Widgets Magazine
Widgets Magazine

Child Story : ન્યાય પ્રિય દેડકો

Widgets Magazine


બહુ દિવસ પહેલાની વાત છે. નર્મદા નદીને કિનારે એક લીલો દેડકો રહેતો હતો. તે સ્વભાવમાં ખૂબ શાંત સાધુ જેવો હતો. આથી નદીના બધા જીવજંતુ તેનુ માન રાખતા હતા. તેઓ પોતાનો અંદરો-અંદરનો ઝઘડાનો નિર્ણય પણ તેની પાસે જ કરાવતા. જ્યારે નદીમાં પાણી વધી રહ્યુ હતુ ત્યારે ક્યાંકથી એક સાંપ પણ ત્યાં આવી ગયો. નદીમાં આટલી બધી માછલીઓ જોઈને તે ત્યાં જ રહેવા માંડ્યો અને લાગ જોઈને માછલીઓને ખાવા માંડ્યો.

માછલીઓનો પરીવાર નદીમાં ફેલાયેલો રહેતો હતો., આથી બહુ દિવસ સુધી તો એમને પોતાના દોસ્તોના વિનાશની જાણ જ ન થઈ. ધીરે-ધીરે જ્યારે બહુ બધી માછલીઓ ગાયબ થઈ ગઈ ત્યારે નાની માછલીઓને લાગ્યુ કે જરૂર મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે. આમ, માછલીઓમાં ઈર્ષા અને બીકની ભાવના વધવા લાગી. તે નદીમાં ભયને કારણે એકબીજાથી દૂર રહેવા માંડી.

સાંપ માટે તો આ પરિસ્થિતિ વધુ ફાયદાકારક રહી અને તે વધુ ઝડપથી માછલીઓને ખાવા માંડ્યો, હવે માછલીઓની ચિંતા વધવા માંડી. આ સમસ્યાનો હલ શોધવા નાની અને મોટી માછલીઓ લીલા દેડકાં પાસે ગઈ.

દેડકાંએ બંને પક્ષોની વાત સાંભળી અને કહ્યુ - ' જો તમે બંને નિર્દોષ છો તો એકબીજાથી દૂર કેમ ભાગો છો ? એક સાથે રહો અને સાથે મળીને ખોરાકની શોધમાં નીકળો. જે મળે તે વહેંચીને ખાવ. આવુ કરવાથી જે દોષી હશે તે પોતાનો દોષ છોડી દેશે અને જો તેને આવુ કર્યુ તો બધા તેને ઓળખી જશે.

માછલીઓએ દેડકાની વાત માની લીધી. બીજા દિવસે તેઓ ચારાની શોધમાં એકસાથે નીકળી. તેથી સાઁપને તે દિવસે ભૂખે રહેવું પડ્યુ. સાંપ પણ ઓછો નહોતો. તેને પાછળથી હુમલો કરી બે માછલીઓને પકડી લીધી. પણ બીજી માછલીઓએ તેને જોઈ લીધો. સાંપના બીકથી બધી માછલીઓ ભાગવા માંડી. કદી તે ઉપર આવતી તો કદી એકદમ નીચે ડુબકી લગાવતી.

હવે તેમને પોતાના શત્રુની જાણ થઈ ગઈ હતી. તેમને પોતાના બચાવની તૈયારી શરૂ કરી દીધી. થોડીક મોટી માછલીઓ દૂર રહીને ચોકીદારી કરતી. સાંપ પણ હવે ચિડાઈને તેમની પર હુમલો બોલાવતો પણ બહુ ઓછી માછલીઓ તેના પકડમાં આવતી. એક દિવસે મછીયારાએ પાણીમાં માછલી પકડવા જાળ બીછાવી. બહુ બધી માછલીઓ તેમાં સપડાઈ ગઈ.

સાંપ પણ માછલીઓની પાછળ પાછળ આવી રહ્યો હતો તેથી તે પણ જાળમાં ફસાઈ ગયો. સાપે એક માછલીના બચ્ચાને પોતાના મોઢામાં પકડી લીધુ આ જોઈને તે બચ્ચાંની માં એ તેને સાંપને પૂછડી પર બચકું ભર્યુ. સાંપને પીડાના કારણે પાછળ ખસવા ગયો તો તેના મોઢામાંથી માછલી નીકળી ગઈ. નાની માછલીએ જ્યારે જોયુ કે સાંપ તેની મમ્મીને મારવા જઈ રહ્યો છે તો તેને પણ સાંપને બચકુ ભર્યુ. ફરી સાંપ નાની માછલી તરફ ફર્યો તો તેની મમ્મીએ તેને બચકુ ભર્યુ.

બીજી માછલીઓએ જ્યારે આ જોયુ તો તેમનુ સાહસ વધી ગયુ અને તે પણ સાંપ પર તુટી પડી. સાંપ તો લોહીલુહાણ થઈ ગયો આથી તેને ત્યાંથી ભાગવામાં જ સમજદારી સમજી, પણ સામે જાળ બિછાવેલી હતી.

તેણે ઝડપથી એક જગ્યાએથી જાળને કાપવાનું શરુ કર્યુ અને તેમાં એક મોટુ કાણું પાડીને ત્યાંથી ભાગવા માંડ્યો. માછલીઓ પણ તેનો પીછો કરવા માછલીઓને માંડી. ઘાયલ સાંપ દેડકા પાસે ગયો. અને બોલ્યો ' ન્યાય કરો, આ સાચુ છે કે હુ આ માછલીઓને ખાતો રહ્યો છુ, પણ આજે મેં જાળ કાપીને આ લોકોનો જીવ બચાવ્યો છે.

દેડકાએ થોડીવાર વિચાર્યુ પછી બોલ્યો - ' જાળ તો તે તારો જીવ બચાવવા કાપી છે. જેની સાથે-સાથે માછલીઓની પણ રક્ષા થઈ ગઈ. જો માછલીઓ તને પોતાનો શુભચિંતક માનીને તારા પર વિશ્વાસ કરે તો તેમને તુ ફરી ખાવાનું શરુ કરી દઈશ. આજે માછલીઓને પોતાની એકતાની શક્તિનું ભાન થયુ છે. હુ તારો પક્ષ નહી ખેંચુ. તારે આ સ્થાન છોડીને જવું પડશે. સાંપ ત્યાંથી જતો રહ્યો અને બધી માછલીઓ પ્રેમપૂર્વક રહેવા માંડી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

બાળ જગત

news

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

વેબદુનિયા ગુજરાતી વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ...

news

બાળકો માટે અદભૂત ખજાનો, youtube પર Red Riben કિડ્સ ચેનલને જબરદસ્ત પ્રતિસાદ

યૂટ્યૂબ પર નાન બાળકો માટે કલરફૂલ એનિમેશન સાથે રેડ રિબન કિડ્સ ચેનલ આનંદદાયક પુરવાર થઈ રહી ...

news

શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...

ભજીયા એક એવી ખાવાની વાનગી છે જે ભારતના લોકો ખાય છે. ભારતમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે અને ...

news

શેમ્પૂની બોટલમાંથી આ રીતે બનાવો શાનદાર મોબાઈલ કવર (જુઓ વીડિયો)

અનેકવાર બેકાર થઈ ચુકેલી વસ્તુઓ લોકો આમ જ ફેંકી દે છે. પણ આ બેકાર વસ્તુઓમાંથી પણ અનેક સારી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine