વર્ષ 2017માં જો તમને ધન જોઈતુ હોય તો રાશિ મુજબ કરો આ સહેલા ઉપાય

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (13:29 IST)

Widgets Magazine
astro 2017


વર્ષ 2017ની શરૂઆત થવામાં હવે બસ થોડો જ સમય બચ્યો છે.  આવતુ વર્ષ તમારી માટે કેવુ રહેશે આ ભવિષ્યવાણી જાણવા માટે બધા પ્રયાસ કરી રહ્યા છે. અમે તમને બતાવી દઈએ કે આવનારો સમય કેવો હશે તેને મોટાભાગે આપણુ કર્મ જ નક્કી કરે છે.  તમે ખરાબ કરતા જાવો અને બીજાની નિંદા કરવામાં વ્યસ્ત રહેશે તો તમારો આવનારો સમય સુખદ ક્યારેય નહી થઈ શકે. તમારા સારા સમય માટે કેટલાક સારા કર્મ પણ કરવા પડશે. 
 
તો આવો અમે તમને બતાવી દઈએ કે વર્ષ 2017માં ધન મેળવવા, 2017ને સારુ બનાવવા માટે તમારે અત્યારથી જ કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ. આ ઉપાયો તમારી રાશિ મુજબ છે. 
 
વર્ષ 2017માં ધન મેળવવા માટે ઉપાય 
 
1. મેષ - દર બુધવારે તમે ગાયને નમન કરો અને ગાયને લીલી અને તાજી ઘાસ ખવડાવો. સાથે જ આ દિવસે તમે ગણપતિજી સામે લીલા દૂર્વાની 21 કૂંપળો પણ મુકવાની છે. વર્ષ 2017ને તમારે માટે ગાય અને ગણેશ ભગવાન સ્પેશ્યલ બનાવી દેશે.  તમારા આ કાર્યના શુભ પરિણામ તમને જલ્દી મળવા માંડશે. 
 
2 વૃષ -  
 
દર શુક્રવારે તમે ગરીબ અને જરૂરિયાત લોકોને સફેદ વસ્તુનુ દાન કરો સથે જ વિશેષ રૂપે શુક્રવારે તમે કોઈ આંધળી વ્યક્તિને 1 વાડકી ખીર ખવડાવો. તમારુ આગામી વર્ષ તમને લાભ જ લાભ આપશે. માતા લક્ષ્મીજીનુ પૂજન પણ શુક્રવારે જરૂર કરો.  
 
3. મિથુન - મિથુન રાશિના લોકો માટે આગામી વર્ષ થોડુ વધુ કષ્ટકારી બની શકે છે. તેથી તમારે દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈને ઘી નો દીવો પ્રગટાવવો શરૂ કરી દેવો જોઈએ. સાથે જ દરરોજ તમારે ઓછામાં ઓછા 5 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવો પડશે. સારુ રહેશે કે કોઈ ગરીબ અને હનુમાન ભક્તને કોઈ મોટા હનુમાન મંદિર સુધી તમારા ખર્ચે લઈ જાવ. 
 
4. કર્ક - દર સોમવારે દાન કરો. સાથે જ કર્ક રાશિના જાતકે કોઈ સિદ્ધ મંદિરમાં શિવનો અભિષેક કરવો જોઈએ.  સાથે જ દરરોજ ઓછામાં ઓછા 108 વાર મહામૃત્યુન્જયં મંત્રનો જાપ કરતા રહો. 
 
5. સિંહ - સિંહ રાશિના જાતકોનો જો બૃહસ્પતિ શક્તિશાળી બની રહેશે તો તમને કરોડપતિ પણ બનાવી શકે છે. સારુ રહેશે કે તમે અત્યારથી જ રોજ ભગવાન સૂર્યને સવાર સવારે સ્નાન કર્યા પછી અર્ક આપો અને સાથે જ ગુરૂવારે પીળી વસ્તુનુ દાન કરો. 
 
6. કન્યા - કન્યા રાશિવાળા જો વર્ષ 2017માં ખુદને સર્વોત્તમ બનાવવા માંગે છે તો તેમણે ભગવાન રામની પૂજા અને રામ નામનો જાપ કરવો શરૂ કરી દેવો જોઈએ. આગામી સમયમાં તમારો અહંકાર વધવાની શક્યતા છે. જે તમને પતન તરફ લઈ જશે. સારુ રહેશે કે તમે રામાયણનો રોજ પાઠ કરો. 
 
 
7. તુલા - શનિવારના દિવસે તમે શનિ ભગવાન ઉપર તેલનો અભિષેક કરો. સાથે જ શનિવારે કાળી વસ્તુઓનુ દાન કરો. સારુ રહેશે કે તમે તમારા શનિને યોગ્ય કરી લો.  શનિ ચાલી વાંચવુ પણ તમારે માટે સર્વોત્તમ રહેશે. 
 
8. વૃશ્ચિક - તમને જો વર્ષ 2017માં ધન અને સ્વાસ્થ્યનો લાભ પ્રાપ્ત કરવો હોય તો તમે તમારા મંગળને શક્તિ પ્રદાન કરો. માસ મદિરા અને પારકી સ્ત્રીથી દૂર રહો. સાથે જ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં ઘી નો દીવો જરૂર પ્રગટાવો. 
ૐ હનુમતે નમ: નો જાપ રોજ ઓછામાં ઓછો 108 વાર કરો. 
 
9. ધનુ - ભગવાન કૃષ્ણના કળયુગી રૂપની પૂજા કરવી તમારે માટે અતિ શુભ રહેશે. બાબા ખાટૂ શ્યામની પૂજા તમારા વર્ષ 2107માં ધન સાથે બધા પ્રકારના સુખ પ્રાપ્ત કરાવી શકે છે. તમે ખાટૂ શ્યામજીની પૂજા કરો અને તેમના મંદિરમાં જરૂર જાવ. 
 
10. મકર - જાનવરો જેવો તમારો વ્યવ્હાર તમને આગામી વર્ષે તમને દુખ આપી શકે છે.  તમે હંમેશા બીજાની પાછળ ચાલવુ પસંદ કરો છો. તમે હવે આ વર્ષે શિવ ભગવાનની પૂજા કરવી શરૂ કરી દો. ૐ નમ: શિવાય મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા 1000 વાર કરો. 
 
11. કુંભ - જો તમારે આગામી વર્ષે સુખ અને ચેનથી વીતાવવુ છે તો તમે સૌ પહેલા ગરીબોની મદદ કરવી શરૂ કરી દો. માછલીઓને દાણા નાખવા અને કીડીઓને લોટ ખવડાવો. સાથે જ ભગવાન કૃષ્ણની પૂજા કરો. આવનારો સમય તમને લાભ જ લાભ આપશે. 
 
12. મીન. આગામી સમય ઉત્તમ કરવા માટે તમારે પૂર્વ કર્મોની લેવડદેવડ કરવી પડશે. તમારી ભૂલો તમારા પતનનુ કારણ બની  રહી છે. હનુમાનની પૂજા રોજ કરો અને આ ક્રમમાં માતાનુ ધ્યાન પણ કરો. મંગળવાર અને શનિવારના દિવસે વધુ સચેત રહો.  આ બંને પૂજા તમારી આવનારો સમય સારો કરી શકે છે. 
 
 
આ છે વર્ષ 2017માં ધન મેળવવવાના ઉપાય - આ રીતે 12 રાશિઓના હિસાબથી તમે વર્ષ 2017માં ધન મેળવવા માટે ઉપાય પસંદ કરી શકો છો. ચોક્કસ રૂપે તમારે આવનારા વર્ષ 2017માં ધન મેળવવા માટેના આ ઉપાય અત્યારથી શરૂ કરવાના છે જેથી તમારો આવનારો સમય ઉત્તમ થઈ જાય. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

તુલા રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - વર્ષ 2017 હેલ્થના હિસાબથી પ્રતિકૂળ રહી શકે છે. જાડાપણાથી પીડિત લોકોને ...

news

સ્વસ્તિક(સાથિયો)ના 7 ઉપાય જે બદલી નાખશે તમારુ નસીબ

સનાતન ધર્મમાં સ્વાસ્તિકને પરબ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે. પુરાણોમાં સ્વસ્તિકને ધનની ...

news

નવ વર્ષ 2017માં નસીબ ચમકાવવુ હોય તો કરો રાશિ મુજબ આ સરળ ઉપાય

નવુ વર્ષ 2017માં ધન લાભ અને બધી સુખ-સુવિદ્યા મેળવવા માટે અહી બતાવવામાં આવેલ રાશિ મુજબ ...

news

કન્યા રાશિફળ 2017 - કન્યા રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ- વર્ષ 2017 હેલ્થના હિસાબથી વધુ સારુ નથી. તમને અનિદ્રાની ફરીયાદ રહી શકે છે. મોસમી ...

Widgets Magazine