શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (00:48 IST)

આ 4 રાશિના લોકો સૌથી વધુ કૉમ્પિટેટિવ હોય છે, તેઓ જે ઈચ્છે તે મેળવીને જ રહે છે

12 રાશિઓમાંથી પ્રથમ રાશિ મેષ છે. પહેલા નંબરની આ રાશિના લોકોમાં ઘણીવાર જીતવાની જીદ જોવા મળે છે. આ લોકો હંમેશા ખુદને સર્વશ્રેષ્ઠ દેખાવવા માંગે છે. આ માટે તેઓ કોઈપણ પડકાર સ્વીકારવા તૈયાર છે. એકવાર તેમનામાં કંઈક મેળવવાની ઈચ્છા જાગી જાય, તો પછી તેને લઈને જ શ્વાસ લે છે. 
 
વૃષભ રાશિના લોકો તેમના જીવનમાં ગુણવત્તાયુક્ત દરેક વસ્તુને પસંદ કરે છે. તેઓ ખૂબ જ જીદ્દી હોય છે. તેઓમાં આગળ વધવાની ઈચ્છા છે. જો તેઓ કંઈક કરવાનું નક્કી કરે છે, તો તેઓ તે કરવા માટે તેમની બધી શક્તિ લગાવે છે. જ્યાં સુધી તેમને જે જોઈએ છે તે ન મળે ત્યાં સુધી તેઓ ખુશ રહી શકતા નથી.
 
તુલા રાશિના લોકો ખૂબ જ મોહક હોય છે, તેથી તેઓ ઘણીવાર પોતાની સરખામણી અન્ય લોકો સાથે કરે છે. સાથે જ તેઓ ખુદને વધુ સારા સાબિત કરવાનો પ્રયાસ કરતા રહે છે. તેમની અંદર સ્પર્ધાની લાગણી ભરેલી છે. આ લોકો જીતવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થાય છે. તેમને જે જોઈએ છે, તે મેળવીને તેઓ દમ લે છે.
 
વૃશ્ચિક રાશિના લોકો બહારથી ખૂબ જ કડક લાગે છે, પરંતુ તેઓ અંદરથી એટલા જ નરમ સ્વભાવના હોય છે. તેમને  ફક્ત પ્રેમ દ્વારા જ જીતી શકાય છે. જો તમે તેમને કોઈ પણ પ્રકારનો પડકાર આપશો તો ખરાબ રીત ફસાઈ જશો. ખુદને સાબિત કરવા માટે, તેઓ સુપર સ્પર્ધાત્મક બની જાય છે અને જીતવા માટે કંઈપણ કરી શકે છે. જ્યાં સુધી તેઓ જીતી ન જાય ત્યાં સુધી તેઓ રાહતનો શ્વાસ લેતા નથી.