શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : સોમવાર, 1 મે 2017 (10:04 IST)

Jyotish 2017 - શુ તમારો જન્મ મે મહિનામાં થયો છે ? તો જાણો કેવા છો તમે

તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ કરવાની પ્રવૃત્તિ પ્રબળ હોય છે. તેઓ સ્વભાવથી રાજસી હોય છે. 
 
બીજા શબ્દોમાં કહી શકાય કે તેમને દરેક વસ્તુ શાહી અંદાજમાં જોઈએ, પણ આની આશા તેઓ બીજા પાસેથી આખે છે. જેવુ કે તેમને ઘર ચોખ્ખુ જોઈએ છે તો તેઓ ઘરના અન્ય સભ્યો પાસેથી તેની આશા કરે કે તેઓ ઘર સ્વચ્છ રાખે. તેમની એક ખાસિયત એ હોય છે કે તેઓને હજારોની વચ્ચે પણ ઓળખી શકાય છે, કારણ કે તેમનુ આકર્ષક વ્યક્તિત્વ બધાનું ધ્યાન ખેંચે છે. 
 
ઘરમાં ભલે તેઓ અસ્તવ્યસ્ત રહેતા હોય પણ ઘરની બહાર તેમની છબિ સુવ્યવસ્થિત માનવામાં આવે છે. જેનુ એક કારણ એ છે કે તેમનું ડ્રેસિંગ સેંસ ગજબનું હોય છે. તેઓ કાયમ સુંદર દેખાવ માટે પ્રેરિત રહે છે. અપોઝિટ સેક્સ માટે તેઓ કાયમ એક રહસ્ય બની રહે છે. 
 
મે મા જન્મેલ યુવક યુવતીઓમાં ખાસ ક્વોલિટી એ છે કે તેઓ રોમાંસના બાબતે સિદ્ધાંતવાદી હોય છે. છિછોરાપણું તેમને નથી આવડતુ. પ્રેમના ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કરવાને તેમની ઈચ્છા હોય છે. ઘણી વાતોમાં મે માં જન્મેલા યુવા એકદમ પરંપરાવાદી હોય છે. મે માં જન્મેલી છોકરીઓ મોટાભાગે ડોમિનેટિંગ જોવા મળી છે. જીભની પાક્કી હોય છે. દોસ્તી નિભાવવામાં તેમનો કોઈ જવાબ નથી. પ્રેમ હોય કે લગ્ન, સેક્સ તેમને માટે ગંભીર વિષય છે. રસપ્રદ નહી. લગ્ન પહેલા સીમા ઓળંગવી તેમને પસંદ નથી. 
 
આ મહિનામાં જન્મેલા યુવા જર્નાલિસ્ટ, લેખક, કમ્પ્યુટર એંજીનિયર, પાયલોટ, ડોક્ટર કે સફળ પ્રશાસનિક અધિકારી હોય છે. રાજનીતિમાં સફળતા મુશ્કેલીથી મળે છે. પરંતુ જો મળી ગઈ તો મૃત્યુ પછી પણ યશ અપાવે છે. છોકરીઓ ફેશન ડિઝાઈનર પણ હોય છે. અગાઉ બતાવ્યુ ને કે તેમનું ડ્રેસિંગ સેંસ ગજબનું હોય છે 
 
મે માં જન્મેલી મહિલાઓ સુપર ઈગોથી પણ ગ્રસ્ત હોય છે. ઓવર સેંસેટિવ અને વારેઘડીયે રિસાય જાય છે. તેમની અંદર પ્રેમનો અસીમ સાગર હલેસા માએ છે, જેને ફક્ત નિકટના લોકો જ સમજી શકે છે. બહારના લોકો માટે આ કઠોર જ જોવા મળે છે. 
 
કોઈના પ્રત્યે એક વાર તેમનો વિશ્વાસ તૂટી જાય તો ફરીથી નથી જોડી શકાતો. તેમને જો સફળતા મેળવવી છે અને બધાના પ્રિય બનવુ હોય તો પોતાનો સુપર ઈગો ત્યાગી દેવો જોઈએ. એકસ્ટ્રીમમાં ડિવોશન પણ તેમની બેડ ક્વોલિટી જ કહેવાય છે. જો તેઓ બ્લેસ્ડ બિહેવિયર અપનાવે તો તેમનાથી વ્હાલું દુનિયામાં કોઈ નહી. પોતાનું બધુ જ ન્યોછાવર કરવાની ટેવમાં પણ સુધારો લાવવો જોઈએ. 
 
મે માં જન્મેલા કેટલાક લોકો મોટા ભાગે બીજા માટે એટલુ બધુ કરી દે છે કે સામેવાળો તેમની કદર નથી કરતો અને તેમના ભોળપણનો ફાયદો ઉઠાવે છે. તેમના શત્રુઓની સંખ્યા પણ વધુ હોય છે. કારણ કે આવા લોકો દિલથી સાફ હોય છે. તેથી તેઓ સામેવાળાને ખોટું લાગશે કે નહી તે વિચાર્યા વગર જ પોતાના મનની વાત કહી દે છે. તેમણે પોતાનું જ ચલાવ્યા કરવાની ટેવ પણ છોડવી પડશે. બીજાને મહત્વ આપતા શીખો, તમારુ મહત્વ આપમેળે જ વધી જશે. 
 
લકી નંબર : 2, 3, 7. 8 
લકી કલર : વ્હાઈટ, ડાર્ક બ્લ્યુ, મેહંદી 
લકી ડે : સંડે, મંડે, સેટરડે 
લકી સ્ટોન : બ્લૂ, ટોપાઝ 
 
સલાહ : રોજ સૂર્યને પાણી ચઢાવો, શિવની આરાધના કરો.