સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : ગુરુવાર, 27 જૂન 2019 (18:39 IST)

સૂર્ય ગ્રહ - નોકરી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, સૂર્ય ગ્રહને આ રીતે કરો મજબૂત

જ્યોતિષ મુજબ સૂર્ય ગ્રહ બધા નવ ગ્રહોના રાજા છે.  એવુ માનવામાં આવે છે કે જેની કુંડળીમાં તેનો શુભ પ્રભાવ થાય છે.  તેમના જીવનમાં ક્યારેય પણ નોકરી સાથ સંબંધિત સમસ્યા આવતી નથી.  એવુ કહેવાય છે કે સરકારી નોકરી અપાવવામાં સૂર્ય ગ્રહની મહત્વની ભૂમિકા છે. આજે અમે તમને બતાવીશુ કે જો કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર છે તો તેને કેવી રીતે મજબૂત બનાવવામાં આવે.  તો આવો જાણીએ સૂર્યને મજબૂત કરવાના ઉપાય... 
 
સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે સૂર્ય મંત્ર ૐ હ્રાં હ્રી સ: સૂર્યાય નમ નો જાપ કરો. આ મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ. જો તમે 108 વાર જાપ કરવામાં સક્ષમ નથી તો ઓછામાં ઓછા 11 કે 21 વાર જરૂર કરો. આ ઉપરાંત સૂર્યોદયના સમયે ૐ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરી સૂર્ય ગ્રહને મજબૂત કરી શકો છો. 
 
જો કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યો છે તો પાણીમાં ગોળ અને તાંબાનો સિક્કો મિક્સ કરીને તમારા માથા પરથી સાત વાર ફરાવીને કોઈ નદીમાં વહાવી દો.  આવુ કરવાથી સૂર્ય ગ્રહના અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. 
 
આ ઉપરાંત રવિવાર ભગવાન સૂર્યનુ વ્રત રાખો. એવુ માનવામાં આવે છે કે રવિવારે સૂર્ય વ્રત રાખવાથી સૂર્ય ગ્રહ મજબૂત થાય છે.  સાથે જ  રવિવારે મંદિરમાં ઘઉંનુ દાન કરવાથી પણ સૂર્ય ગ્રહ મજબૂત થાય છે.  આ ઉપરાંત તાંબામાં માણિક્ય રત્ન બનાવીને ધારણ કરવો જોઈએ.  આ રત્નને ધારણ કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત થાય છે.