શનિ રાશિ પરિવર્તન 2020 સુધી - જાણો કંઈ રાશિ પર બેસશે શનિની પનોતી

Last Updated: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (10:09 IST)
26 ઓક્ટોબરથી શનિ અઢી વર્ષ માટે ધનુ રાશિમાં આવી ગયો છે. હવે 24 જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે.
શનિના રાશિ પરૈવર્તનથી કેટલાક લોકોને પ્રમોશન ધન લાભ અને અચાનક મોટી સફળતા મળી શકે છે. શનિના પ્રભાવથી નોકરિયાત લોકોને અચાનક મોટુ પદ મળી શકે છે. બીજી બાજુ કેટલાક લોકોને માટે આ સમય પરેશાનીઓવાળો રહેશે.
શનિ ન્યાયનો કારક ગ્રહ છે. આ કારણે કેટલાક લોકોને કારણ વગર કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે. શનિને કારણે ધન હાનિ અને સ્થાન પરિવર્તનના પણ યોગ બને છે.

મેષ - કાર્યક્ષેત્ર માટે સમય અનુકૂળ હોઈ શકે છે. નોકરિયાત લોકો સ્વિચ કરવા ઈચ્છી રહ્યા છો તો સમય સારો છે. ફાયદો અને સફળતા બંને મળશે. બિઝનેસમાં પણ ફાયદો થવાનો સમય છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. મોટા સોદા અને લેવડ દેવડમાં નસીબનો સાથ મળશે.
પ્રોપર્ટી સંબંધી કાર્યોમાં પણ ફાયદો થવાના યોગ બની રહ્યા છે. રોકાયેલો પૈસો પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. લોન લેવી પડી શકે છે. પણ સમયસર ચુકાવી પણ દેશો. સરકારી કામકારમાં સાવધ રહો. પેનલ્ટી કે કોઈ પ્રકારની ચાલાન ચુકવણી કરવાના યોગ બની રહ્યા છે. કેટલીક યાત્રામાં નુકશાન થવાની શક્યતા છે. સમજેલા કાર્ય પૂરા ન થવાથી દુખી પણ થઈ શકો છો. સાથે કામ કરનારા લોકોથી સાવધ રહો.. કોઈ પ્રકારનુ ઈંફ્ફેશન કે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. નકારાત્મકા ઓછી કરવા માટે લોખંડના વાસણ અને કાળા કપડાનુ દાન કરો

વૃષભ - વૃષભ રાશિના જાતકો કાર્યમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિને લઈને સંઘર્ષ થઈ શકે છે. ઈનકમ વધારવા માટે કોઈ અન્ય કાર્ય પણ શરૂ કરી શકો છો. શેર કમોડિટી વગેરેમાં પૈસા લગાવવાથી બચો. ગેરકાયદેસર કામોથી દૂર રહો. નહિ તો વિવાદમાં પડી શકો છો. આખ કાન અને ગળા કે પેટ સંબંધી રોગ પણ થવાની શક્યતા છે. ગૃહસ્થ વિવાહેતર સંબંધ બનાવવાથી બચો. કોર્ટ કચેરીના મામલે નિર્ણય આવી શકે છે. નકારાત્મકતા ઓછી કરવા માટે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવનો દીવો પ્રગટાવો

મિથુન રાશિ - મિથુન રાશિના જાતકો માટે સમય સારો નથી. રાજનીતિ કે સામાજીક રૂપથી સક્રિય જાતક સાવધાન રહે. પ્રતિષ્ઠા પર આંચ આવી શકે છે. સટ્ટાબાજીથી દૂર રહો. પત્નીને કરણે ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે.
સમજી વિચારીને બોલો. ખર્ચ વધી શકે છે. પરિજનોનું આરોગ્ય ખરાબ થઈ શકે છે.
તેમના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન રહેશો. કેટલીક અપ્રિય ઘટનાઓના પણ યોગ છે. ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે.
વિવાહ યોગ્ય જાતકો માટે શનિ અવરોધ ઉભો કરશે. મકાન લેવાનો વિચાર કરી રહ્યા છો તો સફળતા મળી શકે છે. નકારાત્મકતા ઓછી કરવા માટે કૂતરાને રોટલી અને પક્ષીઓને અનાજ ખવડાવો.


આ પણ વાંચો :