેળવા તેલનુ દાન કરો. તેલથી બનેલા ભોજન ભિખારીને ખવડાવવાથી ધન ધાન્યની હાનિ નહી થાય.
 
 
10 . જો કુંડળીમાં રાહુ ગ્રહ પાચમા ભાવે સ્થિત હોય તો કોઇપણ માણસને પૈસા ઉધાર ન આપશો. આવુ કરવાથી પૈસા ડુબી જશે. તમારી પાસે જે ધન હશે તે પણ ગુમાવવુ પડશે. જો આવુ થઈ જાય તો શિવની ઉપાસના દ્વારા એમને પ્રસન્ન કરો. ઘરમાં શિવની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરો લાભ થશે. 
 
11. જો કુંડળીમાં ચન્દ્ર્મા સાતમા ભાવે છે તો ધ્રર્મશાળા કે મંદિરનું નિર્માણ ન કરશો. આવુ કરવાથી મિલકતમાં નુકશાન   અને તમને સંપત્તિથી અલગ થવુ પડશે.
 
12. જો કુંડળીમાં સુર્ય ગ્રહ દસમા, સાતમા અને છઠા ભાવમાં છે તો લાલ કિતાબ પ્રમાણે અશુભ પ્રભાવ આપશે . જેથી ધનની કમી અને શારીરિક રોગોથી ગ્રસ્ત રહેશો. આ માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. તાંબા કે ઘઉનું દાન કરો. 
 
તામસી પદાર્થોનુ સેવન નિષેધ છે. રવિવારે ગોળ અને તાંબુ જળમાં પ્રવાહિત કરો. 
  
 આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2017

મેષ - * ભાગ્યશાળી અંક 7, ભાગ્યશાળી રંગ - વાદળી તમારી સૂઝબૂઝ અને હોશિયારીથી સફળતા સુધી ...

news

દૂધના 7 ટોટકા , જે મિનિટોમાં અસર જોવા મળશે

જયોતિષમાં દૂધને ચન્દ્રમાનો કારક ગ્રહ ગણાય છે. એમાં ખાંડ મિક્સ કરી મંગલ અને કેસર કે હળદર ...

news

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું ...

news

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ ...