સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:09 IST)

ધનુ રાશિફળ 2019 - Sagittarius Horoscope 2019

રાશિફળ 2019 મુજબ ધનુ રાશિવાળા માટે આ વર્ષ સારુ રહેવાનુ છે. કેરિયરમાં આ વર્ષે મિશ્રિત પરિણામ મળશે.  બીજી બાજુ આર્થિક મામલે પરિસ્થિતિયો પહેલાથી સારી રહેશે.  ભવિષ્યફળ 2019નુ માનીએ તો ધનુ રાશિના જાતકોએન આ વર્ષે કેરિયરમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે સંઘર્ષ દરમિયાન તમને સફળતા મળવાના પણ યોગ ક હ્હે.   આ વર્ષે તમને નોકરીમાં પ્રમોશનની ભેટ મળી શકે છે.  બીજી બાજુ ધન સંબંધી મામલે પરિસ્થિતિયો તમારે અનુકૂળ થશે.  આ વર્ષે બિઝનેસમાં ધન લાભ થવાના યોગ બની રહ્યા છે.  પૈતૃક સંપત્તિથી પણ લાભ થવાની આશા છે. 
 
ધનુ રાશિફળ 2019 મુજબ પારિવારિક જીવન
 
વાર્ષિક રાશિફળ 2019 મુજબ આ વર્ષે પારિવારિક જીવનમાં તમને થોડુ નવાપણુ જોવા મળશે. તમે આ વર્ષે તમારા પ્રોફેશનલ વર્કમાં વ્યસ્ત રહેવાને કારણે પરિવારને સમય ઓછુ આપી શકશો.  આ કારણે તમારી ફેમિલી લાઈફ થોડી પ્રભાવિત થઈ શકે છે. આવામાં તમમને તમારા વ્યવસાયિક નએ પારિવારિક જીવનમાં તાલમેલ બનાવવો પડશે.   જો તમે આવુ કરવામાં સફળ રહ્યા તો તમારા પરિવારમાં ખુશીઓ આવશે.  તમે તમારા પરિજનોની ખુશીનુ કારણ બનશ અને તમારા પરિવારની જવાબદારીઓને સારી રીતે સમજશો. આ વર્ષેનો મોટાભાગનો સમય તમને  પારિવારિક ખુશીઓ ઘરમાં સુખ શાંતિનુ વાતાવરણ જોવા મળશે.  પરિજનો વચ્ચે પ્રેમપૂર્ણ સંબંધ રહેશે. એવુ પણ શક્ય ચ્ઘે કે આ વર્ષે તમારા ઘરમાં ક્કોઈની શરણાઈ ગૂંજે. ઘરમાં પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહેશે.  પરિવારની મદદથી તમે નવુ ઘર ખરીદી શકો છો.  ભાઈ બહેનો દ્વારા તમને આર્થિક મદદ મળશે. 
 
રાશિફળ 2019 મુજબ લગ્નજીવન 
 
વૈવાહિક જીવન માટે વર્ષ 2019 નુ વર્ષ મિશ્રિત રહેશે.   આ વર્ષે તમારા લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે.  વિપરિત પરિસ્થિતિઓમાં જીવનસાથીની ભાવનાઓને સમજવાનોપ પ્રયાસ કરો અને તેમના પ્રત્યે સમર્પણનો ભાવ રાખો. જો કોઈ પ્રકારની ગેરસમજ છે તો તેને તત્કાલ દૂર કરો.  નહી તો મામલો વધી શકે છે. જીવનસાથી પ્રત્યે તમારી જવાબદારીઓને સમજો અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરો. તેનાથી તમારુ વૈવાહિક જીવન સુખી રહેશે. 
 
ધનુ રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય 
 
વાર્ષિક રાશિફળ 2019 મુજબ ધનુ રાશિના જાતકોનુ સ્વાસ્થ્ય જીવન આ વર્ષે સામાન્ય રહેશે. તમારુ સ્વાસ્થ્ય પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માર્ચ અને એપ્રિલનો સમય તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહેશે. ફળાદેશ મુજબ તમને આવર્ષે ગઠિયા રોગની ફરિયાદ રહી શકે છે. પીઠ અને કમરનો દુખાવોનો અનુભવમાંથી પણ તમને પસાર થવુ પડી શકે છે.   જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમય તમારા આરોગ્યનુ ધ્યાન રાખો. આ સમય તમને શરદી ખાંસી માથાનો દુખાવો વગેરેની સમસ્યા થઈ શકે છે.  તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવો.  વાહન ચલાવતી વખતે પુરૂ ધ્યાન રકહો.  કોઈ સમસ્યાને કારણે માનસિક તણાવ રહી શકે છે.   તમારા ક્રોધ પર કાબુ રકહો.  જો ડાયાબીટિસથી પીડિત છો તો ખાવા પીવા પર વિશેષ ધ્યાન રાખો. જો કે ખુદને ફ્રેશ રાખવા માટે આપ ક્યાક ટ્રીપ પર જઈ શકો છો. 
 
 
રાશિફળ 2019 મુજબ કેરિયર 
 
ફળાદેશ 2019 મુજબ કેરિયર માટે આ વર્ષ મિશ્રિત રહેવાનુ છે. તમારા કેરિયરમાં તમને ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. જો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમાર કેરિયરની ગાડી ગતિ પકડશે.  અ સમયે તમને સારા પરિણામ મળશે.  નોકરી માટે સારી ઓફર આવી શકે છે. નવી જોબ મળવાની પ્રબળ શક્યતા છે. કાર્યક્ષેત્રમા વરિષ્ઠ કર્મચારીઓ તરફથી સપોર્ટ મળશે.  જૂન અથવા સપ્ટેમ્બરમાં તમારી મહેનતનુ પરિણામ મળશે.   આ સમય નોકરીમાં તમારુ પ્રમોશન થઈ શકે છે. અથવા સેલેરી વધી શકે છે.  અહંકરને સ્થાન ન આપો. નહી તો તેનુ ખરાબ પરિણામ આવશે.  તમારા વિરોધી તમારી સફળતાથી બળશે.  શત્રુ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે.  તમે તેનાથી સચેત રહો.  જો કે તમને આ વર્ષે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવુ પડશે જેમાથી તમને નિરાશા નિષ્ફળતા જેવા કડવા અનુભવોમાંથી પસાર થવુ પડશે. આ દરમિયાન તમારા કેરિયરમાં વિપરિત પરિણામ મળી શકે છે.  પણ તમે ખુદને મજબૂત બનાવો અને કાર્યક્ષેત્રમાં બમણી મહેનત કરો. પછી તમને સફળતાથી કોઈ નહી રોકી શકે. 
 
 
વેપાર - કુંડળીના અશુભ ગ્રહોને કારણે તમને એ નહી મળે જેની તમે ઈચ્છા રાખો છો. કંઈક મોટુ મેળવવાના ચક્કરમાં તમે ગેરસમજ કરી શકો છો. તમારે આ વાત સમજવી જોઈએ કે તમે રાતોરાત કોઈ મોટી સફળતા નથી મેળવી શકતા. આ માટે તમને ખૂબ મહેનત કરવી પડશે.  નાના નાના પ્રયાસોથી તમે સફળતા મેળવી શકો છો. 
 
રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારા આર્થિક પક્ષ માટે ખૂબ ખાસ રહેશે.  આ વર્ષે તમરા ખર્ચમાં વધારો થશે.  પણ તમારી આવકમાં ભારે વૃદ્ધિની શક્યતા છે. ઓછી મહેનત છતા પણ તમારી પાસે ધન આવશે.  જો કે છતા પણ તમે મહેનત કરવાથી ચુકશો નહી જેનાથી તમને બમણો લાભ થશે.  સારુ રહેશે કે તેમ તમારા ખર્ચનુ અવલોકન કરો.   જેનાથી તમારી બચત પણ થશે.  જાન્યુઆરી ફેબ્રુઆરી મે નએ ઓક્ટ્બરમાં તમે ધન લાભ મેળવશો.  અ સમય આર્થિક ક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.   તમારો પરિવાર તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરશે.    જો તમે કોઈ વેપાર કરો છો તો તમને નફો થશે.   તમારા વેપારમાં વિસ્તાર શક્ય છે દેશ વિદેશમાં તમારુ આર્થિક સ ંબંધ સારા રહેશે.   જો કોઈ મોટો નિર્ણય લેવો છે તો તમે અનુભવી લોકોની સલાહ લઈ શકો છો.  આર્થિક સ્થિતિ મજબૂત થતા તમે કોઈ નવુ વાહન કે પછી અન્ય કોઈ સંપતિ વગેરે ખરીદી શકો છો.   ઈલેક્ટ્રોનિક આઈટમ્સની ખરીદીમાં તમારો ધન ખર્ચ થઈ શકે છે. 
 
ધનુ રાશિફળ 2019 મુજબ પ્રેમ જીવન 
 
પ્રેમ સંબંધ માટે વર્ષ 2019 સારુ રહેશે.  પણ ક્યારેક ક્યારે પ્રિયતમ સાથે તકરારની પણ સ્થિતિ જોવા મળશે.  એવી અનેક તક આવશે જેમા તમે તમારા પ્રેમ સંબંધો મજબૂત  કરશો.  તમારા પ્રેમ જીવન માટે તમે ગંભીર રહેશો. જો સાથી સાથે કોઈ પ્રકારન વિવાદ થઈ જાય છે તો વિવાદને આગળ ન વધારો. પણ તેને વાતચીતથી ઉકેલો.  જાન્યુઆરી માર્ચ એપ્રિલ અને મે નો સમય તમારી લવ લાઈફ માટે ખૂબ સારો રહેવાના સંકેત આપી રહ્યા છે.  અ સમય તમારા પ્રેમ પ્રસંગમાં  પ્રગાઢતા આવશે. બીજી બાજુ જે જાતકોના પ્રેમ સંબંધની શરૂઆત છે તેમનો પ્રેમ આ સમયે પરવાન ચઢશે.  તમે તમારા પ્રિયતમ પ્રત્યે સમર્પિત રહેશો. લવ પાર્ટનર સાથે તમે આનંદની ક્ષણોનો અનુભવ કરશો.  આ સમય સાથે મનોરંજન ડિનર અથવા લંચ કરી શકો છો.  આ ઉપરાંત રોમાંસ કરવાની આ સારી ઋતુ રહેશે.  તમે તમારા પ્રિયતમને જન્મદિવસમાં ખાસ ભેટ આપશો. આ ઉપરાંત તમે તમારી ખુશી માટે સારી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી શકો છો.  
 
ધનુ રાશિફળ 2019 માટે ઉપાય 
 
વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે મનપસંદ પરિણામો સહેલાઈથી પ્રાપ્ત કરશો 
 
તમારા ઘરેથી દૂર કોઈ પાર્ક અથવા મંદિરમાં પીપળના વૃક્ષ લગાવો અને દરેક ગુરૂવારે તેની પૂજા કરો 
- શનિવારના દિવસે કાળા તલ કાળા કપડા આખી અડદ સરસવનુ તેલ અથવા તલનુ તેલ અને લોખંડ આ પાંચ વસ્તુઓનુ દાન કરો. 
- શ્રી રામચરિત માનસ અથવા મહર્ષિ વાલ્મિકી કૃત રામાયણનુ નિત્ય પ્રત્યે પાઠ કરો.