પપ્પુભાઈની નાવડી....

N.D
ધોધમાર વરસ્યો વરસાદ
પપ્પુંનુ મન નાચી ઉઠ્યુ આજ

નદી નાળાઓ અને કૂવાઓ ભરાયા
ઘરના આંગણના ખાડાઓ ભરાયા

કશુંક વિચારીને મન હરખાયું
નાવડી બનાવવા લલચાયુ

રંગબેરંગી કાગળો લીધા
નાની-મોટી નાવડીના રૂપ લીધા

મૂકી નાવડીઓ ખાડાઓમાં જેવી
દોડી ગઈ સરરર... એવી

જોઈને બીજા બાળકો પણ હરખાંયા
કલ્યાણી દેશમુખ|
પપ્પુભાઈ તો ફૂલ્યાં ન સમાયા


આ પણ વાંચો :