શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: વારાણસી , શનિવાર, 13 એપ્રિલ 2019 (16:30 IST)

લોકસભા ચૂંટણી - PM મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા

કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશની વારાણસે સંસદીય સીટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની શક્યતા વધી ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ચૂટણી ક્ષેત્રમાં 19 મે ના રોજ મતદાન થશે અને પ્રધાનમંત્રી મોદી 26 એપ્રિલના રોજ એક મોટો રોડ શો કરી વારાણસીથી પોતાનુ નામાંકન ભરશે. 
 
એવી ચર્ચા છે કે કોંગ્રેસમાં આ વાતને લઈને મંથન ચાલી રહ્યુ છે કે પ્રિયંકાને મોદી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે.  આ પહેલા સપા બસપા સાથે વાત કરીને પ્રિયંકાને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે. સૂત્રોનુ કહેવુ છે કે મોદી વિરુદ્ધ કોંગ્રેસ અને વિપક્ષી દળ એક ચોંકાવનારુ પગલુ ઉઠાવવા જઈ રહ્યા છે. પ્રિયંકાની ઉમેદવારીની જાહેરાત નામાંકન પત્રના અંતિમ દિવસ કે એક દિવસ પહેલા કરી શકાય છે.