બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 20 માર્ચ 2019 (14:54 IST)

તમારા બાળકોને ચોકીદાર બનાવવા માંગો છો તો મોદીને જરૂર વોટ આપો - કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર કૈંપેન પર નિશાન સાધ્યુ. આ કેમ્પેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ લોંચ કર્યુ હતુ. કેજરીવાલ  (Arvind Kejriwal)એ બુધવારે નિશાન સાધતા કહ્યુ કે જે લોકો પોતાના બાળકોને ચોકીદાર બનાવવા માંગે છે તેમણે મોદીને વોટ આપવો ઓઈએ.  કેજરીવાલે ટ્વીટ કર્યુ મોદી આખા દેશને ચોકીદાર બનાવવા માંગે છે. તમે પણ તમારા બાળકોને ચોકીદાર બનાવવા માંગો છો તો મોદીજીને વોટ આપો.  પણ જો તમે તમારા બાળકોને સારુ શિક્ષણ આપીને ડોક્ટર એજીનિયર, વકીલ બનાવાઅ માંગો છો તો ભણેલા અને ઈમાનદાર પાર્ટીને વોટ આપો. 

 
ભાજપાના મૈ ભી ચોકીદાર ચૂંટણી અભિયાન હેઠળ પીએમ મોદી અને મંત્રીઓ સહિત ભાજપા નેતાઓએ પોતાના ટ્વિટર હૈંડલ પર નામ સાથે ચોકીદાર લગાવી લીધુ હતુ.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે હોળી (Holi)ના પ્રસંગ પર ઓડિયો બ્રિઝના માધ્યમથી દેશભરમાં લગભગ 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે અને તેમની સાથે હોળી રંગ શેયર કરશે.  ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા દેશના લગભગ 500 લોકેશન પર એ ચોકીદારો સાથે વાત કરશે એ મૈ ભી ચોકીદાર અભિયાન સાથે જોડાયેલા છે. 
 
ભાજપા ના મૈ ભી ચોકીદાર નુ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ પણ મજાક ઉડાવી હતી. કોંગ્ર્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાઅપાના મૈ ભી ચોકીદાર અભિયાનના મુદ્દા પર મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને ઓર આપીને કહ્યુ કે રાફેલ કરારે ખુદ ચોકીદાર ની પોલ ખોલી દીધી છે. રાહુલ વારંવાર ચોકીદાર ચોર હૈ કહીને પીએમ મોદી વિરુદ્ધ નિશાન સાધતા રહ્યા છે અને એના જવાબમાં ભાજપાએ તાજેતરમાં મૈ ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યુ છે. રાહુલે એક રેલીમાં કહ્યુ, રાફેલ કરારમાં દેશના  ચોકીદારની પોલ ખોલવામાં આવી છે. જ્યારે ચોકીદાર ખુદ  ચોર થઈ જાય તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે ? જ્યારે મોદી દરેક વસ્તુ ચોરી રહ્યા છે તો પોતાના બધા નેતાઓને તમે ચોકીદાર કેમ બનાવી દીધા ?
 
દિગ્વિઅય સિંહે પીએમ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ -  જેની ચોરી પકડી ગઈ તો ચોકીદાર છે કે ચોર 
 
બીજી બાજુ બસપા પ્રમુખ માયાવતીએ ટ્વીટ કર્યુ હતુ, સાદા જીવન ઉચ્ચ વિચારના વિપરિત શાહી અંદાજમાં જીવનારા એ વ્યક્તિએ અગાઉની લોકસભા ચૂંટણી સમયે વોટ માટે ખુદને ચાયવાલા તરીકે ઓળખાવ્યા હતા એ હવે આ ચૂંટણીમાં વોટ માટે ખૂબ  શાનથી ખુદને ચોકીદાર બતાવી રહ્યા છે. દેશ ખરેખર બદલાય રહ્યો છે ? શાબાશ ભાજપા રાજમાં ભારતમાં શુ બદલાવ આવ્યો છે.