મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રાજકોટ, 17 એપ્રિલ 2024, , બુધવાર, 17 એપ્રિલ 2024 (18:42 IST)

રૂપાલા સામેની લડાઈમાં અન્ન ત્યાગ કરનારા પદ્મિનીબા વાળાએ 16 દિવસે પારણાં કર્યા

Padminiba Vala
Padminiba Vala
પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ય ત્યાગ ઉપર હતાં. મંગળવારે સાંજે તેમની તબિયત લથડતાં તેમને રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન સમાજના આગેવાનો વીરભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, જે.પી.જાડેજાએ ટેલિફોનિક તેમજ રૂબરૂ સમજાવટ બાદ મહંત મયાનંદજી માતાજી ગુરુ શિવાનંદજી બાપુના હસ્તે તેમણે પારણાં કર્યાં હતાં. 
 
સામાજિક લડાઈમાં રાજકારણ ન લાવો 
છેલ્લા 14 દિવસથી રાજકોટનાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અન્ન ત્યાગ ઉપર હતાં, પરંતુ ગઈકાલે તેમની તબિયત લથડતાં સારવાર માટે AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે આજે તેઓ પોતાના ઘરે છે.તેમને લોહીના ટકા અને પાણી ઘટી ગયું હોવાથી ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા છે. તેમનું બ્લડપ્રેશર અને સુગર લો થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ક્ષત્રિય સમાજની સાથે છે અને પોતાની લડાઈ ચાલુ રાખશે. તેમણે સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવીને સમાજને ગુમરાહ કરાતા હોવાનો આરોપ મૂક્યો હતો અને તેઓ હાલ તેમની સાથે છે પરંતુ ભવિષ્યમાં નહીં હોય તેવી સ્પષ્ટતા કરી હતી. સામાજિક લડાઈમાં રાજકારણ ન લાવો તેવી વાત પણ કરી હતી.
 
ફોર્મ ન ભરાતાં વસવસો વ્યક્ત કર્યો હતો
પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા સામેની આ લડાઈમાં હું સંકલન સમિતિની સાથે છું, પરંતુ ભવિષ્યમાં સંકલન સમિતિની સાથે નહીં રહું. રૂપાલા સામેના આંદોલન પાર્ટ-2માં સાથે રહીશ, ક્ષત્રિય સમાજ મહિલાઓ માટે ઘરની બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ક્ષત્રિય સમાજનો સામાજિક પ્રશ્ન છે. જેથી તેને રાજકીય રૂપ ન આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સંકલન સમિતિએ 350 ફોર્મ ભરવાની વાત કરી હતી. જોકે, તે કંઈ થયું નથી અને લડે છે અને લડવા દેતા નથી. સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો હોવાનું આક્ષેપ પણ કર્યો હતો. ભાજપ વિરુદ્ધ ઉમેદવારો ઊભા રાખવાના એલાન બાદ ફોર્મ ન ભરાતાં વસવસો વ્યક્ત કર્યો હતો.
 
મારા સમાજને ગુમરાહ કરવામાં આવ્યો છે
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હું હાલ સારવાર લઈ રહી છું, ત્યારે વ્યક્તિગત લડાઈ કઈ રીતે લડી શકું. પરંતુ મને દુઃખ થયું છે કે મારા સમાજને ગુમરાહ કરવામાં આવ્યો છે. પહેલાં સંકલન સમિતિએ એવું કહ્યું હતું કે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને વોટ જ આપવો નથી. પરંતુ ત્યારબાદ ઘણું ચેન્જ થઈ ગયું, જેથી અમે પણ કન્ફ્યુઝનમાં છીએ. અમારી લડતની રણનીતિ બગાડી નાખી છે, જે બહેનો લડત ચલાવે છે, તેઓને ધ્યાને લેવામાં આવતા નથી. જ્યારે કોના દ્વારા રણનીતિ બગાડવામાં આવી તેવું પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, એ તો આપ બધા સમજી જ જતા હશો.