રવિવાર, 28 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Updated : બુધવાર, 21 જૂન 2023 (12:30 IST)

Rajyog 2023 - સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ થતા બન્યો શક્તિશાળી રાજયોગ, આ રાશિઓનુ ચમકી જશે નસીબ

ભારતીય જ્યોતિષ ગણના મુજબ સૂર્ય દેવે મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. મિથુન રાશિનો સ્વામી બુધ દેવ છે. સૂર્ય અને બુધમાં મૈત્રીભાવ છે. આવી સ્થિતિમાં સૂર્ય દેવ બળવાન રહેશે. બીજી  બાજુ સૂર્ય દેવ પોતાની રાશિ સિંહથી 11માં ભાવમાં આવી જશે.  જ્યોતિષ શાસ્ત્રમાં 11માં ભાવને આવકનુ ઘર માનવામાં આવે છે. 15 જૂનથી 17 જુલાઈ વચ્ચે બુધ અને સૂર્યની યુતિ બની રહી છે. આવી સ્થિતિમાં 5  રાશિના જાતકોને અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે.  બીજી બાજુ માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આવો જાણીએ આ રાશિઓ વિશે. 

મેષ - ઘણી રાશિઓને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો લાભ મળશે. મેષ રાશિના જાતકો માટે શનિની વક્રતા લાભદાયક રહેશે. મિલકતમાં વધારો થશે. આ સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બાળકને પૈસા મળશે. આ સાથે સંતાનને પ્રગતિ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે.
 
વૃષભ - વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થશે. ઈચ્છિત નોકરી મળશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. આ સાથે સ્થળાંતરની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે.
 
મિથુન -  આ રાશિની કુંડળીના ત્રીજા ભાવનો સ્વામી સૂર્ય દેવ છે. આવી સ્થિતિમાં શક્તિશાળી રાજયોગ મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિદેશથી ધન લાભ થવાની શક્યતા છે. ભાગ્યનો પુરો સાથ મળશે.  માન-સન્માનની પ્રાપ્તિ થશે. પદ પ્રતિષ્ઠામાં ઉન્નતિ થશે. તમારી લોકપ્રિયતા ઝડપથી વધશે. 
 
સિંહ - આ રાશિના જાતકો માટે શક્તિશાળી રાજયોગ લાભદાયક રહેશે. સૂર્ય દેવ તમારી રાશિની આવક ભાવમાં સંચરણ કરશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમને પદ પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે. ભાઈ-બહેન સાથે સંબંધ સારા બનશે. વિદેશમાંથી ધનલાભ થશે. 
 
ધનુ - આ રાશિના જાતકો માટે શક્તિશાળી રાજયોગ અનુકૂળ રહેવાનો છે. સૂર્ય દેવ તમારા ભાગ્ય સ્થાનનો સ્વામી છે. સાતમા ઘરમાં ગોચર કરશે. અહીથી સપ્તમ દ્રષ્ટિથી ધનુ રાશિને દેખાશે. તમારી ઈચ્છા પૂર્તિ થશે. પરણેલા લોકોનુ જીવન સારુ રહેવાનુ છે.  જીવનસાથીના કામમાં સફળતા મળી શકે છે.  માન-સન્માનમાં વૃદ્ધિ થશે. અટકેલા કામ પૂરા થશે.