Video માસિક રાશિફળ સપ્ટેમ્બર 2017 - જાણો કેવો રહેશે સપ્ટેમ્બર મહિનો તમારે માટે

શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (11:29 IST)

Widgets Magazine
astro 2017

આ મહિનો મા દુર્ગાનો છે.. તેથી આ મહિનો ખાસ પણ છે.. મોટાભાગના લોકો માટે આ મહિનો શુભ રહેવાનો છે.. તો ચાલો આજે જોઈએ તમારી રાશિ મુજબ કેવો રહેશે  સપ્ટેમ્બર મહિનો તમારે માટે... 
મેષ  આ મહિનો તમારે માટે ઉતાર ચઢાવભર્યો રહેશે. શરૂઆતમાં બિનજરૂરી સમસ્યાઓ તમને કે પછી તમારા કોઈ પરિજનને પરેશાન કરી શકે છે જો કે પાછળથી સ્થિતિ અનુકૂળ થઈ જશે. જો તમે રાજનીતિમાં છો તો તમારે માટે સમય શુભ ફળ આપનારો છે. તમારા રાજનીતિક પક્ષને મજબૂત કરવામાં તમે સફળ થઈ શકો છો. નોકરિયાત અને વેપારી વર્ગ માટે સમય શુભ ફળ આપનારો છે. 
તારીખ 4, 12 શુભ છે, 19 અશુભ છે  
શિવ આરાધના લાભપ્રદ રહેશે.
 
વૃષભ - આ મહિનો તમારે માટે થોડો રાહતભર્યો છે.  અગાઉની કોઈ સમસ્યા હોય તો તેમા રાહત મળવાની શક્યતા છે આ મહિને તમે ઉત્સાહ અને પરાક્રમમાં વધારો થશે અને આગળ વધવાની પ્રવૃત્તિ વધશે.  સ્થાયી સંપત્તિ જમીન વગેરે સંબંધિત વિવાદ થવાની શક્યતા છે.  
તારીખ 9, 21 શુભ છે 15 અશુભ છે 
દેવી આરાધના લાભપ્રદ રહેશે 
 
મિથુન - આ મહિનો તમારે માટે સામાન્ય અનુકૂળ ફળ આપનારો રહેશે. કાર્યમાં અપેક્ષા મુજબ સફળતા પ્રાપ્તિ શક્ય છે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળશે.  આવકમાં વધારો કરવાની તક મળશે.  આ મહિને તમારી ધાર્મિક રૂચિ પણ વધશે. પારિવારિક દ્રષ્ટિએ આ સમય ઉત્તમ ફળ આપનારો બની રહ્યો છે.  નોકરિયાત વર્ગ માટે સમય ખૂબ શુભ રહેશે. 
તારીખ  7, 16 શુભ છે, 10 અશુભ છે  
શ્રીકૃષ્ણ આરાધના લાભપ્રદ રહેશે.
 
કર્ક - આ મહિનો તમારે માટે ઉતાર ચઢાવપૂર્ણ રહેશે. આ સમય તમને તમારી વાણીમાં સયમ રાખવો પડશે. આકસ્મિક રૂપે તનાવ અને ચિંતાના યોગ હાલ બન્યા રહેશે. ધાર્મિક મુદ્દામાં તમારી સક્રિયતા રહી શકે છે. નોકરિયાત વર્ગ માટે આ સમય મધ્યમ ફળ આપનારો છે. વધુ કામના બોજને કારણે તમે તનાવગ્રસ્ત રહી શકો છો 
તારીખ 12, 20 શુભ છે, 7 અશુભ છે 
શિવ-શક્તિની આરાધના લાભપ્રદ રહેશે. 
 
સિંહ - આ મહિનો ગયા મહિનાની તુલનામાં તમારે માટે ખૂબ સારો રહેવાની શક્યતા છે. ધાર્મિક અને પારિવારિક ગતિવિધિઓમાં સક્રિયતા વધશે.  જો કે આ મહિને તમારા સ્વભાવમાં ગુસ્સો રહી શકે છે.  તમારા આ વ્યવ્હાર પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરો..આવકમાં વૃદ્ધિની યોજનાઓનો અમલ થશે.  પ્રેમ પ્રસંગોમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. નોકરિયાત અને વ્યાપારી વર્ગ માટે આ સમય અનુકૂળ રહેશે. 
તારીખ. 1, 30 શુભ છે, 10 અશુભ છે  
રાધા કૃષ્ણની આરાધના લાભપ્રદ રહેશે
 
કન્યા - આ મહિને તમારે સાવધાની પૂર્વક રહેવાની જરૂર છે. બીજા પર વધુ વિશ્વાસ ન કરો.. નિયમો અને કાયદાઓનુ ઉલ્લંઘન કરવુ તમારે માટે ઘાતક સાબિત થઈ શકે છે.  જેને કારણે કોઈ દંડ લાગવાની શક્યતા બની રહી છે. કોઈ સરકરી નિર્ણય આદેશ અને કોર્ટના નિર્ણયથી પરેશાની થઈ શકે છે. અચાનક ખર્ચના યોગ પણ બની રહ્યા છે.  અધિકારી તમારી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. 
તારીખ. 6, 21 શુભ છે, 18 અશુભ છે 
ગાયત્રી મંત્ર લાભપ્રદ રહેશે. 
 
તુલા - આ મહિને તમારી મોટાભાગની ઈચ્છાઓ પૂરી થઈ જશે. અચાનક ધનલાભ થશે. જો કે આ મહિને આવક પ્રાપ્તિમાં ઉતારચઢાવ પણ જોવા મળી શકે છે.  સમાજમાં તમારુ સન્માન વધશે.  આ મહિને તમે કોઈ પારિવારિક યાત્રા પર જઈ શકો છો. 
તારીખ. 3, 18 શુભ છે 14 અશુભ છે  
રાધા કૃષ્ણની આરાધના લાભપ્રદ રહેશે
 
વૃશ્ચિક - ધાર્મિક અને પારિવારિક કાર્યક્રમોમાં હાલ તમે વ્યસ્ત રહી શકો છો.  ગોચરીય સ્થિતિઓમાં પરિવર્તન થવાથી તમારા કાર્યમાં આવતા અવરોધો હવે ઝડપથી સમાપ્ત થવાના યોગ છે.  ભવિષ્યની યોજનાઓ બનાવી શકો છો. ઘરમાં માંગલિક કાર્યક્રમોનુ આયોજન થશે. 
તારીખ 10, 17 શુભ છે, 4 અશુભ છે  
હનુમાનજીની આરાધના લાભપ્રદ રહેશે. 
 
ધનુ - આ મહિને તમે આજીવિકાને લઈને થોડા પરેશાન રહેશો. આવકમાં અવરોધના યોગ બની રહ્યા છે. નિયમિત આવક પ્રાપ્તિમાં પણ તમે પરેશાની અનુભવ કરી શકો છો.  આ સંબંધમાં તમારે થોડુ સતર્ક રહેવાની જરૂર છે.  જો કે તમારે તેને લઈને વધુ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આ થોડા સમયની પરેશાની છે. ગ્રહ ગોચરમાં પરિવર્તનને કારણે સ્થિતિયો બદલવા માંડશે 
તારીખ. 8, 26 શુભ છે, 3 અશુભ છે 
રામરક્ષા સ્ત્રોતનો પાઠ લાભપ્રદ રહેશે. 
 
મકર - આ મહિને તમારે સાવધાની રાખવાની જરૂર છે. જોખમપૂર્ણ કાર્યોથી બચવુ જોઈએ. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. આ દ્રષ્ટિથી જોવા જઈએ તો સમય અનુકૂળ નથી  પારિવારિક અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.. ભાગીદારો પર વધુ વિશ્વાસ ન કરો. 
તારીખ  5, 21 શુભ છે, 10 અશુભ છે
શિવ-શક્તિની આરાધના લાભપ્રદ રહેશે. 
 
કુંભ - આ મહિને તમને પારિવારિક પરેશાનીઓ સતાવી શકે છે.  ધાર્મિક અને સામાજીક મામલે તમે વ્યસ્ત રહેશો. આ સમય તમારે યોજના મુજબ કાર્ય કરવુ જોઈએ. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધિયો પર હ આવી થવાની શક્યતા છે. વેપારી વર્ગ માટે સમય થોડો ચિંતાજનક રહેશે. 
તારીખ. 11, 22 શુભ છે, 20 અશુભ છે. 
શ્રી રાધા-કૃષ્ણની આરાધના લાભપ્રદ રહેશે.
 
મીન - આ મહિને તમે કોઈ આકસ્મિક સમસ્યામાં ફસાઈ શકો છો. કોઈની સાથે વિવાદ થઈ શકે છે.  કેસ જેવી સ્થિતિ પણ આવી શકે છે. તેથી ખુદને કાબુમાં રાખો. કોઈ સરકારી નિર્ણયથી તનાવ રહેશ્ કાર્યમાં અવરોધ આવશે. જે કારણે તમારા પર નિરાશા હાવી થઈ શકે છે. 
તારીખ. 4, 18 શુભ છે. 10 અ શુભ છે 
ગુરૂ આરાધના લાભપ્રદ રહેશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Jyotish - તમારા નામમાં એક અક્ષર બે કે તેથી વધુ વાર આવે છે તો...

બાળકના જન્મ લીધા પછી તેનુ નામ મુકવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાળકનુ નામ જન્મ કુંડળીના ...

news

દૂધનો આ નાનકડો ઉપાય કરવાથી ઘરમાં નહી આવે કોઈ કમી

દરેક ઈચ્છે છે કે મા લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધ સાથે ...

news

ટોટકા - કાળી મરીના પાંચ દાણાનો ચમત્કાર

કેટલાક લોકો સાથે એવું થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતાં ધન લાભ ઓછો મળે છે. આથી માણસને ...

news

Palmistry Tips - તમારા હાથમાં છે આ નિશાન તો તમે છો સ્પેશ્યલ

લોકોમાં હસ્તરેખા મુજબ પોતાનુ ભવિષ્ય જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. જ્યોતિષમાં હસ્તરેખા ...

Widgets Magazine