માસિક રાશિફળ જાન્યુઆરી 2017 - જાણો કેવો રહેશે વર્ષનો પ્રથમ મહિનો તમારે માટે

શનિવાર, 31 ડિસેમ્બર 2016 (14:24 IST)

Widgets Magazine

મેષ - મેષ રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત સારી રહેશે. પ્રેમ સંબંધો માટે સારો સમય છે. વૈવાહિક જીવન સારુ રહેશે પણ ગુરૂ અને બુઘના વક્રી હોવાને કારણે અને પંચમ ભાવમાં ગુરૂ રાહુની યુતિને કારણે બુદ્ધિ અત્યંત જ નકારાત્મક રહેશે. આ ક્યાયથી પણ શુભ સૂચક નથી. માટે ખાસ કરીને જેમનો પંચમ ભાવ ખરાબ છે કે એકાદ બે વાર ગર્ભપાત થઈ ચુક્યો છે તેમને ખૂબ સાવધાની રાખતી પડશે.  જો રાહુ કે કેતુની દશા પણ હોય તો ગર્ભ રક્ષા અનુષ્ઠાન કરાવો. 
 
સાવધાની - ધૈર્યથી કામ લો  યોગ ધ્યાન કરો. ખોટા વ્યસનો અને ખરાબ સંગતથી દૂર રહો. 
ઉપચાર - જો રાહુની દશા હોય તો રાહુની વૈદિક શાંતિ કરાવો અને ગર્ભવતી મહિલાઓ પોતાનુ વિશેષ ધ્યાન રાખે.
 
વૃષભ રાશિફળ - બુદ્ધિથી સંબંધિત 3 ગ્રહોના વિપરિત હોવાને કારણે વિચારોમાં ઉથલ પાથલ રહેશે. પારિવારિક સુખમાં ભારે કમી અનુભવશો. પણ ભાગીદારો અને જીવનસાથીને કારણે ભાગ્યમાં ઉન્નતિ થશે. કાર્ય-વેપારમાં સારી વૃદ્ધિ થશે. પણ પરિવારમાં કોઈના સ્વાસ્થ્યની સમસ્યા ઉભી થઈ શકે છે. જો હ્રદય સંબંધિત સમસ્યા છે તો બિલકુલ બેદરકારી ન કરો અને જ્યોતિષની સાથે સાથે મેડિકલ સારવાર તરત લો. 
 
સાવધાની - સ્વાસ્થ્યનો ખૂબ ખ્યાલ રાખો. પોતાનો પણ અને પરિવારના લોકોનો પણ.  વ્યસનથી દૂર રહો. 
 ઉપચાર - ચંદ્રમાનો ઉપચાર કરો. આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો અને જો ગુરૂની દશા પણ ચાલી રહી હોય તો ગુરૂની વૈદિક શાંતિ કરાવો. 
 
મિથુન રાશિફળ - વિચાર નકારાત્મક દિશામાં જવાનો સંકેત આપી રહી છે. જેના કારણે થોડુ ખોટુ અને નકારાત્મક દિશામાં જવાનો સંકેત આપી રહી છે. જેને કારણે થોડુ ખોટુ અને નકારાત્મક નિર્ણય થઈ શકે છે. શક્ય છે કે તેનુ પરિણામ તમને તત્કાલ સમજમાં ન આવે પણ પછી તેમ તમને ભારે નુકશાન અને કષ્ટ થશે. તેથી મોટા નિર્ણય ખૂબ સમજી વિચારીને અને આધ્યાત્મિકતા સાથે લો અને કોઈની મદદ કરો તો તેનો દુરૂપયોગ ન કરો. ધનના મામલા આ મહિનો સારો રહેશે અને પરાક્રમ તેમજ ભાગ્યનો ખૂબ સાથ રહેશે. ફક્ત બુદ્ધિ ખોટી દિશામાં જઈ શકે છે. સાવધ રહો.. 
 
સાવધાની - મન અને વિચાર પર નિયંત્રણ રાખો 
ઉપચાર - ભગવાન ગણેશની આરાધના કરો.. દૂર્વા ચઢાવો. 
 
કર્ક રાશિફળ - આવકમાં ભારે કમીના સંકેત ગ્રહો આપી રહ્યા છે. વાણી પર વધુ નિયંત્રણ રાખો કારણ કે આ દૂષિત હોઈ શકે છે.  મન ચંચલ રહેશે અને આ સમય તમે તમારા નિકટના લોકોને કષ્ટ પહોંચાડી શકો છો. તમે એકદમ ભાવુક સ્વભાવના છો અને સા સમયે આ ભાવુકતા વધુ વધી જશે. તેથી તેના પર એકદમ જ નિયંત્રણ રાખવાની જરૂર પડશે. મોટા આર્થિક નિર્ણયો ટાળી દો. ધનની હાનિ શક્ય છે. શિક્ષા હરીફાઈમાં સફળ થવા માટે ખૂબ મહેનત કરો. 
 
સાવધાની - મન પર નિયંત્રણ રાખો. ભાવુક્તાથી બચો અને બોલતી વખતે ધ્યાન રાખો. 
ઉપચાર - ચંદ્રમાની ઉપાસના કરો. રાત્રે અર્ધ્ય આપો. ચાંદીના વાસણમાં પાણી પીવો. રોગની સ્થિતિમાં ખીરથી હવન કરો અને વધુ પરેશાની હોય તો ચંદ્રમાની વૈદિક શાંતિ કરાવો. 
 
સિંહ રાશીફળ - મહિનાના અંતિમ અડધા ભાગમાં ગુરૂના વક્રી હોવાને કારણે અને જો કુંડળીમાં બુઘ પણ વક્રી છે અને રાહુનો સંબંધ જો પંચમ કે લગ્ન સાથે છે તો આ સમયે તમારી બુદ્ધિ ખૂબ જ નકારાત્મક બની શકે છે.  ખૂબ જ સાવધાનીની જરૂર છે. ભાગીદારો સાથે, પરિવારના સભ્યો અને નિકટના લોકો સાથે વાદ વિવાદ થવાની પ્રબળ શક્યતાઓ બની રહી છે.  સંતાન પક્ષ સાથે પણ કોઈ પ્રકારની માનસિક કષ્ટ મળવાની શક્યતા બની રહી છે. એક સારી આ સમયે એ છે કે તમારુ મનોબળ ખૂબ વધુ રહેશે અને કામ કરવાની ઈચ્છા ખૂબ પ્રબળ રહેશે. તેથી જો આ સમયે તમે તમારી દિશા અને વિચારને ઠીક રાખશો તો આ સમયે વધુ ઉન્નતિ કરી શકો છો. 
 
સાવધાની - તમારી વાણી, ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. 
ઉપચાર - ગરિષ્ઠ પદાર્થોનુ સેવન અને વ્યસનથી દૂર રહો. રાહુ અનિયંત્રિત થઈ શકે છે અને જો રાહુ કે કેતુની દશા ચાલી રહી હોય તો રુદ્રાભિષેક કરાવો કે પછી સર્વોત્તમ એ રહેશે કે રાહુની વૈદિક શાંતિ કરાવો. કારણ કે રાહુ આખુ વર્ષ તમારા લગ્ન પર રહેવાનો છે. આવામાં શારીરિક હાનિ થવાની શક્યતા પ્રબળ રહેશે. 
 
કન્યા રાશીફળ - આ મહિનામાં અત્યાધિક ભ્રમણની શક્યતા બની રહી છે.  જો તમે ટેલીકોમ, ગેસ, પેટ્રોલિયમ અને ઈન્ટરનેટ સાથે સંબંધિત કાર્યો સાથે જોડાયેલા છો તો ખૂબ લાભની શક્યતા બની રહી છે.  દૂરના કાર્યોને વિદેશી સંબંધોથી ખૂબ ફાયદો થશે.  આર્થિક મામલે લાભ અને કર્જની સ્થિતિથી છુટકારો મળવાના યોગ પણ બની રહ્યા છે. એક સમસ્યા જે દેખાય રહી છે એ છે તમારા પેટ કે કમર સાથે કે નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત સમસ્યા છે. કષ્ટ કે ઓપરેશનની સ્થિતિ બની શકે છે. 
 
સાવધાની - ખાવા-પીવામાં પરેજ રાખો. રાત્રિના સમયે યાત્રા કરવામાં સાવધાની રાખો. 
 ઉપચાર - કેતુ માટે કંબલ કે તિલ - ગોળથી બનેલી મીઠાઈયો કે સરસિયાના તેલનુ દાન કરો. જો જન્મ કુંડળીમાં પણ કેતુ અષ્ટમ કે છઠ્ઠામાં બેસ્યો છે અને કેતુની દશા ચાલી રહી છે તો કેતુની વૈદિક શાંતિ કરાવો. 
 
તુલા રાશિફળ -  આ મહિનો તુલા લગ્નના જાતકોને ઘણુ બધુ આપવા માટે આતુર  છે. આવકના વધુ સ્ત્રોતો બનવાની પ્રબળ શક્યતા બની રહી છે. જે લોકો રાજનૈતિક કે સમાજીક જીવન સાથે જોડાયેલા છે તેમને ખૂબ લાભની શક્યતા છે.  આ મહિનો સંતાનના મામલે કોઈ સારા સંકેત નથી આપી રહ્યો. તેથી આ મહિને સાવધાની રાખો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ વધુ ધ્યાન રાખવાની જરૂર પડશે.  નવા કાર્ય કરવા કે નવી નોકરી પ્રાપ્ત કરવા માટે પણ આ સમય ખૂબ સારો છે.  કાર્ય ક્ષમતા ખૂબ વધેલી રહેશે. ટૂંકમાં એક સારો  મહિનો જવાના સંકેત ગ્રહો આપી રહ્યા છે. 
 
સાવધાની - ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે સમય થોડો સંવેદનશીલ છે.. સાવધાની રાખો. 
 ઉપચાર - ભગવાન શિવની આરાધના કરો અને આ મહિને એક વાર ભૈરવ મંદિર જરૂર જઈ આવો. 
 
વૃશ્ચિક રાશીફળ - આ સમય ખૂબ પ્રભાવશાળી નથી. જીવન સાથી સાથે સંબંધોજ્ને સારા રાખવાની સલાહ છે. જો નવા સંબંધોની શોધમાં છો કે વૈવાહિક પ્રસ્તાવના આપવાનુ વિચારી રહ્યા છો તો રોકાય જાવ. પરેશાનીઓ રાહ જોઈ રહી છે. ગુરૂ જ્યા સુધી વક્રી છે ત્યા સુધી આર્થિક મામલે ખૂબ જ સતર્કતા રાખો અને કોઈ જોખમ ન ઉઠાવો. સ્થાન પરિવર્તનના પ્રબળ યોગ  બની રહ્યા ક હ્હે. 
 
સાવધાની - આર્થિક મામલામાં અને સંબંધોના માલે ખૂબ જ સતર્કતા રાખો અને ઉત્તેજનામાં આવીને કોઈ નિર્ણય ન કરો. 
 ઉપચાર - શનિ અને હનુમાનની ઉપાસના અને આરાધના કરો તેમજ વધુ પરેશાની હોય તો ભગવાન શિવનુ પૂજન કરો અને રુદ્રાભિષેક કરાવો. 
 
ધન રાશીફળ - બુદ્ધિ વિપરિત થઈ શકે છે. વિચારની દિશા યોગ્ય નથી રહેવાની. તેથી મોટા આર્થિક નિર્ણયો અને કોઈ નવા કાર્યનો પ્રારંભ ન કરવાની સલાહ છે.  કોઈ મોટા કર્ય કે પ્રોજેક્ટને કરવાની પ્રબળ ઈચ્છા થશે અને તમે તેનુ અમલીકરણ પર કરી શકો છો પણ અંતિમ સફળતા શંકાસ્પદ છે.  વિદ્યાર્થીઓનુ મન થોડુ ભટકેલુ રહેશે કે પછી એમ કહો કે અભ્યાસમાં મન નહી લાગે અને ચંચળતા રહેશે.  યાત્રા થવાની શક્યતા છે. આનંદ પણ લેશો પણ તેનો  કોઈ સાર નથી મતલબ સમય અને ધન વેડફાશે. શારીરિક કષ્ટ થવાની શક્યતા પણ બની રહી છે અને ધાર્મિકતાથી વિમુખ થઈ શકો છો. ધનની અવરજવર સામાન્ય રહેશે. 
 
સાવધાની - મન પર નિયંત્રણ રાખો. યોગ ધ્યાનની મદદ લો. ગળી વસ્તુઓથી દૂર રહો. નહી તો લીવર સંબંધી સમસ્યા ઉભી થઈ શકે છે. 
 ઉપચાર - ગળી વસ્તુઓ ઓછી ખાવ. જો શુક્ર કે શનિની દશા હોય અને કુંડળીમાં ગુરૂની સ્થિતિ સારી ન હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને વધુ પરેશાની હોય તો ગુરૂને વૈદિક શાંતિ કરાવો. 
 
મકર રાશિફળ - અષ્ટમની સ્થિતિ સારી નથી. તેથી તમારા લીવર અને પેટનુ ધ્યાન રાખો. જો મંગળ કે ગુરૂની દશા ચાલી રહી છે તો સ્વાસ્થ્ય મામલે ખૂબ સતર્ક રહો. ધનની સ્થિતિ સારી રહેશે અને આવક સારી રહેશે. પણ સ્વાસ્થ્યનો  મામલો સંવેદનશીલ છે. 
 
સાવધાની - મંગળ/ગુરૂની દશા હોય તો ખૂબ સાવધ રહો. 
 ઉપચાર - સ્વાસ્થ્ય મામલે મહામૃત્યુંજયનો અનુષ્ઠાન કરો. 
 
કુંભ રાશી - જીવનસાથીના સ્વાસ્થ્યની કે સંબધોની ખૂબ જ સમસ્યા દેખાય રહી છે. વિવાહન પ્રસ્તાવ વગેરે માટે આ સમય બિલકુલ યોગ્ય નથી. સારુ રહેશે થોડા સમય માટે તેને ટાળી દો. કારણ કે સંબંધો બનતા બનતા તૂટી શકે છે. પણ નિરાશ ન થાવ આ સમય થોડો લાંબો જરૂર રહેશે પણ બદલાશે જરૂર. કાર્ય વેપારમા પણ ખૂબ સતર્ક રહેવાની સલાહ છે. 
 
સાવધાની - જરૂરી વ્યાપારિક કરાર અને વૈવાહિક પ્રસ્તાવોને થોડા સમય માટે ટાળી દો. 
 ઉપચાર - જો જન્મ કુંડળીમાં પણ સપ્તમેશ ખરાબ છે કે કુંડળી મેળવ્યા વગર વિવાહ થયો છે તો તમારી પરેશાની ખૂબ વધવાની છે. સારુ રહેશે કે તમે સપ્તમેશની શાંતિ કરાવો અથવા મા કાત્યાયનીનુ અનુષ્ઠાન કરાવો. 
 
મીન રાશીફળ - કોઈ ઓંચિતી સ્થિતિને કારણે કર્જની સ્થિતિ બની શકે છે. ધનના મામલે આ સમય સામાન્ય છે પણ કર્જ લેવાથી બચો. મોટા ભાઈ અને પિતા સાથે સંબંધો મામલે સતર્કતા રાખો. સ્વાસ્થ્યના મામલે ખૂબ સતર્કતા રાખવાની સલાહ છે. 
 
સાવધાની - વાર્તાલાપ દરમિયાન સાવધાની રાખો અને સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. 
 ઉપચાર - ગુરૂ સંબંધી દાન કરો જેવા કે ગોળ, ચણાની દાળ, પીળા કપડા વગેરે. વિશેષ પરિસ્થિતિમાં સલાહ લઈને ઉપચાર કરો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

વાર્ષિક રાશિફળ 2017 - જાણો નવા વર્ષમાં તમારો બિઝનેસ, લવ, અભ્યાસ અને કેરિયર વિશે...

વર્ષ 2017માં મેષ રાશિના જાતકોએ પોતાની આર્થિક સ્થિતિને સારી કરવા માટે તમારે કઠોર પરિશ્રમ ...

news

વૃષભ રાશિફળ 2017 - વૃષભ રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ- વર્ષ 2017માં તમારું સ્વાસ્થય સારું રહેશે પણ પેટના રોગો પ્રત્યે બેદરકારી ન રાખવી. ...

news

મેષ રાશિફળ 2017 - મેષ રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - તમે ફિઝિકલ શ્રમને બદલે મેંટલ શ્રમ વધુ કરશો. વાત વાત પર ગુસ્સો કરવાથી તમારી ...

news

મૂલાંક-1 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ Numerology Horoscope 2017

શું તમે જાણો છો કે વર્ષ 2017 કે વર્ષ 2017 તમારા માટે કેવું રહેશે ? તમારી પાસે તમારા જન્મ ...

Widgets Magazine