સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શનિવાર, 9 ઑક્ટોબર 2021 (08:19 IST)

આ 4 રાશિના લોકોને મંજૂર નથી હોતી હાર, કોઈને કોઈ રીતે બાજી મારી લે છે

કેટલાક લોકો પોતાની હાર બિલકુલ સહન કરી શકતા નથી. જો તેઓ કોઈ જગ્યાએ હારવાના હોય તો એ કામ હારતા પહેલા છોડી દે છે, કે સામ, દામ, દંડ, ભેદ સૌનો ઉપયોગ કરીને કોઈને કોઈ રીતે પોતાને માટે જઈત સુનિશ્ચિત કરી જ લે છે. જ્યોતિષ મુજબ 4 રાશિના લોકોમાં આ ગુણ કણ કણમાં ભરાયેલા હોય છે. 
 
મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો દિમાગથી ખૂબ જ સ્માર્ટ હોય છે. તેઓ જ્યાં પણ જાય છે, તેઓ તેમની બૌદ્ધિક ક્ષમતાઓનું પ્રદર્શન કરીને પોતાનું સ્થાન બનાવે છે. આ લોકોને જીતવાની આદત હોય છે, તેથી તેઓ પોતાની હારને જરાય સ્વીકારતા નથી. આવી સ્થિતિમાં, તેઓ કોઈને કોઈ તરકીબ લગાવીને પોતાની હારને  જીતમાં ફેરવે છે. આ રાશિઓ વિશે વિગતવાર જાણો.
 
મિથુન રાશિ (Gemini) - આ રાશિના લોકોને જીતવાની આદત હોય છે. તેમને સમજવા  ખૂબ જ મુશ્કેલ છે. તેઓ શું કરશે અને તે કયા સમયે કરશે, તેના વિશે કોઈને અંદાજ પણ લાગવા દેતા નથી અને પોતાન કામ ચુપચાપ રીતે કરે છે અને દરેક હાલમાં જીત મેળવીને જ રહે છે. તેમની અંદર વાતચીત કરવાનુ જોરદાર હુનર હોય છે. તેથી તે લોકોને ખૂબ જ સહેલાઈથી ઈમ્પ્રેસ કરે છે. 
 
કર્ક રાશિ (Cancer) - કર્ક રાશિના લોકોને ખૂબ જ સમજદાર માનવામાં આવે છે. તેમના સ્વભાવમાં લાગણી છે અને હિંમત પણ છે. જો આ લોકો કોઈની સાથે જોડાયેલા હોય, તો તેમને માટે બધુ જ લૂંટાવા તેમને માટે સર્વસ્વ લૂંટાવવા તૈયાર થઈ જાય છે. પણ જો વાત તેમના સ્વાભિમાન પર આવી જાય તો તે તેમને સહન થતુ નથી અને તેઓ કેમ પણ કરીને જીત મેળવે છે. ત્યાર\બાદ જ દમ લે છે. તેમને  કોઈપણ પડકાર આપીને હરાવી શકતુ નથી, પણ પ્રેમથી કોઈનાથી પણ ખુશી ખુશી હારી જાય છે.  
 
વૃશ્ચિક રાશિ (Scorpio)આ રાશિના લોકો ખૂબ જ ડિપ્લોમેટિક હોય છે. તેઓ અંદરથી કંઈક જુદા હોય છે અને પોતાને બહારથી કંઈક જુદા જ બતાવે છે. આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે, તેમજ તેમની અંદર સમય પહેલા જ પરિસ્થિતિઓને માપી લેવાની ક્ષમતા હોય છે. આ જ કારણ છે કે તેઓ હારી ગયેલી બાજી પણ મિનિટોમાં જીતી જાય છે. જો તેઓ ક્યારેય હારી જાય તો એ હારને પોતાના ઈગો પર લઈ લે છે અને પૂરી મહેનતથી તે વસ્તુને ફરીથી મેળવી લે છે, જે તેમને મળી શકી નથી. 
 
મીન રાશિ  (Pisces)મીન રાશિના લોકોનુ મગજ ખૂબ જ તેજ હોય છે.  આ લોકો કોઈપણ કામને  સિદ્ધાંતો સાથે  કરે છે. તેમને ચાલાકીઓ પસંદ નથી હોતી, પરંતુ જો કોઈ તેમની સાથે કપટ કરે તો તેઓ તેને તેની જ ભાષામાં જવાબ આપવો સારી રીતે જાણે છે. આ લોકો કોઈપણ સ્થિતિમાં હાર નથી માનતા અને મહેનત કરીને પોતાના લક્ષ્યને મેળવીને જ રહે છે.