શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2019 (16:48 IST)

Lunar Eclipse 2019: 16 જુલાઈ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, જાણૉ તેના વિશે રસપ્રદ વાતો

16 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ પડશે. જે ભારતમાં દેખાશે. આ વખતે અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થઈ રહ્યુ છે.  ભારત સાથે જ આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યૂરોપ અને દક્ષિણ અમેરિકામાં દેખાશે.    જ્યોતિષ મુજબ ગ્રહણ 16 જુલાઈ 2019ની રાત્રે લગભગ 1.30 વાગ્યાથી શરૂ થઈ જશે. તેનો મોક્ષ 17 જુલાઈની સવારે લગભગ 4.30 વાગ્યે પુરો થશે.  ગ્રહણ ત્રણ કલાક રહેશે.  149 વર્ષ પછી આવો દુર્લભ યોગ બન્યો છે આ પહેલા 12 જુલાઈ 1870ના રોજ 149 વર્ષ પહેલા ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થયુ હતુ. એ સમયે પણ શનિ  કેતુ અને ચંદ્ર સાથે ધનુ રાશિમં સ્થિત હતો
 
સૂતકનો સમય - સમય બપોરે 1.30 વાગ્યાથી 17 જુલાઈની સવારે 4.31 સુધી રહેશે
ગ્રહણનું સૂતક ક્યારે લાગશે ? શાસ્ત્રોના નિયમ મુજબ ગ્રહણનું સૂતક નવ કલાક પહેલા જ શરૂ થઈ જાય છે.  તો આ હિસાબથી સૂતક 16 જુલાઈના રોજ સાંજે 4 વાગીને 31 મિનિટ પર શરૂ થઈ જશે. આવામાં સૂતક કાળ શરૂ થતા પહેલા ગુરૂ પૂર્ણિમાની પૂજા વિધિવત કરી લો. સૂતક કાળ દરમિયાન પૂજા નથી કરવામાં આવતી. સૂતક કાળ લાગતા જ મંદિરોના દ્વાર પણ બંધ થઈ જશે. 
 
આ કેવુ ચંદ્ર ગ્રહણ છે ?
વર્ષ 2019જ્નુ આ અંતિમ આંશિક ચદ્ર ગ્રહણ છે.  આ વખતે 16 જુલાઈના રોજ આંશિક ચંદ્ર ગ્રહણ લાગશે. (Partial Lunar Eclipse) 
 
શુ હોય હ્ચે આંશિક ચદ્ર ગ્રહણ ?
આંશિક ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જયરે સૂરજ અને ચંદ્રની વચ્ચે પૃથ્વી ફરતા ફરતા આવી જાય છે  પણ તે ત્રણેય એક સીધી લાઈનમાં નથી  હોતા. આવી સ્થિતિમાં ચંદ્રની નાનકડી કિનાર પર પૃથ્વીના વચ્ચેનો પડછાયો પડે છે.   જેને અંબ્ર કહે છે. ચદ્રનો બાકીનો ભાગ પર પૃથ્વીના બહારના ભાગનો પડછાયો પડે છે. જેને પિનમ્બ્ર કહે છે.  આ દરમિયાન ચંદ્રના એક મોટા ભાગમાં આપણે પૃથ્વીનો પડછાયો જોવા મળે છે. 
 
કયા દેશમાં દેખાશે ચદ્ર ગ્રહણ ? 
 
ભારતમાં દેખાશે ચંદ્ર ગ્રહણ. ભારત સાથે જ આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યૂરોપ અને દક્ષિણ અમેરિકાના મોટાભાગમાં દેખાશે
 
ભારતમાં ક્યા ક્યા દેખાઅશે ચંદ્ર ગ્રહણ ?
 
આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોઈ શકાય છે.  પણ દેશના પૂર્વી ક્ષેત્રમાં આવેલ બિહાર, અસમ, બંગાળ અને ઉડીસામાં ગ્રહણનો સમયમાં જ ચંદ્ર અસ્ત થઈ જશે. 
 
કયા સમયે દેખાશે આંશિક ચંદ્ર ગ્રહણ? 
 
 જ્યોતિષ મુજબ ગ્રહણ 16 જુલાઈ 2019ની રાત્રે લગભગ 1.30 વાગ્યાથી શરૂ થઈ જશે. તેનો મોક્ષ 17 જુલાઈની સવારે લગભગ 4.30 વાગ્યે પુરો થશે.  ગ્રહણ ત્રણ કલાક રહેશે આ દિવસે ચંદ્રમા સાનેજ 6 વાત્યાથી 7 વાગીને 45 મિનિટ સુધી ઉદિત થશે તેથી તેને દેશભરમાં જોઈ શકાશે. 
 
આ ગ્રહણને કેવી રીતે જોઈ શકો છો 
 
ચંદ ગ્રહણને જોવા માટે કોઈ વિશેષ સાવધાનીની જરૂર નથી. ચદ્ર ગ્રહણ એકદમ સુરક્ષિત હોય છે. તેથી તમે તેને નરી આંખો વડે જોઈ શકો છો. જો તમે ટેલિસ્કોપની મદદથી ચંદ્ર ગ્રહણ જોશો તો તમને ખૂબ જ સુંદર નજારો જોવા મળશે. 
 
ગ્રહણ કાળ શરૂ - 16 જુલાઈની રાત્રે 1 વાગીને 31 મિનિટ 
ગ્રહણ કાળનો મધ્ય 17 જુલાઈની રોજ સવારે 3 વાગીને 1 મિનિટ 
ગ્રહણનો મોક્ષ એટલે કે સમાપન - 17 જુલાઈની સવારે 4 વાગીને 30 મિનિટ 
 
ગ્રહણના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય - ગ્રહણ આમ તો વૈજ્ઞાનિક કારણ છે. પરંતુ ધાર્મિક માન્યતાઓમાં ગ્રહણનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતઓમાં વિશ્વાસ કરનારા લોકો ગ્રહણ સમયે શિવ ચાલીસાનો પાઠ કરી શકે છે.  ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ગંગાજળથી ઘરનુ શુદ્ધિકરણ કરવામાં આવે છે. પછી પૂજા પાઠ અને દાન દક્ષિણા આપવાનુ વિધાન છે. 
ગ્રહણ મંત્રોનો જાપ