ગુજરાતમાં ચૂંટણીમાં મતદાન માટે કારીગરોને 7મી મેએ સવેતન રજા આપવા આદેશ  
                                       
                  
                  				  લોકસભાની ચૂંટણી 2024-  આગામી લોકસભાની ચૂંટણી તથા રાજ્યમાં પાંચ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે, 7મી મે 2024 ને મંગળવારના રોજ ખાસ જાહેર રજાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે ઔદ્યોગિક એકમો- કારખાના – સંસ્થાઓમાં કામ કરતા કારીગરોને પણ મતદાન માટે સવેતન રજા આપવાના આદેશો જારી કરાયા છે.  
				  										
							
																							
									  
	 
	ચૂંટણીમાં મતદાન માટે રજા અપાશે
	રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીએ જારી કરાયેલા આદેશોમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની 26-વિજાપુર, 108-ખંભાત, 136-વાઘોડિયા, 85-માણાવદર તથા 83-પોરબંદરની ખાલી પડેલી પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણીના કારણે, 7મી મે 2024 અને મંગળવારના રોજ રાજ્યમાં જાહેર રજા તરીકે ઘોષિત કરાઇ છે. આ સાથે ઔદ્યોગિક એકમ કે સંસ્થાઓમાં નોકરી કરતા હોય તેવા કારીગર મતદારો પણ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135 (બી)(1) અન્વયે સવેતન રજાના હક્કદાર રહેશે.