શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

સાપ્તાહિક રાશિફળ - 16 જુલાઈ થી 22 જુલાઈ

મેષ- આ અઠવાડિયાની શરૂઆતથી નવી જવાબદારીઓ મળી શકે છે. સમાચાર તમારા માટે લાભકારી થશે. તમારા વિત્તીય લેવડ-દેવડને લઈને કેટલાક ફેરફાર કરવું જરૂરી છે તમારા સાથીથી નમ્ર થવું. તમારા પ્રિયની વાત સાંભળો. તેની સાથે રહો અને નાની-નાની ખુશીઓથી ખુશ થવાથી પરિવારની સાથે પોતાને પણ શાંતિ મળશે. અભ્યાસ કરતા યુવાઓ માટે આ સમયે પ્રતિયોગી પરીક્ષામાં સફળતાના યોગ ચાલી રહ્યા છે. સપ્તાહાંતમાં કાર્યભાર હોવાના કારણે થોડી થાક થઈ શકે છે. 
ઉપાય- ૐ શં શંનિશ્ચરાય નમ: નો પાઠ કરો અને તલ, સરસવનો દાન કરો. 
બાકીની રાશિ માટે વીડિયો જુઓ ....

 
2.વૃષભ-આ અઠવાડિયે રિલેક્સ રહેવું, લોકોની સાથે સમય ગાળવું અને વગર તનાવ કાર્ય કરવું તમારા માટે ખૂબ અનૂકૂળ સિદ્ધ થશે. આ અઠવાડિયે કોઈ મોટા  વ્યાપારમાં નિવેશ કરવું સારું હશે. આ સમયે તમારા કર્મ અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું અને સંબંધમાં મર્યાદાનો ધ્યાન રાખવું પડશે. અઠવાડિયાના મધ્યમાં કાર્યના સમયે સરકારી તપાસ, માનહાનિ કે પહેલા કરેલ ગેરકાનૂની કાર્યના કારણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવું પડી શકે છે. તમારી ઉપયોગિતાને બનાવી રાખો ત્યારે જ તમારા લક્ષ્યને મેળવી શકશો. ઉપાય 1. માં મહામાયાના દર્શન કરો.. 
 
મિથુન- સંપત્તિ અને બીજા કાર્યથી સંકળાયેલા કાર્ય આ સમયે લંબિત રહેશો. નોકરીયાત તેમના બૉસન આ વ્યવહારથી સુખી થઈ શકે છે. નવા વ્યાપારની શરૂઆત કરવું ફાયદાકારી નહી રહેશે. લગ્ન માટે કોશિશ કરનારને મનપસંદ જીવનસાથી મળવાની શકયતા પ્રબળ છે. બહુ વધારે સામાજિક થવું અને મોજ મસ્તીમાં સમય આપવું હાનિપ્રદ  થશે. આ અઠવાડિયા શહરથી બહાર રહી રહેલા યુવાઓને તેમના માતા-પિતા કે સગાઓથી મળવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થય સંબંધી ધ્યાન રાખવું, આહારમાં નિયંત્રણ રાખો. અને નિયમિતતાનો ધ્યાન આપો. ઉપાય - સરસવના તેલનો દીવો પીપળના ઝાડની પ્રગટાવો. 
 
કર્ક - આ અઠવાડિયે સંતાનથી સંબંધિત તનાવ અને ખર્ચમાં વૃદ્દિ થઈ શકે છે. આ અઠવાડિયે અનિયમિતતા અને મુશ્કેલીઓ ભરેલું થઈ શકે છે. આકસ્મિકતા અને જલ્દીના કારણે જીવન પ્રભાવિત થઈ શકે છે. કોઈ વાતને લઈને જીવનસથીથી થઈ શંકાની જવાબદારી પણ તમારા પર થશે. તમારી વાણીમાં સંયમ રાખો, આ સમયે રાત્રિ જાગરણ, મિત્રો સાથે વધારે સમય ગાળવું અને ઈંટરનેટ ટીવી જેવા ગેજેટના કારણે સ્વાસ્થયમાં મુશ્કેલી થઈ શકે છે. આ અઠવાડિયાના અંતમાં કોઈ હાનિ કે સ્વાસ્થય કષ્ટના કારણે કાર્યમાં મુશ્કેલીની આશંકા છે. 
ઉપાય- સૂર્ય મંત્રનો જાપ કરી સૂર્યને અર્ધ્ય આપી દિવસની શરૂઆત કરો. મીઠા પ્રસાદનો ભોગ વહેંચો. 
 
સિંહ - અઠવાડિયાના પહેલા શરૂના સમયમાં તમને આર્થિક ફાયદો થશે. વ્યવસાયિક સ્થળ પર તકનીકી સ્ટાફ, મજૂર વર્ગ અને પ્રબંધમમી તરફથી તમારું સારું સહયોગ મળશે. કોશિશ કરો કે કોઈ વિદ્વાનથી સલાહ લઈને જ નિર્ણય કરવું નહી તો આ સમયને ટાળો. પૈસાના લેન-દેનના બાબતમાં સારું સમય છે. એક્સ્ટ્રા પૈસા કમાવવાના અવસર મળશે. આ અઠવાડિયાના મધ્યમાં દરરોજના જરૂરત પર કેટલાક વધારે ખર્ચ થઈ શકે છે.પરિવારના કોઈ સભ્યની જૂની કાનૂની ગૂંચવણની ખબર મળશે. ઉપાય- હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
કન્યા- આ સમયે તરત કાર્ય પૂર્ણ હોવાથી તમારા આનંદ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પદોન્નતિ કે મનભાવતું સ્થાન પર સ્થાનાંતરણના સમાચાર મળશે. આ અઠવાડિયાના મધ્યમાં કોઈ વિવાદથી બચવું. વ્યવસાયિક ક્ષેત્રમાં તમને આ સમયે ખૂબ ધન ખર્ચ કરવું પડી શકે છે. કીમતી ઘરેણા, વસ્ત્ર અને સજાવટી સામાનની ખરીદારી થઈ શકે છે. સંતાનની તરફથી ખૂબ મદદ મળશે અને તમને ખુશી થશે કે બાળક તમારુ આદર કરે છે. ઉપાય- મંગળ યંત્રની પૂજા પાઠ કરો. 
 
તુલા- આ અઠવાડિયાના શરૂઆતી બે-ત્રણ દિવસ ખૂબ પરેશાની અને વિવાદના થઈ શકે છે. ધૈર્યથી કાર્ય કરવાથી અઠવાડિયાના મધ્યનો સમય સારું આ અઠવાડિયા વ્યવસાયિક વિસ્તારના કાર્યને વિરામ આપો અને જે અત્યાર સુધી ચાલી રહ્યું છે, તે કાર્યને સાવધાની પૂર્ણ કરવાના પ્રયાસ કરો. પરિણીત લોકોને તેમના પાર્ટનરનો પૂરો સપોર્ટ મળશે અને સંબંધમાં મિઠાસનો અનુભવ પણ થશે. આ અઠવાડિયાના અંતમાં કોઈ જરૂરી કામની વાત બગડકાના કારણે તનાવ અને તેને લઈને વિવાદથી બચવું. સ્વાસ્થય માટે પણ ખાન-પાનમાં સાવધાની રાખો 
ઉપાય- ગુરૂ મંત્રનો આપ કરો. 
 
વૃશ્ચિક- જમીન કે સ્થાયી સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. અભ્યાસના સમયે ઈલેક્ટ્રોનિક ઉપકરનથી દૂરી જરૂરી હશે. આ અઠવાડિયાના મધ્ય ઘરમાં ચાલી રહ્યા તનાવને હળવા કરવાની જવાબદારી તમને જ ભજવી પડશે.  અઠવાડિયાના અંતમાં તમારા વિરોધીને માથું ઉઠાવવાના અવસર ન આપવું. પણ સપ્તાહાંત માં શરૂઆતી વાત કે કર્મ તમારા માટે કષ્ટ અને તનાવના કારણ બની શકે છે. આ કારણે કોઈ પણ કાર્ય કરો તો સાવધાની રાખવી. વિદ્યાર્થી વર્ગને તમારા અભ્યાસમાં નિયમિત અને એકાગ્રતા પર ધ્યાન આપવું પડશે. ઉપાય- કેતુના મંત્રનો જાપ કરો. બાળકોને ટોફી આપો.
 
ધનુ- આ અઠવાડિયાના શરૂઆતી બે-ત્રણ દિવસ તમારા માટે શુભ છે. આ સમયે તમને તમારી મનની વાતને મનવાના અવસર મળી જાશે. આ અઠવાડિયાના મધ્યમાં વડીલ અધિકારીઓને ખુશ કરવામાં સફળતા મળશે. જૂના બૉસના પરત આવવાથી તમને ફાયદો થશે. આ અઠવાદિયે અભ્યાસ કરતા યુવા અને કાર્યરત લોકોમાં એકાગ્રતા વધશેૢ ત્વરિતતાના કારણે ઈજા થવાની શકયતા છે. આ સમયે રોગની ઓળખ પણ થઈ શકે છે. જેના માટે તમને નવા ઉપચાર લેવું પડી શકે છે. ઉપાય - ભિખારીને દાન કરો અને કાળી વસ્તુઓનો દાન કરો. 
 
મકર- આ અઠવાડિયા સમય તમારા અનૂકૂળ છે કાર્યક્ષમતાઓમાં વૃદ્ધિ રહેશે નિવેશ કરવું સારું રહેશે. આ અઠવાસિયાના મધ્યમાં પરિજનના સ્વાસ્થયનો ધ્યાન રાખો. બધા ક્ષેત્રમાં સાવધાની અને વ્યવહારમાં સંતુલંન  રાખી તમારા કાર્ય આરોગ્ય અને સંબંધ બચાવી રાખો. કાર્યભાર વધારે હોવા છતાંય તમને થાક નહી લાગશે અને તમે જોશ અને શક્તિથી ભરાયેલા રહેશો. વિદ્યાર્થી વર્ગ માટે અભ્યાસ સંબંધી ક્ષેત્રમાં કમી જોવાશે. જેનાથી બચવું જોઈએ . 
ઉપાય- રાહુના મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો 
 
કુંભ -  આ અઠવાડિયાના શરૂઆતમાં તમને સુખ શાંતિ અને સફળતા અનુભવશે. ઘરેલૂ અને ધંધાકીય કાર્યમાં તમે પૂર્ણ એકાગ્રતા અને કાર્યક્ષમતાની સાથે જોડાશો. આ સમયે તમારા પ્રતિદંદી તમને કોઈ પણ રીતે હાનિ નહી પહોંચાવી શકશે. જો તમે લાંબા સમયથી કેટલાક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે વિચારી રહ્યા છો તો આગળ વધવું જોઈ કારણકે આ સમયે અનૂકૂળ છે. નવા બનેલા સંબંધમાં અચાનક હાનિની પણ શકયાતા છે. ઉપાય- સૂર્યને અર્ધ્ય આપી દિવસની શરૂઆત કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
મીન- આ અઠવાડિયા તમારા માટે ધૈર્ય અને શાંતિથી તમારા ભાગના કાર્ય કરવાના છે. આ અઠવાડિયા તમને બધા પ્રકારના આવક રોકાઈ શકે છે. પણ સપ્તાહના અંત થોડું લાભકારી છે. જો તમારું ધન ઉધારમાં ફંસાયેલો છે તો આ સમયે પરત મેળવાના પ્રાયસ ન કરવું. આ અઠવાડિયા પારિવારિક ને ધંધાકીય બાબતોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું. ધન સંબંધી લેન-દેન સમય પર કરી લો સંતાન સંબંધી ચિંતાથી આપસમાં તનાવ થઈ શકે છે. તમારા મન ધાર્મિક, આધ્યાત્મિક બાબતો સાથે સમાજ સેવામાં વધારે વ્યસ્ત રહેશે. ઉપાય - હનુમાન મંદિરના દર્શન કરો- લાલ વસ્તુઓનો દાન કરો. webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને