બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (18:55 IST)

Pisces 2024 Horoscope: મીન રાશિવાળા વર્ષ 2024માં કરિયરમાં આગળ વધશે અને સફળતા મેળવશો, જાણો વાર્ષિક રાશિફળ

Meen Rashifal
Meen Rashifal
Pisces Horoscope 2024, Meen Rashifal 2024: નવુ વર્ષ એટલે કે વાણીમાં મીઠાસ મુકવાની જરૂર છે. આ વર્ષે જેનાથી સ્થિતિ કંટ્રોલમાં રહેશે. આ વર્ષે વાણીમાં મીઠાસ રાખવાની જરૂર છે.  અભ્યાસમાં અવરોધ આવી શકે છે.  આ દરમિયાન  શનિ મહારાજ  જે તમારે માટે એકાદશ અને દ્વાદશ ભાવના સ્વામી છે.  તે આખા વર્ષ તમારા દ્વાદશ ભાવમાં બન્યો રહેશે. જેનાથી તમને કોઈને કોઈ ખર્ચ થતો રહેશે. આ તમને વિદેશ યાત્રા કરવામાં મદદ કર શે અને તમારા વિદેશ જવાના યોગ બનાવશે. આ દરમિયાન તમને કેટલાક મોટા નિર્ણય  લેવા પડી શકે છે.  દરેક કામ માટે તમને ખૂબ પ્રયાસ કરવો પડશે.  ત્યારે જઈને તમને આ  વર્ષે અસલી ફળની પ્રાપ્તિ થશે.  અભ્યાસ કરિયર લવ રિલેશનશિપ અને આરોગ્ય વગેરેના દ્રષ્ટિએ વર્ષ 2024 કેવુ રહેશે તો ચાલો જાણીએ 2024નુ મીન રાશિફળ 
 (Yearly Horoscope 2024)-
 
મીન લવ રાશિફળ 2024 (Pisces Love Horoscope 2024)
પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ જ પડકારરૂપ રહેશે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો ક રવો પડી શકે છે.  આ વર્ષે તમારા સંબંધોને લઈને વિશ્વાસની કમી તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાદ  વિવાદ લાવી શકે છે.  જેનાથી માનસિક તનાવની સ્થિતિ ઉભી થઈ શકે છે.  તમારા પાર્ટનરને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.  તેથી આ દરમિયાન કોઈપણ મોટો નિર્ણય લેવાથી બચો અને તમારા સંબંધોને સાચવવાનો પ્રયાસ કરો. વાદ વિવાદને વધવા ન દેશો. 
 
મીન કરિયર રાશિફળ 2024    (Pisces Career Horoscope 2024)
આ વર્ષે જીવનમાં પ્રોગ્રેસ લઈને આવશે. કરિયરમાં ખૂબ જ અદ્દભૂત સફળતા મળશે. નોકરીમાં કોઈપણ પ્રકારના તનાવ અને વિવાદથી બચો જેનાથી તમને લાભ થશે. તમારા કાર્યોમાં સફળતા મળવાના યોગ બનશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામથી ખુશ જોવા મળશે. વેપાર માટે આ સમય થોડો પડકારરૂપ રહી શકે છે.  જે લોકો પોતાનુ કોઈ નવુ કામ શરૂ કરવા માંગે છે તેમને થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ દરમિયાન કોઈ ખોટો રસ્તો ન અપનાવશો. આ તમને મુસીબતમાં નાખી શકે છે. 
 
મીન આર્થિક રાશિફળ 2024  (Pisces Financial Horoscope 2024) 
શનીની આ સ્થિતિ આ વર્ષે ખર્ચનો જોર તમારા પર બનાવી રાખશે. જેટલુ બની શકે આ વર્ષે ધનની બચત કરો . તમને આનાથી જ વધુમાં વધુ લાભ થશે.  આ સમયગાળો તમને સારી આર્થિક સ્થિતિ પ્રદાન કરશે અને તમે આર્થિક રીતે નફાકારક સ્થિતિમાં રહેશો. તમારે કોઈપણ પ્રકારનું મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન નુકસાન થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે. ભાગીદારી આ વર્ષ તમારા માટે અનુકૂળ નથી. સખત મહેનત કરવાથી જ તમારુ નસીબ બદલાશે અને સફળતા મળશે.
 
મીન હેલ્થ રાશિફળ  2024 (Pisces Health Horoscope 2024) 
સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષે તમને મિશ્રિત પરિણામો મળશે. ક્યારેક સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, તો ક્યારેક સ્વાસ્થ્ય તમને સારા પરિણામ પણ આપી શકે છે. તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખો કારણ કે તે આ વર્ષે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ સમયે તમારા મનને ખુશ કરવાનો પ્રયાસ કરો. આ સમયે, તમારી દિનચર્યામાં સારી આદતોનો સમાવેશ કરો જે તમને તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણો લાભ આપશે. તમારી લાઈફમાં પોઝીટીવ ફેરફારો કરો અને તેનાથી તમને ઘણા ફાયદા થશે.
 
મીન ફેમિલી રાશિફળ 2024  (Pisces Horoscope 2024) 
વર્ષની શરૂઆત તમારે માટે પડકારરૂપ રહેવાની છે. પરિવારમાં કોઈપણ પ્રકારનો વાદ વિવાદ થઈ શકે છે.  જેને તમારે ખૂબ સારી રીતે સાચવવાનુ છે. માતાના સ્વાસ્થ્ય  સંબંધિત કોઈ પરેશાની થઈ શકે છે. જેનુ તમારે સારી રીતે ધ્યાન રાખવુ પડશે.    સકારાત્મક રહેશો તો તેઓ યથાશક્તિ તમારી મદદ કરતા રહેશે.  તમારે પણ સમય સમય પર તેમના વિશે વિચાર કરવો પડશે અને અત્યાધિક વ્યસ્તતા છતા તમારે તમારા પરિવાર અને તેમની જરૂરિયાતોનુ પણ ધ્યાન રાખવુ પડશે. તેનાથી તમે સારુ પારિવારિક જીવન વિતાવી શકશો. 
 
મીન રાશિ શુભ અંક 2024  (Pisces Lucky Number 2024)
મીન રાશિના જાતકો માટે 2024નો શુભ અંક રહેશે 2 અને 7   
 
મીન રાશિના જાતકો માટે 2024નો વિશેષ ઉપાય (Upay For Pisces In 2024) 
મીન રાશિવાળા વર્ષ 2024માં દરેક શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવવો જોઈએ