શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (15:40 IST)

કુંભ રાશિફળ 2019 - Kumbh Rashi 2019 Horoscope

રાશિફળ 2019 મુજ કુંભ રાશિવાળા માટે આ વર્ષ શાનદાર રહેશે  આ વર્ષે કેરિયરમાં આગળ વધવાની તક મળશે.  બીજી બાજુ ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ઉપરાત તમે શારીરિક રૂપથી બિલકુલ તંદુરસ્ત રહેશો. આર્થિક રૂપે પણ આ વર્ષે તમને અનેક ભેટ મળશે.  ધન લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે.  ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.  બૃહસ્પતિ ગ્રહની કૃપા તમારા પારિવારિક જીવન પર વરસશે. તમે તમારા પરિજનો સાથે ઘરની ખુશીઓનો આનંદ લેશો. આ સમય તમારુ દામ્પત્ય જીવનમાં કોઈ પ્રકારની પરેશાની આવી શએક છે. તેથી ગભરાશો નહી અને એ પડકારોનો સમનો કરો. આ વર્ષે તમારી લવ લાઈફ સામાન્ય કરતા સારી રહેશે.  માર્ચ દરમિયાન પ્રેમમાં ઉતાર ચઢાવ આવશે.  વિદ્યાર્થી પોતના અભ્યાસમાં એકાગ્રતા કાયમ રાખે. જો કોઈ કારણવશ મન પરેશાન અથવા દુખી છે તો એ પરેશાનીનો ઈલાજ કરાવો નહી તો તમને અભ્યાસનુ નુકશાન થઈ શકે છે. 
 
 
રાશિફળ 2019 મુજબ પારિવારિક જીવન 
 
વર્ષ 2019માં તમારા પરિવારમાં ખુશીઓ આવશે. ગુરૂની ગ્રહની કૃપા તમારા પારિવારિક જીવન પર વરસશે.  તમે તમારા પરિજનો સાથે ઘરની ખુશીઓનો આનંદ લેશો. પરિજન તમારુ સમર્થન કરશે.  તમે આ વર્ષે ખુદને માટે કોઈ નવુ ઘર બનાવી શકો છો. માતાની તબિયત પર ધ્યાન આપો. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેમજુ આરોગ્ય થોડો નબળુ રહી શકે ચે.   બીજી બાજુ પિતાજીની તબિયત સારી રહેશે.  જો કે કોઈ કારણવશ તમારી સાથે તેમનો મતભેદ થઈ શકે છે. પણ બંને વચ્ચે પ્રેમનો સંબંધ બન્યો રહેશે. ભાઈ બહેનના કાર્યમાં પ્રોગ્રેસ થશે. આ વર્ષે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય પુર્ણ થશે.   સમાજમાં તમારા પરિવારની પ્રતિષ્ઠા વધશે. લોકો તમારી ફેમિલીનુ સન્માન કરશે.  પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમે કોઈ એવુ કાર્ય ન કરો જેથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે. આ વર્ષે ઘરમાં સભ્યોની સંખ્યા વધી શકે ક્ય્હ્હે. ઘરમાં કોઈ નવો સભ્ય જોડાય શકે છે. 
 
રાશિફળ 2019 મુજબ લગ્નજીવન 
વર્ષ 2109 તમારા વૈવાહિક જીવન માટે ખાસ રહેશે. જો કે માર્ચ અને એપ્રિલનો મહિનો તમારા દામ્પત્ય જીવન માટે થોડો પડકારરૂપ રહી શકે છે. આ સમય તમારા દાંમ્પત્યજીવનમાં કોઈ પ્રકારની પરેશાની આવી શકે છે. આવામાં ગભરાશો નહી અને એ પડકારોનો હિમંતથી સામનો કરો. બની શકે છે કે તમે આ સમય તમારા વૈવાહિક જીવનમાં અસતોષ અનુભવશો. જીવનસાથીના સ્વભાવમાં પરિવાર્તનને લઈને તમે થોડા નિરાશ પણ થઈ શકો છો.  આ સમયે તમારી ભાવનાઓને છોડીને જીવનસાથીની ભાવનાઓને સમજો. તેમની સાથે સમય વ્યતિત કરો. તેમને અહેસસ કરાવો કે તમે દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા છો.  આવામાં જીવનસાથી પણ તમારી ફિલીંગ સમજશે.  જેનાથે બંને વચ્ચે તાલમેલ જોવા મળશે.  મે થી પરિસ્થિતિઓ તમારા દામ્પત્ય જીવન માટે અનુકૂળ રહેશે.  વિવાદોથી બચવાનો પ્રયાસ કરો અને જીવનસાથી સાથે વિવાદ ન કરો. 
 
રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય જીવન 
 
એવુ કહેવાય છે કે સ્વસ્થ્ય જ ધન હોય છે.  જો તમારી પાસે સારુ આરોગ્ય નિરોગી કાય છે તો આપણે દુનિયા જીતી શકીએ છીએ.  રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય જીવન સારુ રહેશે.  તમે નિરોગી રહેશો અને ખુદને વધુ ઉર્જાવાન અનુભવ કરશો.  તમારી અંદર જોશ ઉત્સાહ અને ગજબની સ્ફ્રૂર્તિ જોવા મળશે.  તમારુ સાહસ વધશે જેનાથી તમે  મોટાથી મોટુ કાર્ય કરવામાં સફળ થશો.   જો કે ક્યારેક ક્યારેક તમને નાના મોટા રોગ થઈ શકે છે.  જેવો કે તાવ માથાનો દુખાવો અનિદ્રા વગેરે. આ પ્રકારની સમ્સ્યા તમારા આરોગ્યને નુકશાન નહી પહોચાડે . જો કે તમે એવામાં તરત જ ઉપચાર કરાવો. માનસિક રૂપે તમે પ્રસન્ન રહેશો.  જેનો તમારા આરોગ્ય પર સકારાત્મક પ્રભાવ પડશે.   તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.  લોકોને તમારી પર્સનાલિટી આકર્ષિત કરશે. ખુદને ખરાબ સોબતથી બચાવી રાખો અને ખરાબ કર્મોથી દૂર રહો. વાહન ચલાવતી વખતે પણ સાવધ રહો. નશા વગેરેમાં વાહન ન ચલાવો. આ વર્ષે તમારે ખુદને ફિટ રાખવા માટે તમે યોગ વ્યાયામ જીમ કરી શકો છો.  શારીરિક કસરત સથે સાથે તમરા ખાન પાન પર પણ વિશેષ ધ્યાન આપો. સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક રૂપે તમને ખૂબ ફાયદો થશે. 
 
રાશિફળ 2019 મુજબ કેરિયર 
 
વાર્ષિક રશિફળ 2019 મુજબ આ વર્ષે તમારુ કેરિયર ઊંચાઈ આપશે. આ વષે તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તમારા નિર્ણય કેરિયરને વધુ સોનેરી બનાવવામાં મદદ કરશે.  તમે તમરા સારા નિર્ણયોથી સોનેરી ભવિષ્યનુ નિર્માણ કરશો. તમારા સીનિયર્સ તમારા કાર્ય અને નિર્ણયોની પ્રશંસા કરશે. તમારી અંદર અહમને સ્થાન ન આપો.  નહી તો ભારે નુકશાન થઈ શક છે. જાન્યુઆરી ઓગસ્ટ અને ડિસેમ્બરનો મહિનો આપને માટે ખૂબ સારો રહી શકે છે. જૂન અને સપ્ટેમ્બરમાં થોડા સાચવીને રહો.  આ સમય તમારે માટે અનુકૂળ નથી.  આ દરમિયાન કોઈ વિવાદ મા ન પડો.  ઓફિસ અથવા કાર્યક્ષેત્રમાં અનુશાસનનુ પાલન કરો.  આ સમય પછી ફરીથી પરિસ્થિતો તમારા અનુકૂળ થશે.  અને તમારા કેરિયરની ગાડી ફરીથી નિર્વિધ ગતિથી ચાલશે.  જો તમે કોઈ સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરો છો તો તમારે માટે આ વર્ષ સારુ રહેશે.  તમારા કાર્યને લઈને તમે વધુ સંતુષ્ટ દેખાશો. મનપસંદ સ્થાન પર તમારી ટ્રાસફર થઈ શકે છે.  જો કે આ માટે તમારે થોડો પ્રયત્ન પણ કરવો પડશે. 
 
રાશિફળ 2019 મુજબ વેપાર 
 
વેપાર માટે સારો  સમય છે. વેપારીઓને કોઈ મોટી ડીલ મળી શકે છે.  ખૂબ પૈસા કમાવશો. લાભ પ્રાપ્ત થશે. કોઈ મોટી ડીલ કરી શકો છો. કોઈ નવા સ્થાન કે દેશમાં તમારો વેપાર વધારી શકો છો. પાર્ટનરશિપના પણ યોગ બની રહ્યા છે. 
 
 
રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
વાર્ષિક રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારુ આર્થિક જીવન શાનદાર રહેશે. આ વર્ષે તમને આર્થિક લાભના યોગ છે. તમારી પાસે ધન આવશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.   આર્થિક હિસાબથી તમારે માટે જાન્યુઆરી માર્ચ એપ્રિલ અને નવેમ્બર-ડિસેમ્બર ખૂબ સારો રહેવાનો છે.  વર્ષની શરૂઆતમાં તમને ધન લાભ થવાની શકયતા છે. અથવા તમને આર્થિક લાભને લઈને આ સમયે કોઈ શુભ સમાચાર મળી શકે છે.  જો તમે વેપાર કરો છો તો આર્થિક નફો થશ્સે અને જો જોબ કરો છો તો તમારી આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે.  બીજી બાજુ ખેતી કરનારા જાતકો માટે આ વર્ષ સામાન્ય રહી શકે છે.  પણ જો મહેનત કરશો તો પાકની વધુ પેદાવાર તમને આર્થિક લાભ અપાવશે.  ભાઈ બહેનોને આર્થિક વિકાસ મળશે.  આ ઉપરાંત પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ છે.   તમે આ વર્ષે કોઈ નવુ વાહન અથવા ઘરનુ નિર્માણ કરાવી શકો છો. જો તમે બેંકમાં લોન માટે અરજી કરી છે તો તેમા અપ્ણ તમને સફળતા મળશે.  એક વાતનુ ધ્યાન રાખો કે ધનનો ખર્ચ ખૂબ જ સમજદારીથી કરો. 
 
 
રાશિફળ 2019 મુજબ પ્રેમ જીવન 
 
કુંભ રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારુ પ્રેમ જીવન સામાન્ય કરતા સારુ રહેશે.  આ સમય તમારા ખુદના પ્રેમ સંબંધને લઈને થોડો ભ્રમ રહેશે. મનમાં કોઈ પ્રકારનુ કંફ્યુજન રહેશે.  જો તમારા મનમાં આવુ હોય તો તેનુ સમાધાન કરો. ગેરસમજને દ્દૂર કરવાની કોશિશ કરો. આ વર્ષે તમે તમારા પ્રેમી સાથે કોઈ લોંગ જરની પર જઈ શકો છો. હિલ સ્ટેશન અથવા સમુદ્ર તટીય સ્થાન તમારી પસંદગીનુ ડેસ્ટિનેશન બની શકે છે.  એપ્રિલ નવેમ્બર અને ડિસેમ્બર પ્રેમ જીવન માટે  ઉત્તમ મહિનો રહેશે.  નવેમ્બર ડિસેમ્બરમાં તમારા પ્રેમ વિવાહના યોગ બની રહ્યા છે. જો તમે તમારા પ્રેમના સંબંધોને લગ્નના સંબંધોમાં બદલવા માંગો છો તો આ તમારે માટે ઉત્તમ સમય રહેશે.  પ્રેમમા પારદર્શિતા બનાવી રાખો. સાથી સાથે કશુ પણ એવુ ન છિપાવો જે પાછળથી તમારા પ્રેમ માટે દુશ્મન બની જાય અથવા દરાર ઉભી કરે. 
 
 
વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે મનપસંદ પરિણામ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. 
 
- દરેક શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં જઈને લાલ રંગનુ ગુલાબ અર્પિત કરો અને સ્ફટિકની માળા ધારણ કરો. 
- ઉત્તમ ગુણવત્તાનો નીલમ રત્ન જમણા હાથની મધ્યમા આંગળીમાં શનિવારના દિવસે શનિના નક્ષત્ર અને શનિના  હોરામાં ધારણ કરો. 
- માતા મહાસરસ્વતી અથવા રાધાજીની નિત્ય સ્તુતિ કરો અને તેમને ભોગ લગાવીને જ ભોજન ગ્રહણ કરો.