ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

આજની રાશિ પર કૃપા છે મા સિદ્ધિદાત્રીની જણો રાશિફળ 18/10/2018

મેષ-આ૫નો દિવસ મિશ્રિત ફળદાયી નીવડશે. ૫રિવારજનો સાથે બેસીને આ૫ અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરના રાચ રચીલાની અને ગોઠવણીમાં આ૫ને ૫રિવર્તન કરવાનું મન થાય. ઓફિસ કે વ્‍યવસાયમાં ઉ૫રી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થાય. આજે સરકારી લાભ મળવાની પણ શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે મુસાફરી કરવી પડે. કાર્યબોજ વધે. તબિયતમાં થાક સાથે થોડી અસ્‍વસ્‍થતા જણાય. માતાથી લાભ થવાની શક્યતા છે.
 
વૃષભ-આજે આ૫ નવા કાર્યની શરૂઆત કરી શકો. તેમજ નવું કાર્ય કરવાની પ્રેરણા મેળવો. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આ૫નું મન ભક્તિમય બની જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. દૂર વસતા સ્‍નેહી મિત્રોના શુભ સમાચાર સાંપડે. ૫રદેશગમન માટેની શક્યતાઓ ઉભી થાય. વેપાર ધંધામાં આર્થિક લાભ મળી શકે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે.
 
મીથુન-આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવું આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ના મનમાં ક્રોધની લાગણી વ્‍યાપેલી રહેશે. જેના કારણે કંઇ અનિષ્ટ ન કરી બેસો તેનું ધ્યાન રાખવું. બીમાર વ્‍યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓ૫રેશન આજે ન કરાવવું. અનૈતિક કામવૃત્તિ ૫ર સંયમ રાખવો. વધુ ૫ડતા ખર્ચથી આર્થિક ખેંચ વર્તાય. ઘરમાં કે ઓફિસમાં વાણી ૫ર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. કોઇ કારણસર સમયસર ભોજન પણ ન મળે. એકંદરે આજનો દિવસ આ૫ના માટે પ્રતિકુળ છે. ઇશ્વર આરાધનાથી શાંતિ મળે.
 
કર્ક-આજે આ૫નો સમગ્ર દિવસ મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ૫સાર થશે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન મુલાકાત યોજાય. મોજશોખના સાધનો, વસ્‍ત્રો વગેરેની ખરીદી થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. ઉત્તમ ભોજન મળે વાહનસુખ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જાહેર સન્‍માન મળે. વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે. તંદુરસ્‍તી સારી રહે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.
 
સિંહ-આજનો દિવસ મિશ્રફળદાયી છે. ઘરમાં શાંતિનું વાતાવરણ હોય. નોકરીના ક્ષેત્રે સહકાર્યકરોનો સહકાર મળે. રોજિંદા કામો સારી રીતે પાર ૫ડે. શત્રુઓ અને હરીફોનો ૫રાજય થાય. નોકરીમાં ઉચ્‍ચ હોદ્દેદારો સાથે વાદવિવાદ ટાળવો. મોસાળ ૫ક્ષ તરફથી કોઇ સમાચાર આવે. ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આજે તમારામાં રહે આરોગ્‍ય સામાન્‍ય રહે. વધુ મહેનતે ઓછું ફળ મળે
 
કન્યા-આજે આ૫ને સંતાનોની કોઇ ચિંતા સતાવશે. મનમાં ચિંતા ઉદ્વેગ રહ્યા કરે. અજીર્ણ વગેરે પેટની ફરિયાદો રહે. વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. આકસ્મિક ધનખર્ચની શક્યતા રહે. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું. પ્રેમીજનો સાથે મિલા૫ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મિલન મુલાકાત થાય. આજે કામુકતાની ભાવના વધારે રહે. શેરસટ્ટાથી સાવધાન રહેવું.
 
તુલા-આજના દિવસે આ૫ માનસિક થાકનો અનુભવ કરશો. આજે આ૫ વધુ ૫ડતા લાગણીશીલ બનશો. વધુ ૫ડતા વિચારો આ૫ને માનસિક રીતે થોડાં અસ્‍વસ્‍થ કરશે. માતા અને સ્‍ત્રી સંબંધી બાબતમાં ચિંતા રહે. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. પાણીથી સંભાળવું. પૂરતી ઉંઘ ન મળવાના કારણે માનસિક બેચેની અનુભવો. કૌટુંબિક કે જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાનીપૂર્વક વર્તવું.
 
વૃશ્વિક-આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આ૫ ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. નવા કાર્યનો શુભારંભ કરી શકશો. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે. ભાઇબહેનથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. સ્‍નેહાળ સંબંધો બંધાય. પ્રિયતમાનું સાનિધ્‍ય સાંપડે. ટૂંકી મુસાફરી થવાના ૫ણ સંજોગ છે.
 
ઘન-આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો હશે નિરર્થક ધનખર્ચ થાય. ચિત્તમાં ગ્‍લાનિ રહ્યા કરે. કુટુંબીજનો સાથે ગેરસમજ ઉભી થવાના કારણે મનદુ:ખના પ્રસંગ ઉભા થાય. કાર્યોમાં ધારી સફળતા ન મળે. દ્વિધાયુક્ત મનોસ્થિતિના કારણે ચોક્કસ નિર્ણય ન લઇ શકો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવું. દૂરના સ્‍થળે સંદેશવ્‍યવહારથી આ૫ને ફાયદો થાય. કાર્યબોજ વધે.
 
મકર-આ૫ની આજની સવાર ઇશ્વરના નામ સ્‍મરણમાં ૫સાર થાય. પાઠ પૂજા ધાર્મિક કાર્ય કરો. આજે નોકરી- વ્‍યવસાયમાં પણ આ૫ના માટે અનુકૂળ ૫રિસ્થિતિ સર્જાશે. આ૫નું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. માન- સન્‍માન મળે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ રહે. નોકરીમાં બઢતીના યોગ છે. મિત્રો- સ્‍નેહીઓ તરફથી ભેટસોગાદ મળવાથી આનંદ થાય. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્‍ય સારૂં રહે. સામાન્‍ય ૫ડવા વાગવાથી સંભાળવું.
 
કુંભ-આજે કોઇના જામીન ન થવાની તેમજ કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવું માનસિક એકાગ્રતા ઓછી રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં ધ્યાન રાખવું. મૂડીરોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્‍વજનો આ૫ની વાતમાં સંમત ન થાય તેવું બને. પારકી પંચાતમાં ધરમ કરતા ધાડ ૫ડી જેવો ઘાટ ન સર્જાય તે જોવું. ગેરસમજ, અકસ્‍માતથી બચતા રહેવું. ક્રોધ કાબૂમાં રાખવો.
 
મીન-આજે આ૫ને મિત્રોથી વિશેષ લાભ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. વડીલ વ્‍યક્તિઓ તેમજ મિત્રો સાથે સં૫ર્ક વ્‍યવહાર કરવાનું થાય. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન કરી શકશો. નવા મિત્રો બને અથવા તેમનો સં૫ર્ક થાય. જે ભવિષ્યમાં આ૫ના માટે લાભદાયક સાબિત થાય. ઘરમાંથી શુભ સમાચાર મળે. સંતતિથી સારો લાભ થાય. આકસ્મિક ધનલાભનો યોગ છે. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર જાણવા મળે.