રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : રવિવાર, 10 માર્ચ 2024 (21:48 IST)

ગુજરાતી ક્રિકેટરની રાજકારણમાં એન્ટ્રી

yusuf pathan
Yusuf Pathan: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુસુફ પઠાણ રાજકીય પીચ પર રન બનાવવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે યુસુફને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
 
મૂળ ગુજરાતના વડોદરાના ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુસુફ પઠાણે રાજકારણમાં એન્ટ્રી કરી છે.મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ  કોંગ્રેસે યુસુફને પોતાનો ઉમેદવાર
 
પશ્ચિમ બંગાળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે યુસુફને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. તેમને બેરહામપુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. યુસુફ પઠાણનો મુકાબલો કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાથે થશે.
TMCએ લોકસભા સીટો માટે 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં યુસુફ પઠાણનું નામ સામેલ છે
 
યુસુફ પઠાણની ક્રિકેટ કારકિર્દી
ટીમ ઈન્ડિયા માટે 57 ODI અને 22 T20 મેચ રમનાર યુસુફ પઠાણ પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો હતો. તેણે વનડેમાં બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 810 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 33 વિકેટ લીધી છે. આ સિવાય 22 ટી20 મેચમાં તેણે 236 રન બનાવ્યા છે અને 13 વિકેટ લીધી છે. યુસુફે આઈપીએલમાં 174 મેચ રમી છે.
 
 
Edited By
Monica sahu