હસતાં રહો હંમેશા

N.D
રડી રડીને જીવન ન જીવતા
દરેક વાત કરો તમે હસતાં હસતાં

કોઈની પર મુસીબત આવે તો
આદત પાડો તેમને મદદ કરવાની

મહેનતથી ન મોઢુ ફેરવો
પરિશ્રમ કરવાની આદત કેળવો

નાની નાની વાતોને લઈને જીદ ન કરો
કાંઈક ઓછુ પડે તો ફરિયાદ ન કરો

કદી કોઈને ચાડી ન કરશો
કદી કોઈને નિંદા ન કરશો

આટલી વાતો યાદ રાખશો તો
સારા બાળક તમે કહેવાશો
કલ્યાણી દેશમુખ|


આ પણ વાંચો :