શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (17:18 IST)

11 ફેબ્રુઆરીની સવારે લાગશે 2017નુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, રહો સાવધ

આવતીકાલે 11 ફેબ્રુઆઈ શનિવારે પહેલા ચંદ્ર ગ્રહણ લાગશે. ચન્દ્ર ગ્રહણનુ સ્થાનીક સમય કંઈક આ પ્રકારનો રહેશે. 10 ફેબ્રુઆરીના રોજ ઉપચ્છાયાથી પહેલાઅ સ્પર્શ 20:34:15,  પરમગ્રાસ ચન્દ્ર ગ્રહણ  22:43:53. 11 ફેબ્રુઆરીને ઉપચ્છાયાથી અંતિમ સ્પર્શ, 00:53:26, ઉપચ્છાયાનો સમય 4 કલાક 19 મિનિટ્સ 10 સેકંડ. આ ગ્રહણ પર સૂતક લાગૂ નહી થાય. બાળકો, વૃદ્ધો અને અસ્વસ્થ લોકો પર પણ આનો કોઈ પ્રભાવ નહી થાય. આ ગ્રહણ પર સૂતક લાગૂ નહી થાય.   નાસા  મુજબ ભારત, યૂરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકા, પ્રશાંત મહાસાગર, અટલાંટિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક, એંટાર્કટિકાના મોટાભાગના ભાગમાં આ ચંદ્ર ગ્રહણ દેખાશે. 
 
આ દરમિયાન રાખો કેટલીક સાવધાનીયો 
 
- ગ્રહણના દિવસે કોઈને પણ ઉધાર ન આપશો 
- ગ્રહણ લાગતા પહેલા જેટલો પૈસો જોઈએ એટલો પૈસો કાઢીને બાજુ પર મુકી દો. 
- તિજોરીને સફેદ કપડાથી ઢાંકી દો. 
- એક ચાંદીના ચોકોર ટુકડો ગંગા જળમાં નાખીને ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થાપિત કરી દો. 
- ગ્રહણ કાલમાં તિજોરીને સ્પર્શ ન કરો. 
- નારિયળ, બદામ અને 2 રૂપિયાનો સિક્કો કોઈ ગરીબને ગ્રહણ કાળમાં ભેટ કરી દો. 
- લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરો. 
- ૐ લક્ષ્મીભ્યો નમ: 
- મંત્રનો 108 વાર જાપ કરવા ઉપરાંત દુકાનદારી કરો. 
 
લક્ષ્મીની વૃદ્ધિ જરૂર થાય છે. 
ૐ શ્રી શુકલે મહાશુકલે નિવાસે. શ્રી મહાલક્ષ્મી નમો: નમ: 
 
આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.  તેનાથી મા ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના આર્થિક સંકટ દૂર થાય છે. 
 
રોજ કરવામાં ગયેલા જાપ-પાઠ, હવન-યજ્ઞ અને મંત્રોના અનુષ્ઠાન કરવા ઉપરાંત પણ એ ફળ પ્રાપ્ત નથી થતુ જે ફક્ત ગ્રહણના સમયે જપવા પર અક્ષય પુણ્ય મળી જાય છે. ગ્રહણ લાગતા પહેલા અને બે દિવસ પછી સુધીના સંક્રમણ કાળમાં કોઈ શુભકાર્ય, વિવાહ, નિર્માણ, નવા વ્યવસાયની શરૂઆત  સગાઈ લાંબી અવધિનુ રોકાણ, મકાનનો સોદો કે એડવાંસ, આંદોલન, ધરણા-પ્રદર્શન વગેરે ન કરવા જોઈએ.