શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 30 એપ્રિલ 2017 (08:55 IST)

Weekly astrology-- 30 એપ્રિલ થી 6 મે 2017

મેષ -  આ અઠ્વાડિયા મિશ્રિત ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં યાત્રા-પ્રવાસ, ભૌતિક સુખ અને આર્થિક કે સાર્વજનિક જીવન માટે શુભ જોવાઈ રહ્યા છે. નાણાકીય બાબતે આવક-જાવકનું પ્રમાણ સમાંતર જોવા મળે. કોઈ મોટા ફેરફારની શક્યતા જણાતી નથી. પારિવારિક સદસ્યો સાથે સ્નેહભાવના જળવાઈ રહે. સંતાન અંગે ચિંતા રહે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો ગુંચવાતા જણાય. મહત્ત્વના કોલ-કરારમાં કાળજી દાખવવી. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે.
વૃષભઃ આ અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે ખૂબ  શુભ અને આર્થિક, ધંધાકીય અને નોકરી સંબંધ સફળતા આપતું કરતો બનશે. જે લોકો ની વિદેધ જવાની વાત ચાલી  રહી છે કે આ દિશામાં પ્રયત્નશીળ છે એમના માટે આશાજનક સમય છે. જે પણ વિરોશી પ્રતિસ્પર્ધી કે શત્રુ તમારું અહિત કરવાના વિચાર કરી રહ્યા .તે આ સમયે કઈ પણ બગાડી શકતા નથી. ભેંટ-ઉપહારની લેન-દેન તમારા  આનંદને બમણું કરશે. પ્રિય માણસ સાથે શૉપિંગ , સિનેમા , રોમાંસ, રેસ્તરાંમાં જવાનો કાર્યક્રમ પણ બની શકે છે. સ્વાસ્થય સંબંધમાં સાવધાની રાખવી પડશે 
 
મિથુનઃ આ અઠવાડિયાની શરૂઆત સમય તમારા માટે કામોવેશ આશાવાદી રહેશે. ખાસ કરીને સંતાનની ચિંતા રહેશે અને એમની તરફથી કોઈ દુખદાયી પ્રસંગ બનશે. વિદ્યાર્થીઓને ભણતરમાં વિલંબ કે ભણતર સંબંધિત નિર્ણય લેવામાં દુવિધાની સ્ર્થિતિ રહેશે. પ્રેમ સંબંધના વિષયમાં પણ ચિંતામાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક 
મોર્ચા પર તમને અપેક્ષાથી ઓછું લાભ થશે. 

કર્કઃ આ અઠવાડિયા તમે વ્યસ્ત રહેશો કે રોકાયેલા કાર્યોને પૂર્ણ કરવા માટે અને એમની પ્રગતિ માટે વધારે સક્રિય રહેશો એવું જોવાઈ રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં ભાગ્ય ઉન્નતિ થશે. એવું કોઈ નવું વિચાર કે યુક્તિ તમારા મગજમાં ઉત્પન્ન થશે. કોઈ નવી વસ્તુની ખરીદ થશે કે બીજા કોઈ સંસ્થા કે માણસથી એમની પ્રાપ્તિ થશે ધર્મ કાર્ય કે દેવ દર્શન માટે યાત્રાનો આયોજન કરી શકે છે. 
 સિંહઃ આ અઠવાડિયાની શરૂઆત સમય તમારા માટે કામોવેશ આશાવાદી રહેશે. ખાસ કરીને સંતાનની ચિંતા રહેશે અને એમની તરફથી કોઈ દુખદાયી પ્રસંગ બનશે. વિદ્યાર્થીઓને ભણતરમાં વિલંબ કે ભણતર સંબંધિત નિર્ણય લેવામાં દુવિધાની સ્ર્થિતિ રહેશે. પ્રેમ સંબંધના વિષયમાં પણ ચિંતામાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક 
મોર્ચા પર તમને અપેક્ષાથી ઓછું લાભ થશે. 
 
કન્યાઃ આ અઠવાડિયા તમારા માટે કુલ મિલાવીને લાભદાયી જોવાઈ રહ્યા છે. શરૂઆતી સમયમાં તમારા આર્થિક, ધંધાકીય અને આવક, ઉધાર વસૂલી સંબંધ કામ થશે. તમારા પરિજન વિશેષકરીને વડીલનો માર્ગદર્શનથી મદદ અને માર્ગદર્શન મળશે. ભેંટ-ઉપહારની લેન-દેન તમારા  આનંદને બમણું કરશે. પ્રિય માણસ સાથે શૉપિંગ , સિનેમા , રોમાંસ, રેસ્તરાંમાં જવાનો કાર્યક્રમ પણ બની શકે છે. સ્વાસ્થય સંબંધમાં સાવધાની રાખવી પડશે . 

તુલાઃ નાણાંકીય લાભ માટે અનુકૂળ સમય છે. રાજકારણ સામાજિક જીવનમાં પ્રસિદ્ધિ શકય છે. મહિલાઓ કુટુંબમાં પ્રગતિ થવાથી ઉત્સાહનો અનુભવ કરશે. નાણાંની સગવડતા સચવાશે. મહિલાઓએ ટીકા ટિપ્પણી ટાળવી જરૂરી છે. અપે‌િક્ષત કળા, હુન્નર જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકશો. કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે,
 
વૃશ્ચિકઃ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એક વાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતાઓ પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતા તો વિકસિત કરશો જ. એનો પ્રયોગ પણ કાર્ય સફળતા માટે કરીને સફળતા મેળવી શકશો. આપ પ્રેરક બળ છો અને શાંતિના ચાહક પણ છો. આપના આ ગુણો થકી કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. વેપારમાં આવક વિશે સુખદ અનુભવ થાય.
 
ધનઃ કાર્યક્ષેત્રે સફળતા અનુભવશો. નોકરીની પ્રવૃત્તિઓ યશ અપાવશે. વેપાર માટે સફળતા જણાશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસથી આર્થિક લાભ થાય તેમ છે. કોર્ટ-પ્રશ્નો માટે સફળ માસ છે. ગૃહિણીઓનો પડોશી સાથેનો સંબંધ વધુ સરળ બની રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસની સુખદ અનુભૂતિ પ્રાપ્ત થાય તેમ છે. છાતીના દર્દોમાં રાહત થશે. કુટુંબમાં મતભેદો હળવા થશે. પરસ્પર સંપ અનુભવાય.
 

 
 
મકરઃ શારીરિક- માનસિક આર્થિક તકલીફ, ચિંતા- મુશ્કેલી અનુભવાય, ઘરના કે બહારના કામકાજમાં, નોકરી ધંધાના કામમાં જાગૃતિ- સાવધાની રાખવી, ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય પરંતુ ખાવાપીવામાં વાહન ચલાવવામાં સંભાવું, ઇજા થાય તેવા કામમાં જોખમ ઉભું કરવું નહીં, સંતાનના કામમાં સાનુકૂળતા હળવાશ રહે, તેમના માટે ખર્ચ ખરીદી થાય બહારગામ કે પરદેશમાં રહેતા સગા- સંબંધી મિત્રવર્ગથી આનંદ રહે, આકસ્મિક કોઈને મળવાનું થાય, ઉઘરાણીના નાણાંની વસૂલી પણ આ સપ્તાહમાં શકય છે. મહિલાઓને કીમતી રત્ન આભૂષણની ખરીદીમાં અનુકૂળતા જણાશે.
 
કુંભ : હરોફરો- કામ કરો પરંતુ નોકરી- ધંધાના ઘર પરિવારના કામ અંગે સાંસારિક જીવન અંગે, આરોગ્ય અંગે ચિંતા- બેચેની વ્યગ્રતા રહ્યા કરે કામમાં એકાગ્રતા જળવાય નહીં. વિસ્મૃતિ- ભૂલી જતા હોવ તેમ લાગે. મસ્તક- પેટ- કમરમં- દર્દપીડા જણાય. ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય પરંતુ સગા- સંબંધી મિત્રવર્ગ સાથેના પ્રવાસમાં બહાર જવામાં મનદુઃખ થાય, કોઈની તબિયત અસ્વસ્થતાથી તકલીફ અનુભવાય, બી. પી., ડાયાબીટીસ હોય તેમણે ખાવાપીવામાં સંભાળવું,તમારું વ્યકિતગત અને પારિવારિક જીવન વધુ સારું બને. કામમાંથી ફાયદો મળે. સહ કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. તમે નવા ધંધાકીય સાહસો ખેડી શકશો.
 
મીન :  ધાર્મિક યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતથી આનંદ રહે, પુત્ર- પૌત્રાદિકના પરિવારના કામમાં સાનુકૂળતા રહે, નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વધારાના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધો થાય, આવક થાય પરંતુ રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. પોતાના રોજીંદા કામમાં નવા કામમાં, ઉતાવળ- ઉશ્કેરાટ- વિવાદ કરવો નહિ, કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. તેમાં આપ આપના સાબદા વલણથી બહાર આવી શકશો.