શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (18:40 IST)

Mangal Rashi parivartan- આજે મંગળનો સિંહ રાશિમાં પરિવહન, આ રાશિનો થશે ભાગ્યોદય

નવગ્રહોથી એક મંગળ ગ્રહ આજે સૂર્યદેવની રાશિ સિંહમાં ગોચર કરશે . સિંહ રાશિમાં પહેલાથી જ શુક્ર ગ્રહ વિરાજમાન છે. તેથી સિંહ રાશિમાં શુક્ર અને મંગળ ગ્રહની યુતિનો શુભ સંયોગ બની રહ્યુ છે.  મંગળ સિંહ રાશિમાં 6 સેપ્ટેમ્બર સુધી રહેશે. ત્યારબાદ તે કન્યા રાશિમાં ગોચર કરશે મંગળને સાહસ, બહાદુરી, શક્તિ અને શકિતનું પ્રતીક માનવામાં આવે છે. મંગળની રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે, જ્યારે કેટલાક રાશિચક્રોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. જાણો કઈ રાશિના જાતકો માટે મંગળ પરિવર્તન કરવાથી સારા દિવસો આવશે-
 
1. વૃષભ- વૃષભ રાશિવાળા માટે મંગજ્ળ ગોચર શુભ રહેશે. આ દરમિયાન તમે નિવેશની યોજના બનાવો છો તો તેમાં સફળતા મળશેૢ માતાની સાથે સંબંધ મધુર થશે. વ્યાપારમાં વૃદ્ધિ માટે કરી ભાગીદારીથી લાભ 
થશે. પરિવારની સાથે સમય સારું વીતશે. મિત્રોની સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે. 
 
2. કર્ક- કર્ક રાશિવાળા માટે મંગળ ગોચર સારા દિવસ લાવતા સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીની શોધ કરી રહ્યા લોકોને શુભ સમાચાર મળી શકે ચે. 
ભાઈ-બેનની સાથે સંબંધ મજબૂત થશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા લોકો માટે સમય શુભ છે. 
 
3. તુલા- તુલા રાશિને નોકરીમાં નવાઅ અવસર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનૂકૂળ રહેશે. ગોચર કાળમાં વગર મેહનત કરી પ્રમોશન મળવાના અવસર બનશે. આ દરમિયાન તમે દરેક સમસ્યાને 
સરળતાથી ઉકેલી શકશો. પરિવારનો પૂર્ણ સહયોગ મળશે. 
 
4. ધનુ- ધનુ રાશિવાળા માટે મંગળનો રાશિ પરિવર્તન શુભ ફળદાયી રહેશે. આ દરમિયાન સખ્ત મેહનતથી સફળતા મેળવશો અને ધન એકત્રમાં સફળ પણ થશો. કર્જથી મુક્તિ મળવાના યોગ બનશે. ધાર્મિક 
સ્થાનની યાત્રા પર જએ શકશો. ભાગ્યનો સાથ મળશે
 
5. કુંભ- મંગળ ગોચાર કુંભ રાશિવાળા માટે ખૂબ સુખદાયી રહેશે. આ દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી રોકાયેલ કામ પૂરા થશે.