Virgo- જાણો કન્યા રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

રાશિફળ 2018 મુજબ કન્યા રાશિવાળા જાતકો માટે આ વર્ષ થોડુ ઓછુ અનુકૂળ સાબિત થઈ શકે છે.  આ વર્ષે તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. જો કે આર્થિક દ્રષ્ટિથી આ અઠવાડિયુ તમારે માટે અનુકૂળતાના સંકેત આપી રહ્યુ છે.  આવો જાણીએ કન્યા રાશિ માટે કેવુ રહેશે 2018 
 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
 આ વર્ષે તમારી અંદર ઉર્જાનુ અસંતુલન જોવા મળી શકે છે. આવામાં સલાહ એ છે કે સંપૂર્ણ તૈયારી સાથે સંયમિત થઈને આચર્ણ કરવુ જ યોગ્ય રહેશે.  આ વર્ષે શનિ તમારા ચતુર્થ ભાવમાં રહીને પ્રથમ ભાવ પર દ્રષ્ટિ નાખી રહ્યો છે. તેથી ફક્ત શારીરિક જ નહી પણ માનસિક સ્વાસ્થ્યમાં વચ્ચે વચ્ચે તમને પરેશાન કરી શકે છે. મતલબ આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જરૂરી રહેશે. જો કે ચતુર્થેશ ગુરૂ ખુદનેથી લાભ ભાવ મતલબ બીજા ભાવમાં સપ્ટેમ્બર સુધી ગોચર કરતો રહેશે એવામાં તમને વધુ માનસિક ત્રાસ નહી રહે અને તમે કોશિશ કરશો તો મન પ્રસન્ન રહેશે.  સાથે જ પ્રસન્ન મનની મદદથી શારીરિક સ્વાસ્થ્યને લઈને સજાગ રહીને સ્વસ્થ બની રહેવામા સફળ થઈ શકો છો. શનિ ચતુર્થ ભાવમાં રહેશે આવામાં હ્રદય સાથે સંબંધિત કેટલીક પરેશાનીઓના થવાથી ભય રહેશે. પણ ચતુર્થેશના બીજા ભાવમાં હોવાને કારણે કોઈ મોટી બીમારી કે પરેશાની થવાના યોગ નથી. જો કે ગુરૂના બીજા ભાવમાં પ્રભાવને જોતા ખાન પાન પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. 
 


આ પણ વાંચો :