રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (12:12 IST)

આ છે 2022ની સૌથી ભાગ્યશાળી રાશિઓ, દરેક લક્ષ્ય થશે પુરૂ, મળશે અપાર સફળતા

વર્ષ 2022 શરૂ થઈ ગયું છે. સફળતા, પૈસા, પ્રગતિ મેળવવાની ઈચ્છા દરેકના મનમાં હોય છે, પરંતુ કેટલીક રાશિના લોકો આ બાબતમાં ખરેખર ભાગ્યશાળી હોય છે.
 
આ લોકોનું સપનું આ વર્ષે પૂરું થવા જઈ રહ્યું છે. તેઓ એ તમામ લક્ષ્યો પ્રાપ્ત કરશે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ગ્રહોની બદલાતી ગતિને કારણે તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે.
 
શનિનુ રાશિ પરિવર્તનથી રાહત અપાવશે 
 
શનિની મહાદશાનો સામનો કરી રહેલ રાશિના લોકોને એપ્રિલ 2022માં શનિના રાશિ પરિવર્તન બાદ ઘણી રાહત અનુભવાશે. તેમને શનિની સાડાસાતીથી રાહત મળશે. શનિના ગોચર સાથે જ તેમના જીવનની પરેશાનીઓનો અંત આવશે. વર્ષોથી અટકેલા કામ આપોઆપ પૂર્ણ થવા લાગશે. પ્રગતિ અને સમૃદ્ધિ થશે.
 
સમાપ્ત થશે રાહુની અશુભ અસર 
 
એપ્રિલમાં શનિના સંક્રમણ પછી, અશુભ ગ્રહ રાહુ 12 જુલાઈ 2022 ના રોજ રાશિ પરિવર્તન કરશે. આ સાથે દરેક કામમાં અવરોધની પ્રક્રિયા પણ સમાપ્ત થઈ જશે. વૃષભ રાશિના લોકોને તેનાથી વધુ ફાયદો થશે.
 
વૃષભ રાશિફળ 2022
 
વૃષભ રાશિના લોકો જેઓ છેલ્લા વર્ષોથી મુશ્કેલીઓનો પહાડ  ઉઠાવી રહ્યા છે તેઓ હવે ખૂબ જલ્દી દરેક સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશે. અત્યારે રાહુ વૃષભ રાશિમાં છે અને 12મી જુલાઈ 2022ના રોજ આ રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. અશુભ ગ્રહ રાહુ રાશિમાંથી બહાર નીકળતાની સાથે જ વૃષભ રાશિના લોકોના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેમને ઘણા ફાયદા થશે. કરિયરમાં મોટી સફળતા મળશે. ફક્ત ખરાબ ટેવો અને ખરાબ સંગતથી દૂર રહો. તેમજ જ્યારે પણ શક્ય હોય ત્યારે કૂતરાને બ્રેડ-બિસ્કીટ અને દૂધ આપો.
 
મિથુન રાશિફળ 2022
 
મિથુન રાશિના જાતકોને આ વર્ષે શનિની ઢૈય્યામાંથી મુક્તિ મળવાની છે. 29મી એપ્રિલ 2022ના રોજ શનિના રાશિ પરિવર્તન સાથે તેમના જીવનની તમામ પરેશાનીઓનો પણ અંત આવશે. તમને પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળશે. ઘણી રીતે આવક થશે. પરંતુ ગુસ્સો અને ઘમંડ ટાળો, તેમજ વડીલોનુ  અને મહિલાઓનું સન્માન કરો.
 
મીન રાશિફળ 2022
 
મીન રાશિના લોકો માટે નવા વર્ષની ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ શુભ છે. તેમને પોતાના કેરિયરમાં મોટો ફાયદો થશે. જો તમે ફેરફાર કરવા માંગો છો, તો તે પણ સુખદ હશે. વ્યવસાયમાં પ્રમોશન-ગ્રોથ, લાભની ઘણી તકો મળશે. એવું કહી શકાય કે આખું વર્ષ સફળ સાબિત થશે. ફક્ત સ્વાર્થી અને કપટી લોકોથી સાવધ રહો.