Weekly Astro VIDEO - કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ અને શુ કરવા પડશે તમારે ઉપાયો જુઓ વીડિયો(31 જુલાઈથી 6 ઓગસ્ટ)

Last Updated: સોમવાર, 31 જુલાઈ 2017 (09:41 IST)
મેષ - વ્યવસાયે એક ખોટો નિર્ણય મોંઘો પડી શકે છે. સાવધાન રહો. ઘરેલુ મોરચે કોઈ પાર્ટીમાં તમારી અનુપસ્થિતિને તમારા મિત્ર કે સંબંધી નજરઅંદાજ કરી શકે છે. તમરા સંબંધોમાં દરાર લોકોને જોવા મળી શકે છે. રાત્રે ગાડી ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી હિતકર રહેશે. સ્વાસ્થ્ય સંતોષજનક રહેશે.

શુભ અંક - 7
શુભ રંગ - પીળો
ઉપાય - ગાયને નિયમિત રોટલી ખવડાવો

વૃષભ - તમને એવો અનુભવ થશે કે કોઈ તમારાથી દૂર થઈ રહ્યુ છે. ધંધાકીય ક્ષેત્ર પર તમે કોઈને જાણી જોઈને નજરઅંદાજ કરવાની કોશિશ કરશો તો દેખાય જશે. જો નવુ કામ તમે શરૂ કર્યુ છે તો તે ધાર્યા કરતા વધુ મુશ્કેલ સાબિત થશે. શૈક્ષણિક મોરચા પર જો મુશ્કેલી આવી રહી છે તો તેન દૂર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સંપત્તિને લઈને કોઈ તનાવ લેવાથી બચો. ઘરમાં કોઈ નાનકડા વ્યક્તિથી પડકાર મળી શકે છે. જે તમને પરેશાન કરશે.

શુભ અંક - 18
શુભ રંગ - લાલ
ઉપાય - પીપળાના વૃક્ષને નિયમિત અર્ધ્ય આપો

મિથુન - કોઈ શુભ અવસરની તૈયારી પુરજોશમાં થવાની શક્યતા છે. જો તમે ઘરે જલ્દી જવા માંગો છો તો તમારી ક્ષમતા મુજબ સહેલા કામને પસંદ કરી શકો છો.
શૈક્ષણિક ક્ષેત્રમાં અંતિમ સમયે પ્રતિયોગિતાની તૈયારી મોંઘી સાબિત થઈ શકે છે. સામાજીક મોરચે તમારી લોકપ્રિયતાને કોઈ એવા વ્યક્તિને કારણે ઝટકો લાગી શકે છે જેને તમે પસંદ કરો છો. ગાડી ચલાવતી વખતે સાવધ રહો. સંપત્તિના વિવાદ સાર્વજનિક થશે.
શુભ અંક -22
શુભ રંગ - ગ્રે
ઉપાય - તમે હનુમાન ચાલીસાનો દિવસમાં એકવાર પાઠ જરૂર કરો

કર્કઃ તમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખૂબ મહેનત કરી છે અને તેના મીઠુ ફળ મેળવવાને લાયક હોવા છતાં અત્યાર સુધી તેનાથી વંચિત રહ્યા છો તે હવે તમને મળી જશે... આ સફળતા તમને ભાવનાત્મક અને વ્યાપારિક પ્રયત્નોમાં નવુ બળ પ્રદાન કરશે.. . ચન્દ્ર તમને ઉપલબ્ધિઓ અને વિકાસ અને બીજું ઘણું બધું અપાવશે. . જો કે બધું જ સાવ સરળતાથી મળી જાય એવું નહીં બને. તમને ખૂબ મહેનતની જરૂર પડશે.
શુભ અંક
: 15
શુભ રંગ લીલો
ઉપાય - તમે ગણપતિને રોજ દુર્વા ચઢાવો

સિંહઃ વિકાસ અને સફળતાને માટે તમારે વધુ સંઘર્ષ કરવો પડશે. . તમારા પરથી
જવાબદારીઓ ઓછી થતાં માનસિક દબાણમાં રાહત અનુભવશો અને તમારી જાતને વધુ મહેનત માટે તૈયાર કરશો. ઊર્જા અને સહનશક્તિ પાછી મેળવશો. નિરાંત મળતાં તમે આનંદની લાગણી અનુભવશો અને થોડો સમય પિકનિક અને પાર્ટીમાં
વિતાવશો. મોજમજામાં સમય તણાવરહિત પસાર થશે.
શુભ અંક - 5
શુભ રંગ - આછો લીલો
ઉપાય - તમે રોજ લક્ષ્મીજીને દીવો પ્રગટાવો

કન્યાઃ તમારી
વ્યક્તિગત
છબી અને જાહેર છબી ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. તમે તમારું ઘર, તમારાં કપડાં, તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય બધું જ વ્યવસ્થિત કરવાનું આયોજન હાથ ધરશો. આરોગ્યપ્રદ ખોરાક અને કસરત વગેરેથી જો તમે ઇચ્છિત પરિણામ મેળવો નહી ત્યા સુધી વળગી રહો... પરિવારમાં આનંદના સમાચાર પ્રાપ્ત થશે. સંતાન તરફ ધ્યાન આપવુ જરૂરી છે.
શુભ અંક
: 4
શુભ રંગ : ઘટ્ટ પીળો
ઉપાય - તમે બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરો

તુલાઃ તમારી મનગમતી સફળતા તમને પ્રાપ્ત થશે અને તે મેળવતા તમે આનંદની લાગણી અનુભવશો.
તમે ઘણી તકો તમારા માર્ગમાં આવતી જોવા મળશે.
તકોને પારખો અને તેને તમારી સફળતામાં પરિવર્તિત કરી શકશો. લોકો તમારી સફળતાની પ્રશંસા કરશે. દરેક બાબતે તમારી પ્રભાવી કામગીરીની પણ પ્રશંસા થાય. મોટાભાગનો સમય પિકનિક અને આનંદપ્રમોદ પસાર થશે. પરિવાર સાથેના તમારા સંબંધો પણ વધુ મજબૂત થશે.
શુભ અંક : 6
શુભ રંગ : ભૂરો
ઉપાય - શિવને જળનો અભિષેક કરો

વૃશ્ચિકઃ ઘરમાં અને કાર્ય સ્થળ પર તમારા સંબંધો આનંદદાયક, લાભદાયક અને ઉત્તમ રહેશે. અટકેલા કે વિલંબમાં પડેલા કાર્યો ફરીથી આગળ વઘશે. તમે સાચી વિચારસરણીનું અનુસરણ કરી રહ્યા છો એનો ફાયદો મળશે.
શિષ્ટતા.. સ્વીકારી લેવાનો ભાવ..
અને મિત્રોને તક આપવાની તમારી વૃત્તિને કારણે તમે લોકોના હદયમાં સ્થાન મેળવી શકશો. નાણાકીય ક્ષેત્રે પણ તમને ઘણો ફાયદો થશે.
શુભ અંક - 3
શુભ રંગ : ચોકલેટ
ઉપાય - તમે બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરો


ઘનઃ તમે તમારા વ્યક્તિગત, વ્યવસાયિક અને સ્થાનિક બાબતોને લઈને સલામત સ્થિતિનો અનુભવ કરી રહ્યા છો. તમે તમારી જાતને આત્મવિશ્વાસથી ભરપુર પામી રહ્યા છો. આ સમય તમારા મનમાં નવા સાહસો આકાર લેશે અને તમને તેને અમલમાં મુકવાની શ્રેષ્ઠ અનુભૂતિ થશે. આ બધાનો સરવાળો કરતા જીવનના આનંદપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. પ્રેમીજન સાથેના સંબંધો વધુ ઉષ્માપૂર્ણ અને આત્મીય બનશે.
શુભ અંક : 10
શુભ રંગ
: પીળો

ઉપાય - બ્રાહમને વસ્ત્ર દાન કરો

મકરઃ આ અઠવાડિયે તમે જીવનયાત્રાને વધુ ગતિ સાથે આગળ ધપાવવા પ્રયત્નશીલ રહેશો. પારિવારિક બાબતો અગ્રતાક્રમે રહેશે પણ રોકાણો, ભંડોળ મેળવવું અને અન્ય નાણાકીય આયોજનો પાછળ પણ ઘણા સક્રિય રહેશો. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થાય. એટલે તમને રાહતનો શ્વાસ લેવાની તક મળશે. તમને મળતી સફળતા પાછળ તમારા પરિવાર અને મિત્રોનો પણ મહત્વનો ફાળો રહેશે.

શુભ અંક: 11
શુભ રંગ - ચોકલેટી

ઉપાય - ગરીબને અનાજનુ દાન કરો

કુંભઃ આ સમયે તમે શૂન્ય વિકાસની લાગણી અનુભવશો. પાછલા સમયગાળાની સખત પ્રવૃત્તિઓની સરખામણીએ આ સમયગાળો સાવ મંદગતિનો રહેશે.
તેમજ અગાઉની પ્રગતિના સમયગાળાની સરખામણીએ આ તબક્કે અગત્યના પ્રોજેક્ટો પાછળ ધકેલાતા જોવા મળશે. જેનાથી તમને નિરાશા ઘેરી વળશે. .તમારે એકસાથે ઘણી માગને પહોંચી વળવા માટે રીતસર ઝઝૂમવું પડશે. ભૂખ ન લાગવી, અપચો રહેવો વગેરે જેવી ફરિયાદો રહશે

શુભ અંક - 15
શુભ રંગ - ચોકલેટ
ઉપાય - શનિદેવને તેલ ચઢાવો

મીનઃ સખત મહેનતના કારણે તમારા આત્મવિશ્વાસમાં
વધારો થાય અને તમામ મુશ્કેલીઓને પહોંચી વળવા માટેની પ્રતિબદ્ધતા જન્મે.
તમે ગૌરવપૂર્ણ રીતે
આ સમયગાળામાં દરેક અનુકુળ-પ્રતિકુળ સ્થિતિને પહોંચી વળશો એ વાતમાં જરા પણ
શંકા નથી. પ્રવાસ તમારા માટે જરૂરી અને મહત્વપૂર્ણ બની રહેશે. આ સમયમાં તમારી રોજિંદી આવકમાં વૃદ્ધિ થાય.
શુભ અંક
: 2
શુભ રંગ - સફેદ
ઉપાય - ગણપતિને દુર્વા ચઢાવો


આ પણ વાંચો :