શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શનિવાર, 30 જૂન 2018 (00:01 IST)

બી કેરફુલ ! પ્રેમમાં એકદમ પાગલ કે ચિપકૂ હોય છે આ 6 રાશિના લોકો

જે રીતે એક વ્યક્તિ બીજા માણસથી જુદુ વિચારે છે ઠીક એ જ રીતે દરેક માણસના પ્રેમ કરવાની રીત પણ જુદી જુદી હોય છે.  કોઈ પાર્ટનરને ખુશ કરવા માટે દરેક શક્ય કોશિશ કરે છે તો કોઈ દરેક સમયે પાર્ટનરમાં ખામીઓ શોધતો રહે છે. પણ આજે અમે તમને કેટલીક એવી રાશિ વિશે બતાવીશુ જે પ્રેમમાં પાગલ કે ચિપકૂ હોય છે  આ રાશિયોન લોકો પોતાના પાર્ટનરને પાગલપનની હદ સુધી પ્રેમ કરે છે અને ક્યારેય પણ તેમનો સાથ નથી છોડતો. તો ચાલો જાણો કયા રાશિના લોકો પ્રેમ હોય છે ચિપકૂ. 
 
1. મિથુન રાશિ - મિથુન રાશિના લોકો પાર્ટનરને પોતાની મરજી વગર શ્વાસ પણ નથી લેતા. તે જ્યા પણ જાય છે એ તેમના સાથે જ રહે છે.  આ એક પલ માટે પણ પાર્ટનરને ખુદથી દૂર નથી  રાખતા.  દરેક સમયે પાર્ટનર સાથે ચિપકાયેલા રહેવુ અને તેમનુ આ જરૂરિયાતથી વધુ અનેકવાર પાર્ટનરને ઈરિટેટ કરે છે.  રિલેશનશિપમાં પાર્ટનરને સ્પેસ આપવો શુ હોય છે એ આ રાશિના લોકો બિલકુલ નથી જાણતા. 
 2. કર્ક રાશિ - કર્ક રાશિના લોકો પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ ઈમાનદાર હોય છે. પણ આ એક ક્ષણ મટે પણ તેમને એકલા નથી છોડતા. આત્મનિર્ભર હોવા છતા પણ તેઓ પોતાના દરેક કામમાં પાર્ટનરની મદદ ઈચ્છે છે.  ભલે કર્ક રાશિના લોકો થોડા ચિપકૂ હોય પણ પોતાના સાથીને ખૂબ પ્રેમ કરે છે. 
 
3. કન્યા રાશિ - તેમને પોતાના પાર્ટનરની દરેક નાની વાતની માહિતી જોઈતી હોય છે. તેમને માટે તેમના પાર્ટનરથી વધુ મહત્વનુ કશુ જ નથી હોતુ અને તેઓ પોતાના પાર્ટનર પાસે પણ આવી જ આશા કરે છે. કન્યા રાશિના લોકો પોતાના પાર્ટનરની દરેક નાનામાં નાની માહિતીને જાણવી એ પોતાનો હક સમજે છે. 
4. કુંભ રાશિ - આ રાશિના લોકો એકવાર જેની સાથે પ્રેમમાં પડે છે તેમનો જીવનભર સાથ છોડતા નથી. પોતાના પાર્ટનર પ્રત્યે ઈમાનદાર હોવાની સાથે સાથે આ રાશિના લોકો ખૂબ પઝેસિવ પણ હોય છે.  આ કારણે  તેઓ પોતાના પાર્ટનરની દરેક નાની-મોટી વાતને જાણવા માંગે છે. 
 
5. મીન રાશિ - મીન રાશિના લોકો માટે પોતાના પાર્ટનરથી વધુ કશુ બીજુ નથી. તેઓ તેમનો જીવનભર સાથ નિભાવે છે પણ દરેક સમયે પોતાના પાર્ટનરને આ વાતનો અહેસાસ પણ કરાવતા રહે છે. તેમની આ જ ટેવ તેમને પ્રેમમાં પાગલ અને ચિપકૂ બનાવે છે.