1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

કેટરીના કેફ : એક નજર

IFM
16 જુલાઈ 1984ના રોજ કેટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો. તેમના પિતા મોહમ્મદ કેફ કાશ્મીરી મુસ્લિમ છે અને માઁ સુજૈન બ્રિટિશ છે. કેટરીના જ્યારે નાની હતી ત્યારે જ તેમના માતા-પિતા જુદા થઈ ગયા હતાં. કેટરીના અને તેની છ બહેનો પોતાની મા સાથે રહી ગઈ. હવાઈમાં થોડા દિવસો રહ્યા પછી કેટરીના ઈગ્લેંડ જતી રહી અને ચૌદહ વર્ષની ઉંમરમાં જ તેણે મોડેલિંગ શરૂ કર્યુ.

બોલીવુડમાં કેટરીનાને લાવવા માટે કૈજાદ ગુસ્તાદનો આભાર માનવો જોઈએ. તેઓ જેકી શ્રોફની પત્ની માટે 'બૂમ' નામની ફિલ્મ બનાવી રહ્યા હતા અને સુંદર કેટરીના તેને યોગ્ય લાગી. 2003માં રજૂ થયેલી 'બૂમ' બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. વિદેશમાં ભણેલી કેટરીનાનો અભિનય પણ ખરાબ હતો. તેને હિન્દી ભાષા તો બિલકુલ સમજાતી જ ન હતી. કેટરીનાનો અનુભવ ખરાબ રહ્યો અને બોલીવુડના ફિલ્મકારોને પણ કેટરીનામાં કોઈ ખાસિયત જોવા ન મળી. તેને વેસ્ટર્ન લુકવાળી તેવી અભિનેત્રી તરીકે ઓળખાવી જેના હાવભાવ વિદેશી યુવતી જેવા હતા.

આ દરમિયાન સલમાન ખાન અને કેટરીના વચ્ચે મૈત્રી થઈ. કેટરીનાને અભિનયમાં કોઈ રસ નહતો, પરંતુ સલમાને તેને પ્રેરણા આપી. સલમાનના પ્રયત્નોથી જ 'મૈને પ્યાર ક્યો કિયા' કેટરીનાને મળી. રામ ગોપાલ વર્માની 'સરકાર'માં પણ તેને નાનકડો રોલ મળ્યો. 2005માં રજૂ થયેલ આ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી અને ફિલ્મકારોનુ ધ્યાન કેટરીના તરફ ગયુ.

IFM
કેટરીનાને યુવાઓ અને બાળકોમાં લોકપ્રિયતા મળી અને ચઢતા સૂરજને બોલીવુડ સલામ કરે છે. કેટરીનાની સીમિત ક્ષમતાઓ હોવા છતા કેટલીક ફિલ્મો તેને મળી. 'નમસ્તે લંડન' (2007)આને કેટરીનાના કેરિયરમાં નિર્ણાયક ભૂમિકા ભજવી અને તેની સફળતાનો ઘણો લાભ તેને મળ્યો.

આમ છતા કેટરીનાએ અપને (2007), પાર્ટનર (2007), વેલકમ (2007), રેસ (2008)અને સિંહ ઈઝ કિંગ (2008)જેવી સફળ ફિલ્મોની લાઈન લગાવી બોલીવુડની અન્ય નાયિકાઓની ઉંઘ ઉડાળી દીધી. આ ફિલ્મો દ્વારા તેણે ડેવિડ ધવન, અનિલ શર્મા, અબ્બાસ-મસ્તાન અને અનિસ અજ્મી જેવા નિર્દેશકો સાથે કામ કરવાની તક મળી. જેઓને કોમર્શિયલ ફિલ્મો બનાવવામાં નિપુણતા મળેલ છે. કેટરીનાને લકી એક્ટ્રેસ તરીકે ઓળખાવવામાં આવી અને ફિલ્મોમાં તેમની હાજરી સફળતાની ગેરંટી તરીકે થવા લાગી. કેટરીનાને બોક્સ ઓફિસ ક્વીન કહેવાવા લાગી અને આજે તેમના નામ માત્રથી જ લોકો ફિલ્મ જોવા માટે ઉમટી પડે છે.

IFM
કેટરીનાને સફળતા ફક્ત ભગ્યના બળ પર જ નથી મળી, અહી સુધી પહોંચવા માટે તેને અથાગ મહેનત કરી છે. પોતાની અભિનય ક્ષમતાને નિખારી અને એક પછી એક ફિલ્મમાં તેનો અભિનય વધુ સારો થતો ગયો છે. સેટ પર કોઈ નખરા નથી દેખાડ્યા, જેવુ નિર્દેશક કહે છે તેવુ જ તે કરે છે. કેટરીના આ વાત સારી રીતે જાણે છે કે જો તેણે હિન્દી ફિલ્મોમાં કામ કરવુ હશે તો, હિન્દી ભાષા તો શીખવી જ પડશે નહી તો તે પોતાના ચહેરા પર ભાવ કેવી રીતે લાવશે. તે હિન્દી શીખી અને હવે તે હિન્દી સારી રીતે સમજી પણ શકે છે. બોલવામાં તેને થોડી તકલીફ થાય છે અને તેનો કહેવાનો અંદાજ વિદેશી લાગે છે, પરંતુ ઝડપથી જ તે પોતાની આ નબળાઈ પર પણ કાબૂ મેળવી લેશે.

હવે કેટરીનામાં આત્મવિશ્વાસ આવી ગયો છે અને તેઓ સશક્ત ભૂમિકાઓ પણ ભજવી રહી છે. નિર્દેશક પણ હવે મુશ્કેલ ભૂમિકાઓ માટે કેટરીના પર ભરોસો કરવા માંડ્યા છે. આજે તે પ્રકાશ ઝા જેવા નિર્દેશકની ફિલ્મ (રાજનીતિ) કરી રહી છે. જેની કલ્પના બે વર્ષ પહેલા કરી પણ નહોતી શકાતી.