ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (11:25 IST)

KARK Rashi Varshik rashifal 2025 in Gujarati : કર્ક રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય

kark rashifal
kark rashifal

Cancer zodiac sign Kark Rashi horoscope bhavishyafal 2025 : જો તમારો જન્મ 21 જૂન થી 22 જુલાઈ વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમરી રાશિ કર્ક છે. ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર   હી, હુ, હે, હો, ડા, ડી, ડૂ, ડે, ડો હોય તો તમારી રાશિ કર્ક છે.  આ વખતે વેબદુનિયા લાવ્યુ છે તમારી માટે કંઈક સ્પેશલ.  વર્ષ 2025 માં તમારુ કરિયર, ઘંઘો, લવ લાઈફ, એજ્યુકેશન, પરિવાર અને આરોગ્ય વિશે જાણીએ વિસ્તારથી. 17 જાન્યુઆરી 2023 થી તમારી રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે જે વર્ષ 2025ના મઘ્ય સુધી રહેશે.  માર્ચ પછી અભ્યાસ, નોકરી અને વેપાર માટે સારો સમય શરૂ થશે. માર્ચ લવ લાઈફમાં પણ સારો સમય શરૂ થશે.  તમને શનિદેવ કે શિવજીની નિત્ય પૂજા કરવી જોઈએ. લકી વાર સોમવાર અને લકી કલર સફેદ, ક્રીમ અને ભૂરો છે. આ સાથે જ ૐ નમ શિવાય કે ૐ શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ તમને સંકટોથી મુક્તિ આપશે. હવે જાણીએ વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક
 
 
1. વર્ષ 2025 કર્ક રાશિના જાતકોનુ કરિયર અને વ્યવસાય -  job and business horoscope Prediction for 2025:
વર્ષની શરૂઆતથી લઈને માર્ચના મહિના સુધી શનિનુ ગોચર આઠમા ભાવમાં રહેશે. જે ત્રીજી દ્રષ્ટિથી તમારા દશમ ભાવને જોશે ત્યા સુધી કરિયર અને ઘંઘાને લઈને તમે પરેશાન રહેશો.  ત્યારબાદ વર્ષ 2025માં જ્યારે માર્ચમાં શનિનુ ગોચર મીનમાં થશે ત્યારે કર્ક રાશિના જાતકો માટે શનિદેવ સાતમા અને આઠમાં ભાવના સ્વામી થઈને નવમ ભાવમાં ગોચર કરશે.  આ રીતે કર્ક રાશિવાળા પર ચાલી રહેલ કંટક શનિની પનોતી ખતમ થઈ જશે.  ત્યારે   તમારી નોકરી કે ધંધામાં નિષ્ફળતાઓ ધીરે ધીરે સફળતામાં બદલાવા લાગશે. શનિ નવમા ભાવમાં હોવાને કારણે તમારી કુંડળીના અગિયારમા, ત્રીજા અને છઠ્ઠા ભાવ પર તેની નજર રહેશે, જેના કારણે તમારા વિરોધીઓ પરાસ્ત થશે. વ્યાપાર સંબંધી યાત્રાઓ થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અમારી સલાહ મુજબ, શનિથી  ખુદને બચાવવા માટે, તમારે હનુમાનજી અથવા શિવજીની પૂજા કરવી જોઈએ.
 
2. વર્ષ 2025 કર્ક રાશિના જાતકોનો અભ્યાસ -  Cancer School and College Education horoscope prediction 2025
તમારી રાશિના બૃહસ્પતિ છઠ્ઠા અને નવમાં  ભાવના સ્વામી થઈને વર્ષ 2025માં તમારા ગોચર દરમિયાન તમારી રાશિના બારમાં ભાવમાં પ્રવેશ કરશે. 14 મે સુધી બૃહસ્પતિ તમારા પંચમ અને સપ્તમ ભાવ પર દ્રષ્ટિ નાખશે જેને કારણે શાળાનુ શિક્ષણ મેળવનારા બાળકો માટે મે સુધીનો સમય સારા પરિણામ આપનારુ સાબિત થશે.  ત્યારબાદ ગુરૂનુ ગોચર તમારા દ્વાદશ ભાવમાં થઈ જશે. આ ગોચરને કારણે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીરહેલા કે વિદેશમાં અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે.  અમારી સલાહ છે કે વર્ષની શરૂઆતથી મે મહિના સુધી તમે અભ્યાસમાં ખૂબ મહેનત કરો આગળ છ મહિના વધુ સારા રહેશે.  
 
3. વર્ષ 2025 કર્ક રાશિના લગ્ન અને પારિવારિક જીવન  Cancer Marriage Life and Family horoscope Prediction for 2025:
 
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિના લાભ ભાવમાં હોવાને કારણે કુંવારા લોકોને લગ્નનાનક્કી થવાની પ્રબળ શક્યતા છે. જો તમે પરણેલા છો તો વર્ષની શરૂઆતથી લઈને માર્ચના મહિના સુધી શનિ ગ્રહનો પ્રભાવ બીજા ભાવ પર હોવાને કારણે દાંમ્પત્ય જીવન અને પરિવારમાં થોડી ઘણી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. માર્ચ પછી રાહુનો પ્રભાવ બીજા ભાવ પર શરૂ થશે જે પરિવારમાં સમસ્યાઓને વધારી શકે છે. ગેરસમજથી બચીને રહેજો અને ગુરૂના ઉપાય કરશો તો ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
 
4. વર્ષ 2025 કર્ક રાશિના જાતકોની લવ લાઈફ   Cancer love life horoscope Prediction for 2025:
માર્ચ સુધી લવ લાઈફમાં ઉતાર ચઢાવ જોવા મળશે. જો કે બૃહસ્પતિનુ ગોચર મે મહિનાના મઘ્ય સુધી અનુજૂળ બનેલુ છે. જે સંબંધોને તૂટવાથી બચાવી શકે છે. માર્ચ મહિના પછી શનિનો પ્રભાવ પંચમ ભાવથી દૂર થઈ જશે જેને કારણે તમારી લવ લાઈફ પહેલા કરતા વધુ સારી રહેશે.  પણ પછી ગુરૂ, મંગળ અને શુક્રના મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે જેને કારણે તમારી લવ લાઈફમાં પણ મિશ્રિત પરિણામ મળશે.  જો તમે ગુરૂ અને શનિના ઉપાય કરી લો છો તો સમય તમારા અનુકૂળ રહેશે.  
 
5. વર્ષ 2025 કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ  Cancer financial  horoscope Prediction for 2025:
મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન કર્ક રાશિવાળા લોકોની આવકમાં ઝડપથી વધારો થશે. ઘણી ઇચ્છાઓ પૂર્ણ થશે, અચાનક આર્થિક લાભ પણ થવાના યોગ છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો છે. તમને ક્યાકથી બાકી પૈસા મળશે કે તમને અચાનક ધન પ્રાપ્તિની કેટલીક તકો મળશે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. તમે માર્ચ પછી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.  સોનું પણ તમારા માટે શુભ રહેશે. રાહુ તમારા નવમા ભાવથી આઠમા ભાવમાં ગોચર કરશે, જેના કારણે તમને શેરબજારમાં  .સારો લાભ મળશે. તમે લાંબા ગાળા માટે શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો.
 
6. વર્ષ 2025 કર્ક રાશિના જાતકોનુ આરોગ્ય -  Cancer Health horoscope Prediction  for 2025:
વર્ષની શરૂઆતથી માર્ચના અંત સુધી શનિ આઠમા ભાવમાં ગોચર કરશે, જે આરોગ્યની દૃષ્ટિએ સારું નથી.  ત્યારબાદ જા ભાવમાં રાહુનું સંક્રમણ સ્વાસ્થ્ય વધુ ખરાબ કરી શકે છે. શનિના કારણે કમર, ચહેરો, આંખો અને હાડકાં પર અસર થઈ શકે છે અને રાહુના કારણે માનસિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. અમે સલાહ આપીએ  છીએ કે તમે શુદ્ધ સાત્વિક અને સંતુલિત આહાર અપનાવો અને દરરોજ 10 મિનિટ ધ્યાન કરો. જો શક્ય હોય તો મંગળ અને ગુરુના ઉપાયો કરો.
 
7. હવે જાણીશુ 2025 સાર  રહે એ માટે કર્ક રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ ?Cancer 2025 horoscope Remedies upay for 2025 in Gujarati
 
1. જો કોઈ ગંભીર સમસ્યા નથી તો સવારે હળદરનુ દૂધ પીવો
2. સોમવારના દિવસે શિવજીના મંદિરમાં શિવલિંગ પર પંચામૃત અર્પિત કરો
3. શનિવારના દિવસે આંઘળા લોકોને ભોજન કરાવો અને છાયા દાન કરો
4. નિયમિત રૂપથી વરિયાળી અને ઈલાયચી ખાવી શરૂ કરો.
5. તમારો લકી નંબર છે 2 અને 7
   તમારો લકી રત્ન છે મોતી લકી કલર સફેદ, ક્રીમ અને ભૂરો
   લકી વાર સોમવાર અને લકી મંત્ર ૐ નમ: શિવાય નમ: અને ૐ શનૈશ્ચરાય નમ: