શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (11:40 IST)

સાપ્તાહિક રાશિફળ - 5 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી 2017

મેષ- આ અઠવાડિયા 5 અને 6 ફેબ્રુઆરીની બપોર સુધી ગુરૂ ભાગ્યવૃદ્ધિમા, કાર્યક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં શુભ રહેશે. શુભ તારીખ 5, 6 કાર્યક્ષેત્રમાં મધ્યમ ફળ આપશે. જ્યારે તારીખ 7,8,9,10,11 ના દિવસે શુભ પરિણમા આપશે. આ અઠવાડિયા કાર્યમાં પ્રગતિ થશે. તમારા પારિવારિક સંબંધ , દાંપત્ય જીવનમાં સાર્વજનિક જીવનમાં વ્યાપારિક સંબંધોમાં શુભ પરિણામ જોવા મળશે. આર્થિક લાભમાં અવરોધ આવશે. 
વૃષભ- આર્થિક પરેશાની દૂર થશે પારિવારિક સુખ મળશે. માનસિક શાંતિ અને તરોતાજગી માટે કામ મૂકીને તમારી સાથે પિકનિક કે કયાં બહાર જવાની યોજન બની શકે છે. સરકારથી સંબંધિત કામમાં અટકળો આવશે તો તે દૂર થશે. પિતા તરફથી માર્ગદર્શન મળતું રહેશે. લાંબી અવધિથી ચાલી રહ્યા કાનૂની કેસમાં ફેસલો આવશે. અનૂકૂળ સમયે રહેશે.  5 અને 6 ફેબ્રુઆરી શુભ ,  7,8 ફેબ્રુઆરી અશુભ અને 10,11 ફેબ્રુઆરી તમારા માટે મધ્યમ શુભ રહેશે. 
 
 
મિથુન - આ  અઠવાડિયાની શરૂઆતમાં 5 ફેબ્રુઆરીને મૈત્રી સંબંધો અને આર્થિક લાભ માટે શુભ સમય જોવાઈ રહ્યા છે. 6 અને 7 ફેબ્રુઆરીને માનસિક બેચેની અને વૈચારિક ગડબડી થવાના સંકેત છે. આ સમયે કોઈ પણ નિર્ણય લેવાથી બચવું. આ સમય પરિવારથી દૂર ક્યાં પ્રવાસ પર જવું પડી શકે છે. કોઈ પણ માણસ સાથે વિવાદ ન કરવું. 10,11 ફેબ્રુઆરી પારિવારિક સુખ અને આર્થિક લાભનો સંયોગ બનશે. 
 
 

કર્ક :આ અઠવાડિયા તમારા માટે ઉત્સાહથી ભરપુર રહેશો અને ઝડપી પ્રગતિ કરશો. આ સમયગાળામાં તમે તમારી જાતને પ્રસ્થાપિત કરશો. તમારામાં ઉજાગર થયેલી આવડતો બદલ તમે પ્રતિષ્ઠા પામશો. તમે જીવનમાં સંતુલિત છો અને તમારાં કાર્યો અને વર્તણુક પણ સાતત્યપૂર્ણ રહેશે. લોકો તમારી ઉપર ભરોસો મુકશે અને તમારી સાથે કામ કરવા આતુર રહેશે. તમારો અભિગમ શિસ્તબદ્ધ અને સંયોજિત રહેશે. 9,10 ફેબ્રુઆરીએ પ્રેમ કરવાનાર માટે  શુભ સંકેત છે.
 
 
સિંહ  : તમારો સારો સમય ચાલુ રહેશે. તમે વડીલો અને વધુ અનુભવી લોકોના સંપર્કમાં આવશો અને તેમના પરિચયથી તમને ઘણું બધું નવું શીખવાનું મળશે. 5,6 અને 7 ફેબ્રુઆરીએ કોઈ લાભનો સમાચાર મળવાની શકયતા છે.  તમને કોઇ એક એવા વ્યક્તિનો પણ ભેટો થાય કે જે તમારા ગુરુ બને અને તમને જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો બતાવે. આ સમયગાળામાં તમને પૈસો અને પ્રેમ મળે. આધ્યાત્મિક વિકાસ થાય તથા પરિવારજનો અને આસપાસના લોકોનો આદર પ્રાપ્ત કરી શકશો.
 
 
કન્યા  : તમારી ક્ષમતાનો પરિચય કરાવવાનો આ શ્રેષ્ઠ સમય છે અને આ સમયગાળામાં તમે તમારી જાતને દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરશો અને તમને તમારી ઓળખને આગળ ધપાવવા વધુ મહેનત કરવાની જરૂર પડે.પરિવારના સભ્યો સાથે યાત્રામાં પણ આનંદ પ્રાપ્ત કરશો . 9,10 અને 11 ફેબ્રુઅરી થાક ભરેલા દિવસ સિદ્ધ થઈ શકે છે.  પરીક્ષાઓ વિવિધ સ્વરૂપે લેવાય અને તમે તે બધામાં સાંગોપાંગ પાર ઊતરશો. આ સમયગાળામાં તમે અસાધારણ કૌવત દાખવશો. તમે મહત્વાકાંક્ષી, દૃઢ અને લગભગ નિર્દયપણે તમારા માર્ગે આગળ વધશો.
 

તુલા- આ અઠવાડિયાની શરૂઆતમાં થોડી ગર્મીનો અનુભવ થશે. તેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ પણ માથા ઉઠાવી શકે છે. 6 ફેબ્રુઆરી શારિરિક થાકનો અનુભવ થશે. સ્નાયુમાં દુખાવો થઈ શકે છે. ભાવુકતા અને બેચેનીનો અનુભવ થશે. તારીખ તમારા માટે બિનજરૂરી ખર્ચ અને કાર્યમાં થોડા અટકળનો સંકેત આપી રહી છે. જીવનસાથીના સાથે મતભેદ આપી શકે છે. જ્યાં સુધી શકય હોય મૌન રાખવું અને નિર્ણય લેવામાં સમાધાનકારી રહેવું. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા તમારા માતે સાધારણ અને મધ્યમ ફળદાયી સિદ્ધ થશે.  નવી યોજના બનશે અને નવા કામ માટે સાહસ અને હિમ્મત જાગૃત થશે સર્વ કાર્યમાં વિજય યોગ કહી શકાય છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અચાનક તકલીફ આવશે  કે વચ્ચમાં જ મૂકવાના યોગ પણ બનશે. અપેક્ષિત સફળતા માટે ખૂબ મેહનત કરવી પડશે. 6 ફેબ્રુઆરી શારીરિક થાકનો અનુભવ થશે. 
 
ધનુ- ભાગ્ય સાથ હોવાના કારણે અત્યાર સુધી કરેલા કાર્યના શુભ ફળ મળશે. તમારું વધારે ઉમંગ સાથે કેટલા જ કાર્ય પૂરણ કરવાની પ્રશંસાના ભાગી બનશે. મિત્રો અને ભાઈ બેન સાથે સંબંધોમાં સામીપ્ય વધશે. જૂના મિત્રો સાઅથે મુલાકાત અને તેમના સાથે ફરવાના પ્રબળ યોગ બનતા જોવાઈ રહ્યા છે. આએર્થિક લાભ થવાની શકયતા છે. 
 
 
 

 
મકર- આ અઠવાડિયા તમે કોએ ગેરકાનૂની કાર્ય કરશો તો ફંસવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા અને યશ ઓછું મળશે આ અઠવાડિયા લાભદાયી છે. 9, 10 ફેબ્રુઆરી એ લાઈફ પાર્ટનરથી લાભ થશે અને તેમની સાથે નાની યાત્રાના સંયોગ બનશે. 11 ફેબ્રુઆરી  આર્થિક લાભમાં વૃદ્ધિ થશે.  5 અને 6 ફેબ્રુઆરી લવ લાઈફથી મળવાનું યોગ છે. 
 
કુંભ - આ અઠવાડિયા  તમારી માન - પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મંગળ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ તેમનું ફળ તમને આધાથી ઓછું મળશે.  આવતા સમયમાં તમને લોહી વહેવું ઘા લગવાની કે દુર્ઘટનાની શકયતા વધારે રહેશે. મશીનરીમાં કામ કરતા જાતકને સંભળવું પડશે. સ્વાસ્થય પર ખર્ચની માત્રા વધી શકશે. પોતેને કે કોઈ પરિવારજનને હોસ્પીટલમાં ભરતી થવું પડશે. 
 
મીન- આ  અઠવાડિયા સારું રહેશે. આ અઠવાડિયા ભાગ્યવૃદ્ધિઅ થશે. મનની પ્રસન્નતા વધશે. 7,8 ફેબ્રુઆરી પરિજનથી મનમુટાવના પ્રસંગ બનશે. છાતીમાં દુખાવા થશે. 9, 10 અને 11 ફેબ્રુઆરી કાર્યમાં વિફળતાથી માનસિક અશાંતિ અને હતાશનો અનુભવ થશે. પ્રવાસમાં પણ મુશ્કેલી અને દુર્ઘટનાની શકયતા રહેશે.