1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 30 એપ્રિલ 2024 (15:17 IST)

અમિત શાહનો વીડિયો એડિટ કરનાર એક AAPનો કાર્યકર્તા બીજો MLA મેવાણીનો PA નીકળ્યો

An AAP activist who edited Amit Shah's video turns out to be another MLA Mevani's PA
An AAP activist who edited Amit Shah's video turns out to be another MLA Mevani's PA
કેન્દ્રીય ગૃહમંત્રીનો જાહેરસભાનો વીડિયો એડિટ કરી વાઇરલ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો PA છે, જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે.કેન્દ્રીય ગૃહમંત્રીની પાલનપુર અને લીમખેડાની જાહેરસભાનો વીડિયો ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. ત્યારે વીડિયો વાઇરલ કરનાર બે શખસની ધરપકડ કરી છે.બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે. 
 
સ્પીચ એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ
પોલીસે સતીષ વનસોલા અને આર.બી. બારિયા નામના બે આરોપીની ધરપકડ કરી છે. સતીષ વનસોલા કોંગ્રેસના MLA મેવાણીનો પીએ છે, જ્યારે આર.બી. બારિયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે, અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ્સ છે. જેમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા જણાઈ આવ્યું કે, ગૃહમંત્રીની જે સ્પીચ હતી તેને એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી હતી. એમાં બે પ્રોફાઈલ હોલ્ડર સતીષ વનસોલા અને રાકેશ બારિયા એમણે પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વીડિયો વાઇરલ કર્યો હતો. એમણે જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. 
 
બંનેના ફોન કબજે કરીને FSLમાં મોકલાશે
સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું હતું કે,બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એડિટેડ વીડિયો પોતાના સોશિયલ મીડિયાના હેન્ડલથી પોસ્ટ કર્યો છે, જે વીડિયો એડિટ કરનારની હજી તપાસ ચાલુ છે, તેમને આ વીડિયો વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી મળ્યો હતો અને એમાં હજી આગળ તપાસ કરી રહ્યા છે.સતીષ વનસોલા એ મૂળ પાલનપુરના છે અને રાકેશ બારિયા એ દાહોદ લીમખેડાના છે. આ બંને પ્રથમ દૃષ્ટિએ પ્રાથમિક તારણમાં રાજકીય સાથે જોડાયેલા છે. બંનેના ફોન કબજે કરીને FSLમાં મોકલવાના છે. જેમાં વીડિયોની હકીકત અને વીડિયો ક્યાંથી મેળવેલ છે એ તમામ તપાસ અમે કરવાના છીએ.