અકબર બીરબલ - બુદ્ધિની કસોટી

સોમવાર, 2 જાન્યુઆરી 2017 (16:58 IST)

Widgets Magazine
akbar birbal

અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? 
 
દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.
 
તે શેને માટે, બાદશાહે પુછ્યું.
 
માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ રેતીમાંથી ખાંડને અલગ કરે.
 
બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્ક્લી મુકવામાં આવે છે, હવે તારે આ રેતીને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે. 
 
કોઈ વાંધો નહિ જહાઁપનાહ, બીરબલે કહ્યું. આ તો મારા ડાબા હાથનો ખેલ છે, કહીને બીરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો. 
 
બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનુ મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દિધું.
 
આ તમે શું કરી રહ્યાં છે? એક દરબારીએ પુછ્યું.
 
આ તને કાલે ખબર પડશે, બીરબલે કહ્યું. 
 
બીજા દિવસે બધા તે આંબા નીચે પહોચ્યાં, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મુકી દિધા હતાં, અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી.
 
પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પુછ્યું.
 
રેતીથી અલગ થઈ ગઈ, બીરબલે કહ્યું.
 
બધા જોરથી હસી પડ્યાં.
 
બાદશાહે દરબારીને કહ્યું કે, જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘુસવું પડશે. બધા જોરથી હસ્યાં અને બીરબલની ચતુરાઈના વખાણ કર્યા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અકબર બીરબલ વાર્તા બીરબલને સજા ચતુર બીરબલ અકબર બીરબલ ગુજરાતીમાં બાળકો માટે વાર્તા બાળજગત ગુજરાતી બાળવાર્તા Akbar Birbal Gujarati Tales Kids World. Akbar Birbal Tale In Gujarati

Loading comments ...

બાળ જગત

news

આવો જાણીએ ક્રિસમસ ટ્રીની અજાણી વાતો!

૧૯૪૭થી દરવર્ષે નોર્વેના ઓસ્લો શહેરના નાગરિકો દ્વારા ક્રિસમસ ટ્રીની ભેટ ઈંગ્લેન્ડના ...

news

child story - પરિસ્થિતિ કેવી પણ હોય હિમ્મત નહી હારવી જોઈએ

એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને ...

news

મૃત્યુ આવ દોસ્ત ! જરી તને થામી લઉં જિંદગીમાં કરી મઝા , તેનો હિસબ કરી લઉં

મૃત્યુ, આવ દોસ્ત ! જરી તને થામી લઉં જિંદગીમાં કરી મઝા , તેનો હિસબ કરી લઉં

news

બીરબલે એવો જવાબ આપ્યો કે અકબર પણ થઈ ગયા ચુપ

એક સમયની વાત છે એક માણસને પોપટમાં ખૂબ રૂચિ હતી. એ એણે પકડતો , સિખડાવતિ અને પોપટના શૌકીન ...

Widgets Magazine