ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (13:10 IST)

મત આપીને રવાના થતા મોદીએ અમિત શાહ સાથે શું ચર્ચાઓ કરી?

modi in ranip
રાણીપની નિશાની સ્કૂલમાંથી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીની રોડ યોજ્યો હતો, ત્યારબાદ ત્યાંથી રવાના થતા પહેલા તેઓએ ગાડીમાં બેઠા બેઠા અમિત શાહ સાથે કંઈક વાતચીત કરી હતી. અમિત શાહે પણ હાથ અને આંગળી રસ્તાથી મોદીને કશું પૂછ્યું હતું. નરેન્દ્ર મોદીએ પણ ધીમેથી બોલી કશો જવાબ આપ્યો હતો. બંને વચ્ચે કેટલીક ક્ષણો વચ્ચે ચાલી હતી. બંને મહાનુભાવોએ કયા મુદ્દા પર શું વાતચીત કરી તેની અટકળો લગાવી રહી છે. આખરે બંને આવજો કરી છુટા પડ્યા હતા, પરંતુ આ સામે હાજર રહેલા ભાજપના કાર્યકરો અને લોકોએ પણ આ બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ હશે તેના અંગે ચર્ચા કરી હતી.