ગુરુવાર, 16 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Updated : શનિવાર, 14 ડિસેમ્બર 2024 (13:02 IST)

Lucky Rashi 2025: નવુ વર્ષ આ રાશિઓ માટે થશે ખાસ લાભ, ધનલાભ સાથે થશે પ્રમોશન

lucky zodiac
lucky zodiac
Lucky Zodiac Sign for 2025: વર્ષ 2024માં& ગ્રહ ગોચરને કારણે જ્યા કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા રહે છે તો કેટલીક રાશિઓને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  નવુ વર્ષ આવવામાં હજુ બસ થોડાક જ દિવસ બાકી છે. આ વર્ષ દરેક રીતે તમને પડકારોનો સામનો કરવાની સાથે સાથે અનેક ઊંચાઈઓ સુધી પહોચવાની તક આપશે. નવુ વર્ષ એટલે 2025માં પણ અનેક ગ્રહ ગોચર પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.  આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ ખાસ સાબિત થવાનુ છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2024માં જે રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ રાશિઓનુ નસીબ ખુલવાનુ છે. આવો જાણીએ કંઈ છે એ રાશિઓ. 
 
મેષ રાશિ - મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025 ખૂબ શુભ રહેવાનુ છે. મેષ રાશિના જાતકોના કરિયર અને વ્યવસાય માટે 2025 એક પરિવર્તનશીલ અને પડકારપૂર્ણ વર્ષ રહી શકે છે. મે થી જુલાઈ સુધીનો સમય આઓકે માટે લાભકારી રહેશે. આ દરમિયાન તમારા પ્રયાસોના પરિણામ મળવા લાગશે અને તમારા વ્યવસાયમાં સ્થિરતા આવશે. જો કોઈ ભાગીદારીમાં કામ કરી રહ્યા છે તો આ સમય વેપારી અને વ્યવસાયીઓ માટે લાભકારી થઈ શકે છે. શનિદેવ અને ગુરૂની કૃપાથી લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. 
 
વૃષભ રાશિ - વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2025 શુભ રહેશે.  દરેક કામમાં સફળતા સાથે જ તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ રાશિના જાતકો માટે મે નો મહિનો ખાસ કરીને ગુડ લક લઈને આવી રહ્યો છે.  શનિના પ્રભાવથી તમને આર્થિક મજબૂતી મળશે.  તમારી મહેનત રંગ લાવશે અને પછી મે પછી બુધ પણ તમારી મદદ માટે સામે રહેશે.  ટૂંકમાં તમે સારો આર્થિક લાભ કમાવી શકશો અને તમારી બચત પણ સારી થશે. 
 
કર્ક રાશિ - કર્ક રાશિના જાતકો માટે મે 20 25 સુધી ગુરૂ ગ્રહના 11માં ભાવમાં ગોચર કરવા માટે તમારે માટે સમય શુભ હોઈ શકે છે. તમારા જીવનમાં આર્થિક ઉન્નતિ જોવા મળશે. આ વર્ષ ખાસ કરીને નોકરી કરનારાઓ માટે શુભ  થઈ શકે છે. તમારા જીવનમાં આર્થિક ઉન્નતિ જોવા મળશે. આ વર્ષ ખાસ કરીને નોકરી કરનારાઓ માટે શુભ રહેશે.  આર્થિક સમસ્યાઓનુ સમાધાન થશે. માર્ચમાં તમારે માટે સમય ગયા વર્ષ કરતા સારો થઈ જશે.  આ વર્ષે તમારી મહેનત તમારુ બેંક બેલેંસ વધારવાનુ કામ કરશે.  નોકરીમાં ફેરફાર પણ સકારાત્મક રહેશે અને નવી ઉર્જાનો સંચાર અનુભવ કરશો. 
 
મકર રાશિ - વર્ષ 2025માં શનિની સાઢે સાતે સમાપ્ત થતા જ તમારા જમીન કે પછી ઘર ખરીદવા સાથે જોડાયેલ સપનુ પૂરુ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે પણ પરેશાની પ્રોપર્ટી સાથે જોડાયેલી આવી રહી હતી તેનો પણ અંત આવશે. બીજી બાજુ નવી ગાડી ખરીદવાનુ સપનુ પણ તમે માર્ચ 2025 સુધી પુરૂ કરી શકો છો. માર્ચથી મે વચ્ચે ઓફિસમાં સાથે કામ કરનારઓ સાથે સારા સંબંધ બન્યા રહેશે.  પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાન સમાન થઈ શકે છે.