સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Cancer - જાણો કર્ક રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

રાશિફળ 2018 કર્ક રાશિવાળા જાતકો માટે મિશ્રિત રહેવાનો સંકેત આપી રહ્યો છે. ફળાદેશ મુજબ તમારુ સ્વાસ્થ્ય આ વર્ષે થોડુ   નબળુ રહી શકે છે. તેથી તમારા આરોગ્યને લઈને કોઈ પ્રકારની બેદરકારી ન કરશો. જો કે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ સારુ રહેવાના સંકેત આપી રહ્યુ છે.  શિક્ષણ ક્ષેત્રમાં તેનુ પ્રદર્શન લાજવાબ રહેશે.  બીજી બાજુ કેરિયરના હિસાબથી આ વર્ષે સરેરાશ રહેવાના સંકેત આપી રહ્યુ છે. વૈવાહિક અથવા પ્રેમ જીવનમાં પણ તમને પડકારનો સામનો કરવો પડી શકે છે.  
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય
આ વર્ષ તમારા સ્વાસ્થ્ય માટે નબળુ રહી શકે છે. પ્રથમ ભાવમાં સ્થિત રાહુ તમારી દિનચર્યાને અસ્તવ્યસ્ત કરાવવાના ઈરાદામાં રહી શકે છે. અને દિનચર્યાના અવ્યવસ્થિત થવાની અવસ્થામાં શારીરિક વ્યાધિ થવાનુ સંકટ  વધી જાય છે. તેથી આ વર્ષે તમારે અનુશાસિત અને સંયમિત દિનચર્યા અપનાવવાની સ્લાહ આપવામાં આવે છે. સપ્ટેમ્બર 2018 પછી ગુરૂની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર હશે જે પરેશાનીઓ વધારવાથી રોકવામાં તમારી મદદ કરી શકે છે. પણ ગુરૂની પંચમ ભાવમાં હાજરી પણ પેટ સંબંધિત
પરેશાનીઓ આપી શકે છે. ટૂંકમાં આ વર્ષે તમારે ખાવા પીવામાં સંયમ રાખવો જ પડશે સાથે જ અન્ય દિનચર્યાને પણ સંયમિત રાખવાની છે. શનિની અષ્ટમ ભાવ પર દ્રષ્ટિને જોતા તમને વાહન વગેરે પણ ધીમા અને સંયમિત ગતિથી ચલાવવાની સલાહ આપવામાં આવે છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

  રાશિફળ 2018 મુજબ શિક્ષણ
શિક્ષણ માટે આ વર્ષ ખૂબ સારુ રહેવાનુ છે. સપ્ટેમ્બર 2018 સુધી દેવગુરૂ ગુરૂ તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં વિચરણ કરશે. જે શિક્ષણ માટે સારા પરિણામ આપવાનુ વચન આપી રહ્યા છે.  ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે ગુરૂની આ સ્થિતિ ખૂબ સારા પરિણામ આપનારી રહેશે.  જો કે પ્રથમ ભાવમાં સ્થિત રાહુ ધ્યાન બંગ કરવાની કોશિશમાં રહી શકે છે.  પણ જો તમે વિદેશ કે કોઈ દૂરના
સ્થાન પર જઈને શિક્ષણ પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છો તો વર્ષ તમને મદદ કરવા માટે તૈયાર છે.  સપ્ટેમ્બર 2018થી ગુરૂ તમારા પંચમ ભાવમાં ગોચર કરશે. આ પણ એક સારી સ્થિતિ છે. તેથી એ સમયે પણ પરિણામ સકારાત્મક જ રહેશે પણ તુલનાત્મક રૂપે શરૂઆતી વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામ મળશે.

  રાશિફળ 2018 મુજબ શિક્ષણ
શિક્ષણ માટે આ વર્ષ ખૂબ સારુ રહેવાનુ છે. સપ્ટેમ્બર 2018 સુધી દેવગુરૂ ગુરૂ તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં વિચરણ કરશે. જે શિક્ષણ માટે સારા પરિણામ આપવાનુ વચન આપી રહ્યા છે.  ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે ગુરૂની આ સ્થિતિ ખૂબ સારા પરિણામ આપનારી રહેશે.  જો કે પ્રથમ ભાવમાં સ્થિત રાહુ ધ્યાન બંગ કરવાની કોશિશમાં રહી શકે છે.  પણ જો તમે વિદેશ કે કોઈ દૂરના
સ્થાન પર જઈને શિક્ષણ પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છો તો વર્ષ તમને મદદ કરવા માટે તૈયાર છે.  સપ્ટેમ્બર 2018થી ગુરૂ તમારા પંચમ ભાવમાં ગોચર કરશે. આ પણ એક સારી સ્થિતિ છે. તેથી એ સમયે પણ પરિણામ સકારાત્મક જ રહેશે પણ તુલનાત્મક રૂપે શરૂઆતી વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામ મળશે.

 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દામ્પત્ય
 આ વર્ષે પ્રેમ સંબંધો માટે સમાનય રીતે થોડુ નબળુ રહી શકે છે. જો વિવાહિત છો તો સાથી સાથે ઘર ગૃહસ્થીને સારુ બનાવવામાં તમે યોગદાન આપશો.  જો વય લગ્નની ચાલી રહી છે તો આ વર્ષના પ્રથમ ભાગમાં વધુ અનુકૂળ પરિણામ નહી મળી શકે પણ વર્ષના બીજા ભાગમાં તમારી કોશિશ રંગ લાવશે. કહેવાનુ તાત્પર્ય એ છે કે સગાઈ કે વિવાહ માટે વર્ષનો બીજો ભાગ ખાસ કરીને સપ્ટેમ્બર પછીનો સમય તમારે માટે વધુ સારો રહેશે.  આ સમય પ્રેમ સંબંધોમા પ્રગાઢતા આવવાના પણ યોગ છે.  સપ્તમ ભાવમાં
કેતુની હાજરીને જોતા તમારે વ્યક્તિગત જીવનમાં બેદરકારી રાખવાની નથી.  જીવન સાથીના સ્વાસ્થ્ય અને ભાવનાઓનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી રહેશે. 
  રાશિફળ 2018 મુજબ કામ વ્યવસાય
 કાર્ય વેપાર માટે વર્ષ 2018 સારા પરિણામ આપવાનુ વચન આપી રહ્યુ છે પણ તમારી મહેનત કરવાથી દૂર ભાગવાની ટેવથી બચવુ જોઈએ.  દેવગુરૂ બૃહસ્પતિ તમારા કર્મ સ્થાન પર દ્રષ્ટિ નાખી રહ્યુ છે અને સપ્ટેમ્બર 2018 સુધી કૃપા દ્રષ્ટિ કાયમ રાખશો. ફલ સ્વરૂપ તમારા કામ બનતા રહેશે.  તમારુ સામજીક કદ હજુ વધશે.. ફળ સ્વરૂપ તમારા કામ વ્યવસાયમાં પણ સારુ પરિણામ આવશે. જો તમારા કામ આર્થિક મામલા કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલુ છે તો તમને વધુ સારુ પરિણામ મળશે.  સપ્ટેમ્બર 2018થી દેવગુરૂ બૃહસ્પતિ તમારી આવક વધારવાનુ વચન આપી રહ્યુ છે.  સ્વભાવિક છે આવુ ત્યારે થશે જ્યારે તમારુ કામ સારુ ચાલશે  ત્યારે તો તમારા લાભની ટકાવારી વધશે.  આ વાતની સારી શક્યતાઓ છે કે વ્યવસાયીની તુલનામાં નોકરિયત વધુ સારાનો અનુભવ કરી શકે છે.  તેમનુ સ્થનાંતરણ પણ મનપસંદ સ્થાન પર થઈ શકે છે.

રાશિફળ 2018ના મુજબ ભાગ્ય સ્ટાર
વર્ષ 2018 રાશિફળ મુજબ તમને 5માંથી 3 સ્ટાર આપવામાં આવી રહ્યા છે.

રાશિફ્ળ 2018મુજબ ઉપાય
ઉપયાના રૂપમાં તમે મા દુર્ગાની પૂજા અર્ચના કરશો તો ફાયદો થશે.  સાથે જ  ગરીબ વિદ્યાર્થીઓ અને મજૂરોની મદદ કરવાથી પણ તમારી સાથે કંઈક સારુ થયાનો અનુભવ થશે.