1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2017 (14:44 IST)

Palmistry - અચાનક ધનવાન બનાવે છે હથેળી પર બનેલુ વર્તુળનુ ચિન્હ

હસ્તરેખા જ્યોતિષમાં રેખાઓ, પર્વતો, આંગળીઓ, અંગૂઠા, નખ વગેરેની સાથે સાથે ચિન્હોનુ પણ પોતાનુ જુદુ મહત્વ હોય છે. આ હસ્ત ચિન્હ જોઈને કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ, ભાગ્ય કે સ્વાસ્થ્ય સંબંધી અનેક વાતોની જાણ થાય છે. હથેળીમાં રહેલા આવા મુખ્યત આઠ ચિન્હ હોય છે. ત્રિભુજ, ક્રોસ, બિંદુ,  વર્તુળ, દ્વીપ, વર્ગ, જાળ અને નક્ષત્ર. હાથમાં બનેલ ગોળાકારની આકૃતિને વૃત્ત કહેવાય છે. શાસ્ત્રોમાં આ ગોળ આકૃતિને સૂર્યના કન્દુકના નામથી ઓળખવામાં આવે છે.   એવુ કહેવાય છે કે જે કોઈના હાથમાં આ આકૃતિ બની હોય છે તેને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે. 
 
1. હસ્તરેખા જ્યોતિષમાં એવુ કહેવામાં આવે છે કે જો કોઈ જાતકને ગુરૂ પર્વત પર  વર્તુળનુ નિશાન બન્યુ હોય તો એ જાતકનો વ્યવ્હાર પ્રભાવશાળી હોય છે. આવા લોકો પોતાના દમ પર મહેનત અને પ્રતિભાથી સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. 
 
2. બીજી બાજુ કોઈ જાતકના શનિ પર્વત પર  વર્તુળનુ નિશાન બન્યુ હોય તો એ જાતકને જીવનમાં અચાનક ધનની પ્રાપ્તિ થાય છે. જેવી કે લોટરી વગેરે લાગવાથી.. 
 
3. હસ્તરેખા જ્યોતિષમાં જો કોઈ જાતકને સૂર્ય પર્વત પર  વર્તુળનુ નિશાન હોય તો આવા જાતક જીવનમાં સાત્વિક વિચારોવાળા હોય છે. પોતાના વિચારોના કારણ જે આ વિશ્વમાં પ્રસિદ્ધ વ્યક્તિ બને છે. 
 
4. જો કોઈ જાતકના બુદ્ધ પર્વત પર વૃત્તનુ ચિન્હ હોય તો જાતકને વેપારમાં ભારે ધન લાભ થાય છે. જાતકને તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. 
 
5. જો કોઈ જાતકને ચંદ્ર પર્વત પર  વર્તુળનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિને પાણીનો ભય હોય છે. આવા લોકોએ પાણીથી બચીને રહેવુ જોઈએ. 
 
6. આમ તો મંગળ છેત્ર પર  વર્તુળનુ ચિન્હ જાતકને કાયર અને ડરપોક બનાવી દે છે.